કચ્છી ભાષા

વિકિપીડિયામાંથી
આના પર જાવ: ભ્રમણ, શોધો
Wikipedia-logo-v2.svg
કચ્છી વિકિપીડિયા
Click here for the Kuchi Wikipedia

કચ્છી તે ગુજરાતનાં કચ્છ જિલ્લામાં બોલાતી ભાષા છે. કચ્છી ભાષા એ ઇન્ડો-આર્યન ભાષા સમુહની જ ભાષા છે, જેમાં મોટા ભાગની ભારતીય ભાષાઓનો સમાવેષ થા છે. એક અંદાજ પ્રમાણે ફક્ત ભારતમાં જ ૮,૬૬,૦૦૦ લોકો કચ્છી ભાષા બોલે છે. કચ્છી, પાકિસ્તાનનાં સિંધ પ્રાંતમાં પણ બોલાય છે, અને સિંધી ભાષા સાથે ઘણું સામ્ય ધરાવે છે. કચ્છનો સબંધ ગુજરાત સાથે હોવાથી પ્રાથમિક શાળાઓમાં ગુજરાતી માધ્યમમાં શિક્ષણ આપવામાં આવે છે, કારણ કે કચ્છી ભાષાની પોતાની લીપિ નથી. આ કચ્છી ભાષા કચ્છ સિવાય મુંબઇ અને અન્ય ઘણી જગ્યાએ બોલાય છે. અબડાસા, માંડવી અને ભુજના લોકો બોલે છે, એનાં કરતા ભચાઉ અને રાપરના લોકો જરાક અલગ રીતે બોલે છે કારણ કે ભચાઉ અને રાપરના લોકોની બોલીમાં ગુજરાતી છાંટ વધુ દેખાય છે.

ઘણી વખત કચ્છી ભાષાને બોલી સમજવામાં આવે છે, પરંતુ, કચ્છી ભારતની અધિકૃત ભાષાઓ પૈકીની એક છે, અને તેને બોલી નહી પણ ભાષાનો દરજ્જો આપવામાં આવેલો છે.

"કેમ છો?" માટે કચ્છીમાં "કીં અયો" બોલાય છે, તથા બહેન માટે કચ્છી ભાષામાં 'ભેણ' શબ્દ છે.

જાણીતા કચ્છી ભાષી[ફેરફાર કરો]

  • સ્વાતંત્ર્ય સેનાની યુસુફ મેહરઅલી
  • ફહેમીદા મિર્ઝા , પાકિસ્તાનની રાષ્ટ્રીય સંદસસદ ના પ્રથમ મહિલા સભાપતિ.
  • જાણીતા સંગીતકાર કલ્યાણજી-આણંદજી
  • બોલીવુડ નૃત્ય દિગ્દર્શક વૈભવી મર્ચંટ
  • ડીસ્કો ડાંડીયા શરૂ કરનાર બાબલા
  • સંગીતકાર વીજુ શાહ