લખાણ પર જાઓ

નારાયણ સરોવર (તા. લખપત)

વિકિપીડિયામાંથી
(નારાયણ સરોવર થી અહીં વાળેલું)
નારાયણ સરોવર (તા. લખપત)
—  ગામ  —
નારાયણ સરોવર
નારાયણ સરોવર
નારાયણ સરોવર (તા. લખપત)નું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 23°40′30″N 68°32′19″E / 23.675086°N 68.538627°E / 23.675086; 68.538627
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો કચ્છ
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૪]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
કોડ
રણછોડરાયજી મંદિર

નારાયણ સરોવર (તા. લખપત) ભારતના ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લાના લખપત તાલુકામાં આવેલું એક ગામ છે.[] આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, નોકરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે મગ , તલ, બાજરી, જુવાર, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.[]

નારાયણ સરોવર

[ફેરફાર કરો]

નારાયણ સરોવર હિંદુઓના પવિત્ર યાત્રાધામો પૈકીનું એક છે. પ્રાચીન કોટેશ્વર મંદિર અહીંથી ચાર કિમી દૂર છે. શ્રીમદ્ ભાગવતમ્ માં વર્ણવેલા પાંચ પવિત્ર તળાવોમાંનું આ એક તળાવ છે.[][][] નારાયણ સરોવરનો અર્થ થાય છે ભગવાન શ્રી વિષ્ણુનું સરોવર.[][][] પૌરાણીક કથાઓ અનુસાર સરસ્વતી નદી નારાયણ સરોવર નજીક આવેલા દરિયામાં મળતી હતી અને આ સરોવરને પોતાના પાણી વડે ભરી દેતી. આથી આ સ્થળને હિંદુઓ દ્વારા પવિત્ર ગણવામાં આવે છે. [][]

આ સ્થળે વૈષ્ણવ સંપ્રદાયના શ્રી ત્રિકમજી, લક્ષ્મીનારાયણ, ગોવર્ધનનાથજી, દ્વારકાનાથ, આદિનારાયણ, રણછોડરાયજી અને લક્ષ્મીજીના મંદિરો આવેલા છે. રાવ દેશળજી ત્રીજાના રાણીએ આ મંદિરો બંધાવ્યાં છે. સમગ્ર ભારતમાંથી શ્રદ્ધાળુઓ અહીં દર્શનાર્થે આવે છે. તળાવની વાસ્તુકળા પ્રાચીન અને સુંદર છે.[][] લક્ષ્મીનારાયણ અને ત્રિકમરાયના મંદિરોને દ્વારકા મંદિર જેવી શૈલિથી જ બનાવાયા છે.[] બાકીના પાંચ મંદિરો ૧૭૮૦-૯૦માં વાઘેલી મહાકુંવર નામના રાવ દેશળજીના રાણી દ્વારા બનાવાયા છે. [] [] અને તે પછી કલ્યાણરાયનું મંદિર બંધાવાયું.[] અહીં યાત્રાળુઓ માટે ધર્મશાળાઓ પણ ઉપલબ્ધ છે.[]

હિંદુ પૌરાણીક કથાઓ પ્રમાણે પાંચ પવિત્ર સરોવરોના જૂથને 'પંચ સરોવર' કહેવાય છે. તે પાંચ સરોવર છે માન સરોવર, બિંદુ સરોવર, નારાયણ સરોવર, પંપા સરોવર અને પુષ્કર સરોવર.[] કારતક મહિનાની અગિયારસથી પૂનમ સુધી અહીં મેળો ભરાય છે.[]

મહાપ્રભુ વલ્લભાચાર્ય તેમના જીવન કાળ દરમ્યાન અહીં આવ્યા હતા અને સમય ગાળ્યો હતો માટે પુષ્ટિ માર્ગના અનુયાયીઓ માટે પણ આ સ્થળ પાવન મનાય છે.[]

નજીકમાં આવેલ નારાયણ સરોવર અભયારણ્યમાં ચિંકારા અને અન્ય પ્રજાતિઓના પ્રાણીઓ વસે છે.

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. ૧.૦ ૧.૧ જિલ્લા-પંચાયત, કચ્છ. "કચ્છ જિલ્લા પંચાયતની વેબસાઇટ પર લખપત તાલુકાના ગામોની યાદી". kutchdp.gujarat.gov.in. ગુજરાત સરકાર. મૂળ માંથી 2016-03-25 પર સંગ્રહિત. મેળવેલ 2013-11-26.
  2. ૨.૦ ૨.૧ ૨.૨ ૨.૩ ૨.૪ [૧] Encyclopaedia of tourism resources in India, Volume 2 By Manohar Sajnani
  3. ૩.૦ ૩.૧ ૩.૨ "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2015-09-24 પર સંગ્રહિત. મેળવેલ 2015-08-01.
  4. ૪.૦ ૪.૧ [૨]
  5. ૫.૦ ૫.૧ ૫.૨ "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2011-08-27 પર સંગ્રહિત. મેળવેલ 2021-07-10.
  6. [૩] Gujarat–Daman–Diu: A Travel Guide By Ward.
  7. One outlet of the Saraswati into the sea was at Lokpat which was also a major seat of learning and a port. Further downstream was Narayan Sarovar which is mentioned in the Mahabharta as a holy place.
  8. ૮.૦ ૮.૧ Shree Kutch Gurjar Kshatriya Samaj : A brief History & Glory of our fore-fathers : Page :27 by Raja Pawan Jethwa. (2007) Calcutta.
  9. "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2016-03-03 પર સંગ્રહિત. મેળવેલ 2015-08-01.

લખપત તાલુકાના ગામ અને ભૌગોલિક સ્થાન