લખાણ પર જાઓ

યુસુફ મેહરઅલી

વિકિપીડિયામાંથી

યુસુફ મેહરઅલી મર્ચન્ટ (૨૩ સપ્ટેમ્બર ૧૯૦૩ – ૨ જુલાઈ, ૧૯૫૦) એક ભારતીય સ્વાતંત્ર્ય સેનાની અને સમાજવાદી નેતા હતા. તેઓ ૧૯૪૨માં યરવડા સેન્ટ્રલ જેલમાં કેદ હતા ત્યારે તેઓ બોમ્બેના મેયર[] તરીકે ચૂંટાયા હતા.[]

તેઓ નેશનલ મિલિશિયા, બોમ્બે યુથ લીગ અને કોંગ્રેસ સોશિયાલિસ્ટ પાર્ટી[]ના સ્થાપક હતા અને અનેક ખેડૂત અને કામદાર સંઘ ચળવળોમાં ભૂમિકા ભજવી હતી. તેમણે 'સાયમન ગો બેક' નારો આપ્યો હતો.[]

તેમણે "ભારત છોડો"[][] શબ્દનો ઉપયોગ કર્યો હતો અને બ્રિટિશ સામ્રાજ્યમાંથી ભારતની આઝાદી માટેની છેલ્લી રાષ્ટ્રવ્યાપી ઝુંબેશ માટે મહાત્મા ગાંધીની સાથે ભારત છોડો ચળવળનો એક ભાગ હતા. તેઓ ભૂગર્ભ આંદોલનના સહભાગી હતા અને ભારત છોડો આંદોલનમાં મોખરે હતા.

પ્રારંભિક જીવન

[ફેરફાર કરો]

તેમનો જન્મ એક વેપારી પરિવારમાં ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લાના મુન્દ્રા તાલુકાના ભદ્રેસર ગામમાં ૨૩ સપ્ટેમ્બર ૧૯૦૩ ના રોજ થયો હતો.[]. તેમનુ આખુ નામ યુસુફ મહેરઅલી મર્ચન્ટ છે. તેમણે એલફિન્સટાઇન કોલેજ, મુંબઇમાં અર્થશાસ્ત્ર નો અભ્યાસ કર્યો. અભ્યાસ દરમિયાન નાટકમાં મૌલાના આઝાદનું પાત્ર ભજવવા બદલ તેમને જેલમાં જવુ પડ્યું.[]

આઝાદીની ચળવળ

[ફેરફાર કરો]

વિર્દ્યાથી કાળથીજ યુસુફ મહેરઅલી અાઝાદીની ચળવળમાં ખુબ સક્રિય હતા. તેમણે જનજાગૃતિ લાવવા પન્ના પ્રકાશન દ્વારા ભારતીય નેતાઓના જીવનચરિત્ર છપાવ્યા અને લોકોમાં વહેચ્યા. કચ્છની રાજાશાહીને પ્રજાલક્ષી બનાવવા કચ્છના ગામડે ગામડે ફરી ચળવળ ચલાવી. તેઓ એક ખુબ લોકપ્રિય નેતા હતા. ૧૯૪૦માં તેમની ધરપકડ વખતે મુંબઇના વેપારીઓએ સ્વંયભુ બંધ પાડયો. ૧૯૪૨ માં જેલમાં રહીને જ મુંબઇના મેયર તરીકે ચુંટાયા. તેમણે સાયમન ગો બેક (સાયમન પાછો જા)[] અને ક્વીટ ઇન્ડીયા (ભારત છોળો) [] સૂત્રો ઘડ્યા. ભારતની આઝાદીબાદ ૧૯૪૯ માં મુંબઇની વિધાનસભામાં ચુંટાયા અને મૃત્યુપર્યંત વિધાનસભ્ય રહયા.

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. "Welcome to Municipal Corporation of Greater Mumbai, India". www.mcgm.gov.in. મૂળ માંથી 2013-01-19 પર સંગ્રહિત. મેળવેલ 2023-08-11.
  2. "Archived copy". મૂળ માંથી 10 October 2012 પર સંગ્રહિત. મેળવેલ 14 September 2010.CS1 maint: archived copy as title (link)
  3. "Archived copy". મૂળ માંથી 10 October 2012 પર સંગ્રહિત. મેળવેલ 14 September 2010.CS1 maint: archived copy as title (link)
  4. Nauriya, Anil (31 October 2003). "'Simon Go Back' — 75 years after". The Tribune. Chandigarh, India. મેળવેલ 31 January 2019.
  5. "महात्‍मा गांधी ने नहीं, इस शख्‍स ने दिया था Quit India का नारा!". 9 August 2017.
  6. "English rendering of the text of PM's 'Mann ki Baat' programme on All India Radio on 30.07.2017". pib.nic.in. મેળવેલ 2018-05-26.
  7. "યુસુફ મહેરઅલી, Yusuf Maherally". ગુજરાતી પ્રતિભા પરિચય. 2012-06-11. મેળવેલ 2023-08-12.
  8. ૮.૦ ૮.૧ "Yusuf Maheralli Centre". મૂળ માંથી 2013-11-23 પર સંગ્રહિત. મેળવેલ 2013-10-13.
  9. Article in the Tribune about 'Simon Go Back' agitation