લખપત તાલુકો

વિકિપીડિયામાંથી
લખપત તાલુકો
—  તાલુકો  —
અક્ષાંશ-રેખાંશ
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો કચ્છ
મુખ્ય મથક દયાપર
વસ્તી ૬૨,૫૫૨[૧] (૨૦૧૧)
લિંગ પ્રમાણ ૯૩૮ /
સાક્ષરતા ૫૧.૨% 
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
કોડ

લખપત તાલુકો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લામાં આવેલો એક તાલુકો છે. જેનું મુખ્ય મથક દયાપર છે. તાલુકાનું નામ પશ્ચિમ દિશાના અંતિમ ગામ લખપત પરથી પડ્યું છે, જેમાં લોક-વાયકા પ્રમાણે લાખોનો વેપાર થતો હતો, તેથી તેનું નામ લખપત પડયું હતું.

તાલુકાની મુખ્ય નદીઓમાં લોખંડ (પીપચર), ખારી નદી (પાન્ધ્રો), વાણીયાસર (વિરાણી), દમણ (નોજ)નો સમાવેશ થાય છે. મુખ્ય ખરીફ પાકો મગ, બાજરી, ગુવાર, જુવાર, મગફળી, એરંડા છે.[૨]

જોવાલાયક સ્થળો[ફેરફાર કરો]

અહીં પાન્ધ્રો ગામ પાસે લિગ્નાઈટ કોલસાની ખાણ આવેલી છે જે જોવાલાયક છે. નજીકમાં જ માતાનો મઢ, નારાયણ સરોવર અને કોટેશ્વર જેવા યાત્રાધામ પણ આવેલાં છે, જે આ તાલુકામાં સ્થિત છે.

નારાયણ સરોવર[ફેરફાર કરો]

કોટેશ્વર[ફેરફાર કરો]

તાલુકાનાં ગામો[ફેરફાર કરો]

લખપત તાલુકામાં ૧૦૦ જેટલા ગામો આવેલા છે.

લખપત તાલુકાના ગામ અને ભૌગોલિક સ્થાન


સંદર્ભ[ફેરફાર કરો]

  1. "Lakhpat Taluka Population, Religion, Caste Kachchh district, Gujarat - Census India". www.censusindia.co.in (અંગ્રેજીમાં). મેળવેલ ૧૪ ફેબ્રુઆરી ૨૦૧૮.[હંમેશ માટે મૃત કડી]
  2. "લખપત તાલુકા પંચાયત વેબસાઇટ". મૂળ માંથી 2021-06-11 પર સંગ્રહિત. મેળવેલ ૧૧ જૂન ૨૦૨૧.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]