કચ્છ સ્ટેટ રેલ્વે
કચ્છ સ્ટેટ રેલ્વે (સી.એસ.આર.) એક ૨ ફૂટ ૬ ઈંચ (૭૬૨ મિમી)ની બ્રિટીશ ભારત સાથે સંલગ્ન એવા કચ્છ રાજ્યની નેરોગેજ રેલ્વે લાઇન હતી.
ઇતિહાસ
[ફેરફાર કરો]આ રેલ્વે માટે કચ્છ રાજ્યના મહારાજા ખેંગારજી બાવાએ નાણાં પૂરા પાડ્યા હતા. તુણાથી અંજાર સુધીની પ્રથમ રેલલાઇન બાંધવાની શરુઆત ૧૯૦૦-૦૧માં થઈ, જે ૧૯૦૫માં કાર્યરત થઈ હતી. અંજારથી તત્કાલીન રાજ્યની રાજધાની ભુજ સુધીની લાઇનો માટેની કામગીરી ૧૯૦૧-૦૨માં શરૂ થઈ અને તે ૧૯૦૮ માં પૂર્ણ થઈ. ૧૯૧૨માં વર્સામેડી (અંજારની નજીક) થી ભચાઉ સુધી ૩૨ માઇલનો વધુ ઉમેરો કરવામાં આવ્યો હતો. કંડલા બંદર સુધીના ૧૫ માઇલ સુધીનું વિસ્તરણ ૧૯૩૦ના અંતમાં શરૂ થઈ ૧૯૩૨માં પૂર્ણ થયું હતું.[૧] [૨] સીએસઆરની નૅરો ગેજ લાઇનો કચ્છના મિસ્ત્રીઓ દ્વારા નાખવામાં આવી હતી અને બ્રિટીશ એન્જિનિયરોની સેવાઓ પણ કાર્યરત હતી.[૩] [૪] રેલ્વેની માલિકી, વ્યવસ્થાપન અને સંચાલન કચ્છ રાજ્યનું હતું
૧૯૪૦ માં રેલ્વે ૩,૦૦,૦૦૦ મુસાફરોનું વહન કરતું હતું, જ્યારે માલ વહન મુખ્યત્વે કપાસ, અનાજ અને ખાંડનું હતું. રેલ્વે ચાર નાના ૪-૪-૦ પ્રકારના એન્જિનનો ઉપયોગ કરતી હતી, પાછળથી ત્રણ ૨૫ ટનના ૪-૬-૦ એન્જિન જોડવામાં આવ્યા. મહારાઓ પાસે પોતાની માલિકીની પાટા પર ચાલતી ગાડી (પેટ્રોલ રેલકાર) હતી, જેની ડિઝાઇન એવરાર્ડ કાલથ્રોપે તૈયાર કરી હતી. તેનો ઉપયોગ મહારાઓ તેના શિકાર અભિયાનમાં શૂટિંગ કાર તરીકે કરતા હતા.[૨]
૫ નવેમ્બર ૧૯૫૧ના દિવસે પશ્ચિમ રેલ્વે વિભાગમાં વિલિન ન કરવામાં આવી ત્યાં સુધી કચ્છ સ્ટેટ રેલ્વેએ અલગ સિસ્ટમ (ભારતની સ્વતંત્રતા અને ભારત સાથેના કચ્છના જોડાણ પછી પણ) તરીકે કામ કરવાનું ચાલુ રાખ્યું, તે સમયે તેની કુલ લંબાઈ ૭૨ માઇલ હતી.[૫] [૬]
બ્રોડગેજમાં રૂપાંતર
[ફેરફાર કરો]આ ભારતીય રેલ્વે સાથે જોડાયેલી છે અને હવે તેને અને તેને બ્રોડગેજમાં રૂપાંતરીત કરવામાં આવી છે.[૭]
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ Transportation History of Kutch. Want to know more about it, http://bhujbolechhe.org/en/blog/tarunkant-chhaya/kcchnaa-vaahn-vyavhaarno-itihaas સંગ્રહિત ૨૦૧૪-૦૫-૨૯ ના રોજ વેબેક મશિન
- ↑ ૨.૦ ૨.૧ Hughes, Hugh 1994 Indian Locomotives Pt. 3, Narrow Gauge 1863-1940. Continental Railway Circle.
- ↑ Nanji Bapa Ni Nondh-pothi by Dharshi Taunk. (1999) Published from Vadodara. Pg. 90 Cutch State Railway Contracts done by Kutch Gurjar Kshatriya or Mistris of Kutch : Details : Tuna to Anjar in 1900-01 (lines opened in 1905), Anjar to Bhuj in 1901-02 lines opened in 1908), Varsamedi to Bhachua (line opened in 1912) & to Kandla in 1930 (lines opened in 1932) with names of Mistri Contractors.
- ↑ Kutch Gurjar Kshatriyas: A brief History and Glory: by Raja Pawan Jethwa. (2007). Published from Calcutta. Section II: Mileage wise available Details of Railway lines laid. Pages:54-60
- ↑ "Archived copy". મૂળ માંથી 1 June 2009 પર સંગ્રહિત. મેળવેલ 2009-12-23.CS1 maint: archived copy as title (link)
- ↑ With effect from 5 November 1951, ...and Kutch State Railways to form Western Railway Statistical abstract, India, Issue 11 published by India. Office of the Economic Adviser, India. Central Statistical, Organisation, 1962. Page No. 316.
- ↑ http://deshgujarat.com/2015/12/06/bhuj-naliya-broad-gauge-conversion-work-kicks-off/ Bhuj Naliya broad gauge conversion work kicks off