આદિપુર (કચ્છ)

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
આદિપુર
—  શહેર  —
ગાંધી સમાધિ, આદિપુર
ગાંધી સમાધિ, આદિપુર
આદિપુરનુ

ગુજરાત અને ભારતમાં સ્થાન

અક્ષાંશ-રેખાંશ 23°04′24″N 70°05′26″E / 23.073454°N 70.090585°E / 23.073454; 70.090585
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો કચ્છ
નગર નિગમ ગાંધીધામ નગરપાલિકા
વસ્તી ૮૬,૩૮૮ (૨૦૦૧)
લિંગ પ્રમાણ ૦.૮૯૪ /
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
અન્ય ભાષા(ઓ) કચ્છી ભાષા
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
વિસ્તાર

• ઉંચાઇ


• 27 metres (89 ft)

આદિપુર ભારતના ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લામાં આવેલું એક શહેર છે. આ શહેર કચ્છના અખાત થી આશરે ૧૩ કિ.મી. દૂર આવેલું છે.

ઇતિહાસ[ફેરફાર કરો]

ગાંધી સમાધિ પરની તકતી

મુળ તો આદિપુર, ભારત સરકાર દ્વારા, ૧૯૪૭ના વિભાજન પછી, શરણાર્થી શિબિર તરીકે રચવામાં આવ્યું હતું. તેનો વહિવટ સિંધુ રિસેટલમેન્ટ કોર્પોરેશન (SRC) નામે ઓળખાતી સ્થાનિક સ્વરાજ સંસ્થાને સોંપવામાં આવેલો. આ વસાહતની સ્થાપનાનો યશ ભાઈ પ્રતાપ દયાળદાસ નામના એક વ્યક્તિને કે જેણે મહાત્મા ગાંધીને ત્યારના પશ્ચિમ પાકિસ્તાનથી આવેલાં શરણાર્થીઓ (જે મહદાંશે સિંધી લોકો હતા) માટે જમીન અપાવવાની વિનંતી કરી. ગાંધીજીની સલાહથી કચ્છના મહારાવ, મહારાવ શ્રી વિજયરાજજી ખેંગારજી, એ ૧૫,૦૦૦ એકર (૬૧ ચો.કિ.મી.) જમીન દાનમાં આપી.[૧] આમ ગાંધીધામની જેમ આદિપુર પણ દાનમાં પ્રાપ્ત જમીન પર વસ્યું. ઈન્ડીયન ઈન્સ્ટિટ્યુટ ઓફ સિંધોલોજી (Indian Institute of Sindhology)ની સ્થાપના આદિપુરમાં કરાઈ હતી જે સિંધી ભાષા, સંસ્કૃતિ અને સાહિત્ય સંલગ્ન સંશોધનકાર્ય અને અભ્યાસનું કેન્દ્ર છે.[૧]

આદિપુર મોટી સંખ્યામાં ચાર્લી ચૅપ્લિનના ચાહકો અને વેશધારણ કરનારાઓ માટે પ્રસિદ્ધ છે.[૨]

શિક્ષણ[ફેરફાર કરો]

આદિપુરમાં તોલાણી કોલેજીયેટ બોર્ડ દ્વારા સંચાલીત નવ ઉચ્ચતર શિક્ષણ સંસ્થાઓ આવેલી છે:

 • તોલાણી કોમર્સ કોલેજ
 • તોલાણી આર્ટ્સ અને સાયન્સ કોલેજ
 • તોલાણી ઈન્સ્ટિટ્યુટ ઓફ મેનેજમેન્ટ સ્ટડીઝ
 • તોલાણી ફાઉન્ડેશન ગાંધીધામ પોલીટેકનિક
 • તોલાણી ફાર્મસી કોલેજ
 • તોલાણી લૉ ઈન્સ્ટિટ્યુટ
 • તોલાણી કૉમર્સ ઈન્સ્ટિટ્યુટ
 • દાદા દુખયાલ એજ્યુકેશન કોલેજ
 • ડૉ. એચ.આર. ગજવાણી એજ્યુકેશન કોલેજ

આ પણ જુઓ[ફેરફાર કરો]

સંદર્ભો[ફેરફાર કરો]

 1. ૧.૦ ૧.૧ Maharaja of Kutch on advice of Gandhiji, gave 15000 acres of land to Bhai Pratab, who founded Sindhu Resettlement Corporation to rehabilitate Sindhi Hindus uprooted from their motherland.
 2. Soutik Biswas (૨૦ એપ્રિલ ૨૦૧૦). "India's Chaplin-loving town". BBC News. મૂળ સંગ્રહિત થી ૨૩ એપ્રિલ ૨૦૧૦ પર સંગ્રહિત. Retrieved ૨૩ એપ્રિલ ૨૦૧૦. Check date values in: |accessdate=, |date=, |archivedate= (મદદ)