મુન્દ્રા તાલુકો

વિકિપીડિયામાંથી
મુન્દ્રા તાલુકો
નકશો
તાલુકાનો નકશો
દેશભારત
રાજ્યગુજરાત
જિલ્લોકચ્છ
વસ્તી
 (૨૦૧૧)[૧]
 • કુલ૧૫૩૨૧૯
 • લિંગ પ્રમાણ
૯૨૭
સમય વિસ્તારUTC+૫:૩૦ (IST)
ટેલિફોન કોડ૦૨૮૩૮

મુન્દ્રા તાલુકો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લાનો મહત્વનો તાલુકો છે. મુન્દ્રા આ તાલુકાનું મુખ્ય મથક છે.

આ તાલુકાનું ભૌગોલીક સ્‍થાન અક્ષાંશ ૨૨.૫ તેમ જ રેખાંશ ૫૯.૫૬ પર આવેલું છે. આ તાલુકામાંથી ભુખી નદી તેમ જ કેવડી નદી પસાર થાય છે. મુન્દ્રા ભૂજ, ગાંધીધામ, માંડવી તેમ જ અંજાર સાથે રાજ્ય ધોરી માર્ગ દ્વારા જોડાયેલું છે. આ ઉપરાંત આ તાલુકામાં રેલ્‍વે ૩૦ કિ.મી. જેટલી લંબાઇ ધરાવે છે.

આ તાલુકાના મુખ્ય પાકો ખારેક, ચીકુ, દાડમ, કેરી, નારિયેળ, સક્કરટેટી વગેરે છે.

મુન્દ્રામાં શાહ મુરાદ બુખારીની દરગાહ આવેલી છે, જે ગામની મધ્યમાં આવેલી છે. મુન્દ્રા ગામથી ૧૩ કિ.મી.નાં અંતરે બંદર આવેલું છે, જેના વિકાસનું કાર્ય અદાણી જુથને ફાળવવામાં આવ્યું છે.

મુન્દ્રા તાલુકાના ગામ[ફેરફાર કરો]

મુન્દ્રા તાલુકામાં ૬૩ ગામો તેમ જ ૪૫ ગ્રામ પંચાયતો આવેલી છે.

તાલુકાનું ભૌગોલિક સ્થાન અને મુન્દ્રા તાલુકાના ગામ


સંદર્ભ[ફેરફાર કરો]

  1. "Mundra Taluka Population, Religion, Caste Kachchh district, Gujarat - Census India". www.censusindia.co.in (અંગ્રેજીમાં). મૂળ માંથી 2019-10-23 પર સંગ્રહિત. મેળવેલ ૧૪ ફેબ્રુઆરી ૨૦૧૮.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]