શક્કરીયાં

વિકિપીડિયામાંથી

શક્કરીયાં (હિંદી: शकरकंद) (અંગ્રેજી: sweet potato ) (વૈજ્ઞાનિક નામ: ઈપોમોએયા બટાટુસ; Ipomoea batatus) એ કોન્વોલ્વુલેસી (Convolvulaceae) કુળની એકવર્ષીય વનસ્પતિ છે, આમ છતાં અનુકુળ પરિસ્થિતિઓમાં બહુવર્ષીય વનસ્પતિની જેમ વ્યવહાર કરી શકે છે. આ એક જમીનની અંદર પાકતી વનસ્પતિ એટલે કે કંદમુળ છે. શક્કરીયાં એક સપુષ્પીય વનસ્પતિ છે. આ વનસ્પતિનાં રૂપાંતરીત મૂળની ઉત્પત્તિ છોડની શાખાઓ દ્વારા થાય છે. આ જમીનની અંદર ઉતરેલાં મૂળ ધીરે ધીરે વિકાસ પામી પુખ્ત શક્કરીયાં બને છે. આ શક્કરીયાં ગુલાબી, કાળા અથવા ભુરા રંગના હોય છે.

પરદેશમાં શક્કરીયાંમાંથી ખાંડ પણ બનાવવામાં આવે છે. ભારત દેશમાં શક્કરીયાંનો ઉપયોગ ઉપવાસ દરમિયાન બાફી કે શેકીને કરવામાં આવે છે. ગુજરાત રાજ્યમાં પણ ખાસ કરીને મહાશિવરાત્રીના દિવસે ઉપવાસ દરમિયાન લોકો શક્કરીયાંનો ઉપયોગ કરે છે.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]