જેસલ જાડેજા

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
જેસલ જાડેજા
મૃત્યુની વિગતઅંજાર Edit this on Wikidata
વ્યવસાયસંત&Nbsp;edit this on wikidata

જેસલ જાડેજાકચ્છનાં સંતકવિ હતા. જેમનું જીવનચરિત્ર જુદા જુદા પ્રકારે આલેખાયેલ છે.

જીવન[ફેરફાર કરો]

જેસલનો જન્મ ૧૪મી સદીની આસપાસ[૧] કચ્છનાં દેદા વંશનાં રાજપૂત જામ લાખા જાડેજા[૨]ના પુત્ર ચાંદોજી જાડેજાને ત્યાં થયો હતો તેવુ જાણવા મળે છે. જેસલનું પૂર્વજીવન રાજ્ય સામે બહારવટે ચડેલા કાલજાળ લૂંટારા તરીકે સર્વત્ર આલેખાયું છે. સૌરાષ્ટ્રનાં સંત રાજવી સાંસતિયા કાઠીને ત્યાં તેની ઘોડી અને તલવાર ચોરવા જતાં પાટપૂજન વિધી સમયે અચાનક સાંસતિયાની પત્નિ તોરલને જોઈ. ક્રુર અને બહારવટીયા જેસલનાં જીવનનો ઉદ્ધાર કરવાનાં આશયથી સાંસતિયાએ પોતાની ઘોડી, તલવાર સાથે તોરલ પણ જેસલને સોંપી દીધી હતી. ત્યાર બાદ અનેક કસોટીઓની વચ્ચે તોરલે તેનો બચાવ કર્યો અને ધીરે ધીરે જેસલનું હ્દય પરિવર્તન થતાં મહામાર્ગમાં દીક્ષિત થયા હતાં. તેઓએ ઘણાબધા પ્રચલિત ભજનોની રચના કરી હતી. જેમાં પોતાનાં પાપોનું પ્રાયશ્ચિત અને હૃદયવ્યથાનું નિરૂપણ છે.

ગુજરાત રાજ્યનાં કચ્છનાં અંજાર શહેરમાં તેમને જીવતા સમાધી લીધી હતી, જે આજે પણ પ્રખ્યાત સ્થળ છે. તેઓ આજે જેસલપીર તરીકે પુજાય છે.

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "અને તે લૂંટારાએ કહ્યું કે, મને તારી રૂપવાન પત્ની અને પાણીદાર ઘોડી આપ". દિવ્ય ભાસ્કર. ૨૨ જાન્યુઆરી ૨૦૧૩. Retrieved ૧૯ જુલાઇ ૨૦૧૭. Check date values in: |access-date=, |date= (મદદ)
  2. Gazetteer of the Bombay Presidency: Cutch, Palanpur, and Mahi Kantha. Printed at the Government Central Press. ૧૮૮૦. pp. ૨૧૦–૨૧૧. Check date values in: |year= (મદદ)