ગાંધીધામ તાલુકો
ગાંધીધામ તાલુકો | |||
— તાલુકો — | |||
અક્ષાંશ-રેખાંશ | |||
દેશ | ![]() | ||
રાજ્ય | ગુજરાત | ||
જિલ્લો | કચ્છ | ||
મુખ્ય મથક | ગાંધીધામ | ||
વસ્તી | ૩,૨૭,૧૬૬[૧] (૨૦૧૧) | ||
લિંગ પ્રમાણ | ૮૭૭ ♂/♀ | ||
સાક્ષરતા | ૭૭.૯૨% | ||
અધિકૃત ભાષા(ઓ) | ગુજરાતી,હિંદી[૧] | ||
---|---|---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) | ||
કોડ
|
ગાંધીધામ તાલુકો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લાનો મહત્વનો તાલુકો છે. ગાંધીધામ આ તાલુકાનું મુખ્ય મથક છે.[૨] તાલુકા પંચાયતની વહીવટી કચેરી ગાંધીધામ-આદિપુરને જોડતા ટાગોર રોડ પર આદિપુર નજીક આવેલી છે. અંજાર અને ભચાઉ આ તાલુકાથી સૌથી નજીકના તાલુકા છે. આ તાલુકામાં અનેક પ્રકારના ઉદ્યોગોનો વિકાસ થયો છે. જેમાં ટ્રાન્સપોર્ટેશન, શોપિંગ, મીઠાઉદ્યોગ, લાકડાનો મોટો ઉદ્યોગ વગેરે મુખ્ય છે. સ્પેશ્યલ ઇકોનોમિક ઝોનમાં ભારતની નામાંકિત કંપનીઓની ફેક્ટરીઓ અને ઇફ્કોનો ખાતરનો પ્લાન્ટ પણ આ તાલુકામાં છે.
ગાંધીધામ તાલુકામાં જુદી-જુદી ભાષાઓ બોલાય છે, જેમાં કચ્છી, સિંધી, હિંદી અને ગુજરાતી મુખ્ય છે.
ઇતિહાસ[ફેરફાર કરો]
ભારતના ભાગલા થતાં કરાચી બંદર પાકિસ્તાનમાં ગયું અને તેની ખોટ પૂરી કરવા માટે કંડલા બંદરનો ભારત સરકાર દ્વારા વિકાસ કરાયો હતો જે બંદર આ તાલુકામાં આવેલું છે. તેના કારણે આ તાલુકામાં અનેક ઉદ્યોગોનો વિકાસ થયો છે તથા વસતીમાં પણ વધારો થયો છે. જેને ધ્યાને રાખીને ગુજરાત સરકાર દ્વારા ૨૨ ઓગસ્ટ ૨૦૦૦ના રોજ અંજાર તાલુકામાંથી ૯ ગામો તથા કંડલા કોમ્પલેક્ષના શહેરી વિસ્તારને મેળવીને નવા ગાંધીધામ તાલુકાની રચના કરવામાં આવી હતી.[૩] આ તાલુકો કચ્છ જિલ્લામાં સૌથી નાનો તાલુકો છે.
જોવાલાયક સ્થળો[ફેરફાર કરો]
- કંડલા બંદર
- આદિપુરમાં આવેલી ગાંધી સમાધી
- ગાંધીધામના સ્થાપક ભાઇ પ્રતાપની સમાધિ
- ગાંધીધામની સ્થાપના સમયનું નિર્વાસિતેશ્વર મહાદેવ મંદિર
- અંતરજાળ ગામે આવેલું નયનરમ્ય તળાવ
| ||||||||||||||||
સંદર્ભો[ફેરફાર કરો]
- ↑ "Gandhidham Taluka Population, Religion, Caste Kachchh district, Gujarat - Census India". www.censusindia.co.in (અંગ્રેજી માં). Retrieved ૮ જૂન ૨૦૧૭. Check date values in:
|accessdate=
(મદદ) - ↑ "કચ્છ જીલ્લા પંચાયત | મારો તાલુકો | ગાંધીધામ". kutchdp.gujarat.gov.in. Retrieved ૮ જૂન ૨૦૧૭. Check date values in:
|accessdate=
(મદદ) - ↑ "ગાંધીધામ તાલુકા પંચાયત". kutchdp.gujarat.gov.in. Retrieved ૮ જૂન ૨૦૧૭. Check date values in:
|accessdate=
(મદદ)