દયાપર નગરથી ૩ કિ.મી. દુર કમલેશ્વર મહાદેવનું પૌરાણીક મંદિર આવેલું છે, જ્યાં એક હજાર વર્ષ જૂનું કલ્પવૃક્ષ આવેલું છે. એવું માનવમાં આવે છે કે આવું બીજું કલ્પવૃક્ષ માત્ર હિમાલયની તળેટીમાં જ છે.[સંદર્ભ આપો] અહીં ઉમિયાશક્તિપીઠ આવેલું છે. દયાપર નગરથી ૨ કિમી દૂર સુફી મિયાપીરની દરગાહ તેમજ કોરાનગર આવેલું છે, જે કચ્છી સંસ્કૃતિનું કેન્દ્ર છે.