મોટી ભુજપર (તા. મુન્દ્રા)

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
મોટી ભુજપર (તા. મુન્દ્રા)
—  ગામ  —

મોટી ભુજપર (તા. મુન્દ્રા)નુ

ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 22°52′35″N 69°37′53″E / 22.876353°N 69.631455°E / 22.876353; 69.631455
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો કચ્છ
વસ્તી

• ગીચતા

૧૨,૦૦૦ (૨૦૧૭)

• 33/km2 (85/sq mi)

અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
વિસ્તાર 32 square kilometres (12 sq mi)

મોટી ભુજપર (તા. મુન્દ્રા) ભારતના ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લાના મુન્દ્રા તાલુકામાં આવેલું એક ગામ છે[૧]. આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, નોકરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે મગ , તલ, બાજરી, જુવાર, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.[૧]

ભુગોળ[ફેરફાર કરો]

આ ગામ નાગમતી નદીના કિનારે આવેલું છે. મોટી ભુજપુર ગામને બાર ગામની સીમા સ્પર્શ થાય છે. ઉત્તરે કારાઘોઘા, ગેલડા, પ્રતાપપર ૨, પ્રાગપર ૨, પૂર્વ તરફ સમાઘોઘા, દક્ષિણે નાની ભુજપુર, પ્રતાપપર ૧, બોરાણા અને જરપરા તથા પશ્ચિમ તરફ દેશલપર, શીરાચા અને નવીનાળ ગામ આવેલા છે.

ઇતિહાસ[ફેરફાર કરો]

મોટી ભુજપર એ ભુજપુર તરીકે ઓળખાય છે. ભુજપુર નામ ભોજંગ નાગ પરથી પડેલું છે. લોકમાન્યતા મુજબ ભોજંગ નાગ જ્યારે જામનગરથી ભુજ જતો હતો ત્યારે આ ગામમાંથી પસાર થયો હતો. તેના પરથી આ ગામનું નામ ભુજપુર રાખવામાં આવ્યું અને ભોજંગ નાગે જ્યાં વસવાટ કર્યો તે જગ્યા ભૂજિયા ડુંગર તરીકે ઓળખાય છે. જ્યાં જ્યાં ભોજંગ નાગ પસાર થયો ત્યાં ત્યાં તેની છાપ પડતી ગઈ અને ત્યાં નાગમતી નદીનું નિર્માણ થયું. આ કારણે જ નાગમતી નદી બે ભાગમાં વહેંચાયેલી છે. તેનો એક ભાગ સૌરાષ્ટ્ર અને એક ભાગ કચ્છમાં વહે છે.

જ્યારે માડી ગામનો વિનાશ થયો ત્યારે જેસર જાડેજા જાતિના લોકો ત્યાંથી નાસી છૂટ્યા અને ત્રણ ગામમાં વહેંચાઈ ગયા. આઠ ભાઈઓએ નાગમતી નદીના કિનારે જ્યાં જૂની જગ્યા પડી હતી ત્યાં તેમણે નવા ભુજપુર ગામની સ્થાપના કરી. બીજા ભાઈઓએ બેરાજા અને નાના બરાયા ગામની સ્થાપના કરી. ભુજપુર ગામની સ્થાપના પછી માડી ગામથી ઓઢો ચારણ ભુજપુર ગામે આવ્યો અને તેણે ત્યાં રહેવા માટે જમીનની માગણી કરી ત્યારે તેને કહેવામાં આવ્યું કે તારાથી ખેડાય તેટલી જમીન તું એક જ દિવસમાં ખેડ અને તેટલી જમીન તને આપવામાં આવશે. બીજા દિવસે ઓઢાએ ચાલાકીથી પોતાનું હળ લઈને ભુજપુર ગામની દક્ષિણ દિશાએથી એક તરફ નહિ ખેડતા ગામની ચોમેર તરફ પોતાનું હળ સીધી રીતે ખેડવા લાગ્યો અને ત્યારે કોઈએ તેણે કહ્યું કે આ તું શું કરી રહ્યો છે તને તો તું જેટલી જમીન ખેડી શકે એટલી જ જમીન તને મળવાની છે તે તો આખા ગામને એક બાજુથી હળથી રેખા બનાવીને લઈ લીધું શું ? આખા ગામને આવી રીતે લઈ લઈશ શું ? ત્યારે તેણે માફી માગતા કહ્યું કે મારી ભૂલ થઈ ગઈ , મને માફ કરો, મેં વધારે જમીનની લાલચમાં આવું કર્યું છે ત્યારે તેને કહ્યું કે હવે અહીંથી પાછો વળી જા. વચન પ્રમાણે આ જમીન તારી પણ આવું બીજી વાર કરતો નહિ. ત્યારથી ભુજપુરનો દક્ષિણ તરફનો ભાગ ઓઢાને વચન પ્રમાણે આપ્યો અને તે ભાગમાં ઓઢા ચારણે પોતાના નામ પરથી ઓઢાગંજાની સ્થાપના કરી. આ ગામ આગળ જતા નાની ભુજપુર તરીકે ઓળખાયું.[સંદર્ભ આપો]

આ પણ જુવો[ફેરફાર કરો]


તાલુકાનું ભૌગોલીક સ્થાન અને મુન્દ્રા તાલુકાના ગામ

સંદર્ભ[ફેરફાર કરો]

  1. ૧.૦ ૧.૧ જિલ્લા-પંચાયત, કચ્છ. "કચ્છ જિલ્લા પંચાયતની વેબસાઇટ પર મુન્દ્રા તાલુકાના ગામોની યાદી". kutchdp.gujarat.gov.in. ગુજરાત સરકાર.