કનોજ (તા. લખપત)

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
કનોજ (તા. લખપત)
—  ગામ  —
કનોજ (તા. લખપત)નુ

ગુજરાત અને ભારતમાં સ્થાન

અક્ષાંશ-રેખાંશ 23°40′41″N 68°34′22″E / 23.678034°N 68.572905°E / 23.678034; 68.572905
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો કચ્છ
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)

કનોજ (તા. લખપત) ભારતના ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લાના લખપત તાલુકામાં આવેલું એક ગામ છે[૧]. આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, નોકરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે મગ , તલ, બાજરી, જુવાર, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે[૧].

ઇતિહાસ[ફેરફાર કરો]

કનોજનું જૂનું નામ રા કન્નોજ હતું, જે હાલમાં નવાં કનોજથી એક માઇલના અંતરે ખંડિત અવસ્થામાં આવેલું છે.

કિન્નર નદીના ઉત્તર કાંઠે એક માઇલ જેટલાં અંતરે જૂના શહેરના ખંડિત અવશેષો આવેલા છે. આ ખંડેરોમાં જૂનાં કિલ્લા અને શહેરની દિવાલોના અવશેષોનો સમાવેશ થાય છે. આ શહેર મુસ્લિમ આક્રમણખોરો દ્વારા નાશ પામ્યું હતું, પરંતુ ચોક્કસ સમય જાણી શકાયો નથી. રા કનોજના પાંચ માઇલ દક્ષિણ-પશ્ચિમે કાસિમની કબર આવેલી છે, જેણે લોક દંતકથા મુજબ શહેરને કબ્જે કર્યું હતું અને નાશ કર્યો હતો. કાસિમે તેના રાજ્ય ગઝનીના રાજાને મુખિયાની બે દીકરીઓને ઇનામ તરીકે મોકલી હતી. ગઝનીમાં તેમને પૂરતા માન સાથે રાખવામાં આવી હતી, પરંતુ તેમણે કાસિમે તેમની સાથે દુર્વહવ્યાર કર્યો હોવાનું જણાવ્યું હતું. રાજાએ પૂરતી તપાસ વગર કાસિમનો વધ કરવાનો હુકમ આપ્યો અને તેનું માથું ગઝની મોકલવામાં આવ્યું. જ્યારે માથું દર્શાવવામાં આવ્યું ત્યારે આરોપીઓએ તેમના પિતાનો બદલો લેવાનું દર્શાવ્યું હતું અને જણાવ્યું કે કાસિમે તેમની સાથે કોઇ ખરાબ વ્યવહાર નહોતો કર્યો. કાસિમને મળેલી બિનજરૂરી સજાને કારણે તે સંત તરીકે ખ્યાતિ પામ્યો.[૨]

આ જગ્યાની નોંધ ૧૯મી સદી સુધી ક્યાંય નહોતી, જ્યાં સુધી કચ્છ રાજ્યના મંત્રી ફતેહ મહંમદે ત્યાં દર વર્ષે જવાનું શરૂ કર્યું. તેમની કબર પર કાસિમની કબર નજીક બાંધવામાં આવેલી. કાસિમની કબર ૩૫ ફીટ લાંબ અને ૫ ફીટ પહોળી છે. તે પથ્થરોથી સિમેન્ટ વગર બનેલી છે. તે શિવ મંદિરની બાજુમાં આવેલી છે અને ત્યાં નાશ:પ્રાય શિવલિંગ આવેલું છે. હવે તે હિંદુ અને મુસ્લિમ વડે કાસમેશ્વર તરીકે પૂજાય છે. મંદિરનો કુંડ પણ હયાત છે. મુસ્લિમો તેને કારા કુંડ કહે છે અને સંતને કારા કાસિમ કહે છે.[૨]

તાલુકાનું ભૌગોલીક સ્થાન અને લખપત તાલુકાના ગામ

સંદર્ભ[ફેરફાર કરો]

  1. ૧.૦ ૧.૧ જિલ્લા-પંચાયત, કચ્છ. "કચ્છ જિલ્લા પંચાયતની વેબસાઇટ પર લખપત તાલુકાના ગામોની યાદી". ગુજરાત સરકાર.
  2. ૨.૦ ૨.૧ ગેઝેટિર ઓફ ધ બોમ્બે પ્રેસિડેન્સી: કચ્છ, પાલનપુર, એન્ડ મહી કાંઠા. ગર્વમેન્ટ સેન્ટ્રલ પ્રેસ દ્વારા પ્રકાશિત. ૧૮૮૦. p. ૨૪૯. Check date values in: |year= (મદદ)