અહીં કેટલાક પાળિયા આવેલા છે. જેમાંનો એક ૧૬૪૮ (સંવત ૧૭૦૫)ની સાલમાં ખત્રી પરમાનંદને સર્મપિત છે. બગડા અને નજીકના ગામ વાઘુરાની વચ્ચે ફૂલેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે, જેનાં પરનું લખાણ દર્શાવે છે કે આ મંદિર ૧૮૩૭ (સંવત ૧૮૯૪)માં સ્વામી સુરજગર વડે ફરી બાંધવામાં આવ્યું હતું. કાળગ્રસ્ત થયેલ પાર્વતી, હનુમાન અને નંદીના ચિત્રો અને સતીને સમર્પિત પાળિયો ૧૬૩૦ (સંવત ૧૬૮૭) ત્યાં આવેલો છે. બગડા અને વાઘુરાની વચ્ચે આવેલી વાવ ૧૮૫૩ (સંવત ૧૯૧૦)માં ગોસાઇ હીરગર જીવનગર દ્વારા ફરી બાંધવામાં આવી હતી.[૧]