લખાણ પર જાઓ

પ્રાગપર ૨ (તા. મુન્દ્રા)

વિકિપીડિયામાંથી
પ્રાગપર ૨ (તા. મુન્દ્રા)
—  ગામ  —
પ્રાગપર ૨ (તા. મુન્દ્રા)નું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 22°58′43″N 69°43′13″E / 22.978723°N 69.720204°E / 22.978723; 69.720204
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો કચ્છ
વસ્તી ૯૯૦ (૨૦૧૧)
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
કોડ
  • • પીન કોડ • 370415
    વાહન • GJ-૧૨ અને GJ-૩૧

પ્રાગપર ૨ મુન્દ્રા તાલુકામાં આવેલું એક નાનું ગામ છે.

ઇતિહાસ

[ફેરફાર કરો]

પ્રાગપર ૨ ગામનું જૂનું નામ નાના બરાયા હતું. આ ગામ માડી ગામથી આવેલા જેસર જાડેજાની ભાયાતે વસાવ્યું હતું. પછી લૂંટારાઓના ત્રાસથી કંટાળીને લોકો મોટા બરાયા ગામમાં રહેવા જતા રહ્યા. પછી આ ગામ વસ્તી વગરનું થઈ ગયું. ત્યાર પછી ૧૯૭૧માં સોઢા લોકો અહીં આવ્યા. તેઓ પહેલા પ્રાગપર ગામમાં આવ્યા અને પછી અહીં આવવાથી તેમણે આ ગામનું નામ પ્રાગપર જ રાખ્યું. પછીથી આ ગામ પ્રાગપર ૨ તરીકે ઓળખાયું. આ ગામમાં જેસરપીરનું જૂનું મંદિર આવેલ છે, જે જેસર જાડેજાની જાતિએ બનાવ્યું હતું.