ભદ્રેસર (તા. મુન્દ્રા)

વિકિપીડિયામાંથી
ભદ્રેસર
—  ગામ  —
ભદ્રેસરનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 22°54′43″N 69°54′17″E / 22.911974°N 69.904697°E / 22.911974; 69.904697
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો કચ્છ
તાલુકો મુન્દ્રા
વસ્તી ૪,૫૫૨[૧] (૨૦૧૧)
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન, માછીમારી
મુખ્ય પાક બાજરી, મગ, જુવાર, શાકભાજી
સગવડો પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી, બૅંક
પિનકોડ ૩૭૦૪૧૦

ભદ્રેસર (IPA: /bəˈdrɛsər/) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના વાયવ્ય ભાગમાં આવેલા કચ્છ જિલ્લામાં આવેલા કુલ ૧૦ (દસ) તાલુકાઓ પૈકીના એક એવા મુન્દ્રા તાલુકામાં આવેલું એક ગામ છે.[૨] તે તાલુકાના મુખ્ય મથક મુન્દ્રાથી ૨૭ કિમી દૂર આવેલું છે અને ગામથી દરિયાકિનારો માત્ર ૧ કિમી દૂર આવેલો છે.[૩][૪]

ઇતિહાસ[ફેરફાર કરો]

જગડુશાના મહેલના ખંડરો

ભદ્રેસર એ પ્રાચીન શહેર ભદ્રાવતી છે. મોટાભાગનાં ખંડેરો હવે અહીંથી અન્ય સ્થળે લઇ જવામાં આવ્યા છે. પ્રાચીન શહેરના પાયા પણ ખોદી નાખવામાં આવેલાં.[૩][૫] ભદ્વાવતીનો ઉલ્લેખ મહાભારતમાં મળે છે.[૬]

આ સ્થળ અંગે સૌથી જૂની માહિતી વસઈ જૈન મંદિરમાં અજિતનાથની મૂર્તિ પરથી મળે છે જે સંવત ૬૨૨ (ઈસ ૫૫૨)નો ઉલ્લેખ કરે છે કદાચ તે ૧૬૨૨ (ઈસ ૧૫૬૫) પણ હોઇ શકે છે. વસઈ જૈન મંદિર વૈરાત યુગના ૨૧માં વર્ષમાં સ્થાપાયું અને હરિ કુળના સિદ્ધસેન દ્વારા સમર્પિત કરવામાં આવ્યું હોવાનું મનાય છે. તેનાં વારસદારોમાં મહાસેન, નરસેન, ભોજરાજ, વનરાજ, સારંગદેવ, વિરસેન, હરિસેન, જે વિક્રમ (ઈસ પૂર્વે ૫૭)ના સમયમાં થઇ ગયેલો, નો સમાવેશ થાય છે. ત્યારબાદ કિર્તિધરા, ધરણીપાલ, દેવદત્ત અને દાનજીરાજે સત્તા સંભાળી હતી. ત્યારબાદનો સમય ગૂંચવણ ભર્યો છે, ઈસ ૧૫૬ (સંવત ૨૧૩) માં મુંજપુરના વનરાજ વાઘેલા અને ત્યારબાદ યોગરાજ, રત્નદત્ત અને વિજયરાવનો સમાવશ થાય છે. ત્યારબાદ પવારગઢના કાઠીઓએ ભદ્રાવતીને કબ્જે કર્યું અને ૧૪૭ વર્ષો સુધી સત્તા સંભાળી. તેમનાં પછી ૬૫૧ (સંવત ૬૧૮)માં પાટણના કનક ચાવડાએ સત્તા હાથમાં લઇને મંદિર બંધાવ્યું અને ૫૫૫ (સંવત ૬૨૨)માં અજિતનાથની મૂર્તિની સ્થાપના કરી, જે કદાચ મૂર્તિ પરની તારીખને ગોઠવવા માટે લાવવામાં આવી હશે. કનકના વારસદારો મુસ્લિમ આક્રમણો સામે ટકી રહ્યા અને છેવટે ભુવડે ભાણગઢના સોલંકીઓ સામે હાર મેળવી. નવા શાસને ૭૪૧ (સંવત ૭૯૮)માં આ સ્થળનું નામ ભદ્રેસર રાખ્યું અને ૧૧૩૨ (સંવત ૧૧૮૯) સુધી આ સ્થળ પર સત્તા જાળવી રાખી.[૫][૩][૭] જૈન મંદિરની બીજી મૂર્તિ સંવત ૧૨૩૨ (ઈસ ૧૧૭૫ ) ના વર્ષનો ઉલ્લેખ કરે છે. કારણ કે બારમી સદી (ઈસ ૧૧૭૫)માં જૈન વેપારી અને દાનવીર જગડુશાએ મંદિરને સંપૂર્ણ રીતે સમારકામ કરીને નવું બનાવ્યું હતું અને એના કારણ કદાચ જૂના ઇતિહાસની છાપ ભૂંસાઇ જવા પામી છે. ૧૧૮૧માં (સંવત ૧૨૩૮) જગડુશા નિ:સંતાન મૃત્યુ પામતા નવઘણ વાઘેલાએ મંદિરનો કારભાર સંભાળ્યો અને બારમી અને તેરમી સદીમાં તે જૈનોનું તીર્થ બન્યું. જાડેજાના રાજ હેઠળ તે જામ હાલા અને પછી ૧૫૩૫ (સંવત ૧૫૯૨)માં જામ રાવલના આક્રમણનો ભોગ બન્યું. સત્તરમી સદીના અંતમાં (૧૬૯૩)માં તે મુહંમદ આક્રમણોનો ભોગ બન્યું અને ઘણી મૂર્તિઓ ખંડિત કરવામાં આવી હતી. ત્યારબાદ આ મંદિરની મોટાભાગે અવગણના થઇ અને ૧૭૬૮ની આસપાસ જૂના કિલ્લાની દિવાલો પડવા લાગી. તેનાં પથ્થરો ઘરના બાંધકામોમાં વપરાવા લાગ્યા. ૧૮૧૦માં તો જૂનું મંદિર મુન્દ્રાનું બંદર બાંધવા માટે અને પથ્થરો માટે તોડી પાડવામાં આવ્યું.[૫] ૧૫ ડિસેમ્બર ૧૮૧૫, ના રોજ કચ્છ રાજ્યની સેનાની હાર ભદ્રેસર નજીક થઇ હતી. કર્નલ ઇસ્ટની બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયા કંપનીની સેના અને મુસ્લિમ સેનાપતિ હસન મિયાંની કચ્છ રાજ્યની સેનાનો સામનો ભદ્રેસર નજીક થયો. બ્રિટિશ સેના ભદ્રેસરની મંદિરની પાછળ હતી અને તેમની વચ્ચે મંદિર આવતું હતું. હસન મિયાંએ મંદિરની મર્યાદા રાખી અને બ્રિટિશરો પર તોપમારો ન કર્યો.[સંદર્ભ આપો] બ્રિટિશ સૈન્યનો વિજય થયો અને તેમણે કિલ્લેબંધ અંજાર, તુણા બંદર અને આજુ-બાજુના ગામો ૨૫ ડિસેમ્બર ૧૮૧૫ના રોજ કબ્જે કર્યા. આને કારણે કચ્છ રાજવીઓ અને બ્રિટિશરો વચ્ચે સંધિ થઇ અને કચ્છના જાડેજા રાજવીઓએ ૧૮૧૮માં બ્રિટિશરોનું શાસન સ્વિકાર્યું. કેપ્ટન જેમ્સ મેકમર્ડોને બ્રિટિશ રાજકીય પ્રતિનિધિ તરીકે ભુજમાં મૂકવામાં આવ્યો. જોકે અંજાર જિલ્લો સાત વર્ષ, ૨૫ ડિસેમ્બર ૧૮૨૨ સુધી બ્રિટિશરોના સીધા રાજ્ય નીચે રહ્યો અને કરાર વડે કચ્છ રાજ્યને પાછો સોંપવામાં આવ્યો.[૮][૯] ૧૯૪૭માં ભારતની સ્વતંત્રતા પછી કચ્છ રાજ્ય ભારતમાં જોડાયું. ૧૯૫૬માં કચ્છ રાજ્ય બોમ્બે રાજ્યમાં વિલિન થયું અને ત્યારબાદ ૧૯૬૦માં ભાષાવાર રાજ્યોની રચના વડે તે ગુજરાતમાં આવ્યું. ભદ્રેસર હવે કચ્છ જિલ્લાના મુન્દ્રા તાલુકામાં આવે છે.

જોવાલાયક સ્થળો[ફેરફાર કરો]

૨૦૦૧ના ધરતીકંપ પછી ફરી બંધાયેલ વસઈ જૈન મંદિર.

વસઈ જૈન મંદિર[ફેરફાર કરો]

વસઇ જૈન મંદિર ભારતના સૌથી જૂનાં જૈન મંદિરોમાંનું એક ગણાય છે, જોકે તે સમય સમયે સમારકામ અને પુન:બાંધકામ કરાયું છે.[૪] એવું મનાય છે કે દેવચંદ્ર નામના જૈન વ્યક્તિએ સદીઓ પહેલાં આ મંદિરનો પાયો નાખ્યો હતો.[૬] ૧૧૨૫ની સાલમાં જગડુશાએ આ મંદિરનું નવેસરથી બાંધકામ કર્યું હતું.[૩][૬][૭][૫] મંદિરો કુદરતી આફતો જેવી કે ધરતીકંપમાં અનેક વખત નાશ પામ્યા હતા. કચ્છના મિસ્ત્રીઓના ગ્રંથો દર્શાવે છે કે તેમણે આ મંદિરોનું બાંધકામ ૧૮૧૯, ૧૮૪૪-૪૫ અને ૧૮૭૫ના ધરતીકંપો પછી કર્યું હતું.[૧૦][૧૧][૮] જૂના મંદિરમાં નીચેનો ભાગ સૌથી જૂનો, કદાચ ૧૧૭૦નો, હોવાનું મનાતું હતું. મંદિરનો વિસ્તાર ત્યારબાદ બાહ્ય ભાગોમાં વિસ્તૃત કરવામાં આવ્યો હતો.[૫] આ મંદિર ૨૦૦૧ના ગુજરાતના ધરતીકંપ માં સંપૂર્ણપણે નાશ પામ્યું હતું. ત્યારબાદ તેને સંપૂર્ણપણે ફરીથી બાંધવામાં આવ્યું હતું. મોટાભાગની જૂની મૂર્તિઓ સમારકામ ન થઇ શકે એટલી હદે નાશ પામી હતી.[૪][૧૨][૧૩][૧૪][૧૫]

આ મંદિરની સામાન્ય રૂપરેખા માઉન્ટ આબુના દેલવાડાના મંદિરો જેવી છે. તેની પહોળાઇ ૪૮ ફીટ અને લંબાઇ ૮૫ ફીટ છે અને પરસાળમાં ૪૪ મૂર્તિઓ આવેલી છે. મૂર્તિઓમાં ત્રણ આરસની મૂર્તિઓ આવેલી છે. મધ્યમાં અજિતનાથ, બીજા તીર્થંકરની મૂર્તિ આવેલી છે, જે ૬૨૨ની સાલ અને કદાચ સંવત ૧૬૨૨ અથવા ઇસ ૧૫૬૫ની સાલ દર્શાવે છે. જમણી બાજુ પાશ્વનાથની મૂર્તિ મસ્તક પર નાગની ફેણ સાથે છે જે ૧૧૭૫ (સંવત ૧૨૩૨)ની સાલ દર્શાવે છે. ડાબી બાજુ શાંતિનાથ, ૧૬માં તીર્થંકરની મૂર્તિ છે, જે ૧૧૭૫ (સંવત ૧૨૩૨)ની સાલ દર્શાવે છે. છેક જમણે કાળા અથવા શામળા પાર્શ્વનાથની મૂર્તિ આવેલી છે.[૫]

ચોખંડા મહાદેવ મંદિર[ફેરફાર કરો]

ચોખંડા મહાદેવ મંદિર. ઓપીજી પાવર પ્લાન્ટ પાછળ દેખાય છે.

ચોખંડા મહાદેવ તરીકે ઓળખાતું શિવ મંદિર અને પાંડવ કુંડ તરીકે ઓળખાતી મોટી ચોરસ વાવ, જે પાંડવો દ્વારા ૫૦૦૦ વર્ષ પહેલાં બાંધવામાં આવેલી હોવાનું મનાય છે, અહીં દરિયાકિનારાની નજીક આવેલી છે.[૩] આ જૂનું મંદિર લાલ પથ્થરો વડે બંધાયુ હતું અને ૨૦૦૧માં ધરતીકંપની નાશ પામ્યું હતું અને ફરી બાંધવામાં આવ્યું છે.[૧૩] બાજુમાં રોકડીયા હનુમાનનું મંદિર આવેલું છે.

દુદા મસ્જિદ અને વાવ[ફેરફાર કરો]

દુદા વાવ, ભદ્રેસર

દુદા મસ્જિદ ૧૨મી સદીની અંતમાં બનેલી અત્યંત જૂની મસ્જિદ છે, જે અમદાવાદના જાણીતા ઇસ્લામિક સ્થાપત્ય કરતાં ૨૫૦ વર્ષ જૂની, એટલે કે કદાચ ભારતમાં બંધાયેલી સૌ પ્રથમ મસ્જિદોમાં એક ગણાય છે.[૩][૪] દુદા વાવ એ બે ચોરસ વડે બનેલી ૧૭ ફીટ લાંબી મોટી વાવ છે. ૧૮૮૦ના દાયકામાં અહીં શિવ મંદિર પણ હતું.[૫]

લાલ શાહબાઝ દરગાહ[ફેરફાર કરો]

પીર લાલ શાહબાઝ દરગાહ એ નાની કિલ્લેબંધ દરગાહ છે અને તેને પિરામિડ આકારનો ચોરસ ગુંબજ આવેલો છે. અંદરથી ગુંબજ ગોળ અને ૮ થાંભલાઓ વડે આધાર પામે છે. અંદરની બાજુએ મોટા ચોરસ કુફિક અક્ષરોમાં અરેબિક લખાણ લખેલું છે. બહારના ચોગાનમાં કુફિક લખાણ ધરાવતી કેટલીક કબરો આવેલી છે. આ લખાણ ૧૧૬૦ની સાલનું છે જે ભારતનું સૌપ્રથમ કુફિક લિપીનું લખાણ ગણાય છે.[૫][૧૬]

અર્થતંત્ર[ફેરફાર કરો]

મોટાભાગનાં લોકો અહીં માછીમારી પર નભે છે.

ઓપીજી પાવર દ્વારા સંચાલિત તાપ વિદ્યુત યોજના અહીં આવેલી છે.[૨][૧૭] ભદ્રેસરને મુન્દ્રાના સ્પેશિયલ ઇકોનોમિક ઝોનમાં સમાવવામાં આવ્યું છે. તેમ છતાં, સ્થાનિક માછીમારો અને અન્ય સમુદાયો નવાં ઔદ્યોગિક પરિયોજનાઓનો વિરોધ કરી રહ્યા છે.[૧૮][૧૯][૨૦]

જાણીતા વ્યક્તિઓ[ફેરફાર કરો]

તાલુકાનું ભૌગોલિક સ્થાન અને મુન્દ્રા તાલુકાના ગામ


સંદર્ભો[ફેરફાર કરો]

  1. "Bhadresar Village Population, Caste - Mundra Kachchh, Gujarat - Census India". www.censusindia.co.in (અંગ્રેજીમાં). મૂળ માંથી 2019-10-23 પર સંગ્રહિત. મેળવેલ 2019-10-23.
  2. ૨.૦ ૨.૧ "CSE analyses: EIA report of thermal power project, Bhadreshwar, Kutch, Gujarat". મૂળ માંથી 2011-07-20 પર સંગ્રહિત. મેળવેલ 2015-10-24.
  3. ૩.૦ ૩.૧ ૩.૨ ૩.૩ ૩.૪ ૩.૫ Bhadreshwar Temple
  4. ૪.૦ ૪.૧ ૪.૨ ૪.૩ "Bhadreshwar". Gujarat Tourism, Government of Gujatat. મૂળ માંથી 2012-01-27 પર સંગ્રહિત. મેળવેલ ૩૦ જાન્યુઆરી ૨૦૧૪.
  5. ૫.૦ ૫.૧ ૫.૨ ૫.૩ ૫.૪ ૫.૫ ૫.૬ ૫.૭ Gazetteer of the Bombay Presidency: Cutch, Palanpur, and Mahi Kantha (Public Domain text). Printed at the Government Central Press. ૧૮૮૦. પૃષ્ઠ ૨૧૩–૨૧૫.
  6. ૬.૦ ૬.૧ ૬.૨ "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2016-03-15 પર સંગ્રહિત. મેળવેલ 2015-10-24.
  7. ૭.૦ ૭.૧ "Gujarat Guide : Kutch". મૂળ માંથી 2015-09-24 પર સંગ્રહિત. મેળવેલ 2015-10-24.
  8. ૮.૦ ૮.૧ Kutch Gurjar Kshatriya Samaj : A brief History & Glory : by Raja Pawan Jethwa. (2007) Calcutta.
  9. "Glimpse of Anjar, Kutch". મૂળ માંથી 2011-06-08 પર સંગ્રહિત. મેળવેલ 2015-10-24.
  10. Kadia Kashtriya Itihas.
  11. Nanji Bapa ni Nondh-pothi Gujarati book,1999 Vadodara.
  12. Newly Built Bhadreshwar Jain Tirth , Kutch
  13. ૧૩.૦ ૧૩.૧ Vasai Jain Tirth, Bhadreswar
  14. Photo of old Bhadreshwar Jain Temple સંગ્રહિત ૨૦૧૭-૦૫-૨૮ ના રોજ વેબેક મશિન Old Jain Temple, with rubble of structure destroyed in earthquake, which can be seen.
  15. "53 Jinalaya Temple of Bhadreshwar Tirth (Construction)". મૂળ માંથી 2010-06-24 પર સંગ્રહિત. મેળવેલ 2015-10-24.
  16. Shastri, Parth (૨૪ ફેબ્રુઆરી ૨૦૧૨). "Epigraphs from Sultanate period in Guj show integration of faiths". The Times of India. મેળવેલ ૧૪ ડિસેમ્બર ૨૦૧૪.
  17. "Adani Power Announces Project Financing of $2,719m For Bhadreswar Coal Fired Power Plant In Gujarat, India - Banking on India Power Needs". મૂળ માંથી 2012-03-23 પર સંગ્રહિત. મેળવેલ 2015-10-24.
  18. A visit to the coastal areas adjoining the Mundra port in the Kutch reveals discontent among fisherfolk, traders and pastoralists over the creation of a special economic zone in the area.
  19. Fisher Woman Speaks in the campaign Meeting of Leaders of fishing villages at Bhadreswar, Kutch. he story of the land acquisition is itself a pointer to the apathy of the government for conservation and their leaning to big business.
  20. Adani Power awaits environ min nod for Bhadreshwar plant 24 December 2010