પત્રી (તા. મુન્દ્રા)

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
પત્રી (તા. મુન્દ્રા)
—  ગામ  —
પત્રી (તા. મુન્દ્રા)નુ

ગુજરાત અને ભારતમાં સ્થાન

અક્ષાંશ-રેખાંશ 22°58′43″N 69°43′13″E / 22.978723°N 69.720204°E / 22.978723; 69.720204
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો કચ્છ
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)

પત્રી (તા. મુન્દ્રા) ભારતના ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લાના મુન્દ્રા તાલુકામાં આવેલું એક ગામ છે[૧]. આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, નોકરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે મગ , તલ, બાજરી, જુવાર, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે[૧].

ભુગોળ[ફેરફાર કરો]

પત્રી મુંદરા તાલુકામાં આવેલું એક મોટું ગામ છે. આ ગામની દક્ષિણમાં કાંડાગરા નાના, પશ્ચિમ દિશામાં વાંકી, પૂર્વ દિશામાં બગડા, ફાચરીયા તથા ઉત્તર દિશામાં ભુજ તાલુકાનું મોટા બંદરા ગામ આવેલ છે.

ઇતિહાસ[ફેરફાર કરો]

પત્રી ગામનું જૂનું નામ અમરાપુરી હતું. આ ગામની સ્થાપના જામ જેસરજીના પૌત્ર અને હોથીજીના પુત્ર જામ રાયધણજીએ કરી હતી. અમરાપુરીની રચના થયા પછી રાયધણજીના બે પુત્ર જામ કુબરજી અને રાઉજી તેનું શાસન સંભાળવા લાગ્યા. સમય જતા રાઉજી અલગ થઇ ગયા, જેને કચ્છી ભાષામાં 'પતર્યા' એમ કહેવાયું. જેના પરથી આ ગામનું નામ પતર્યા પરથી પત્રી પડ્યું.

આ પણ જુવો[ફેરફાર કરો]


તાલુકાનું ભૌગોલીક સ્થાન અને મુન્દ્રા તાલુકાના ગામ

સંદર્ભ[ફેરફાર કરો]

  1. ૧.૦ ૧.૧ જિલ્લા-પંચાયત, કચ્છ. "કચ્છ જિલ્લા પંચાયતની વેબસાઇટ પર મુન્દ્રા તાલુકાના ગામોની યાદી". ગુજરાત સરકાર.