કંડલા બંદર

વિકિપીડિયામાંથી
આના પર જાવ: ભ્રમણ, શોધો
કંડલા
—  નગર  —
કંડલાનુ
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 23°02′N 70°13′E / 23.03°N 70.22°E / 23.03; 70.22Coordinates: 23°02′N 70°13′E / 23.03°N 70.22°E / 23.03; 70.22
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો કચ્છ
વસ્તી ૧૫,૭૮૨ (૨૦૧૧)
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર આઇએસટી (+૦૫:૩૦)
વિસ્તાર

• ઉંચાઇ


• ૩ મીટર (૯.૮ ફુ)

દરવાજો ક્રમાંક ૨, કંડલા બંદર, ગુજરાત

કંડલા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના વિસ્તારની રીતે સૌથી મોટા એવા કચ્છ જિલ્લામાં ગાંધીધામ શહેર નજીક આવેલું મહત્વનું અને દેશના પશ્ચિમી દરિયાકિનારા પરનું એક મોટું બંદર છે, જે અરબ સાગરના તટ પર કચ્છના અખાતમાં આવેલું છે. દેશનાં ભાગલા બાદ કરાંચી બંદર પાકિસ્તાનને સોંપાયું અને પશ્ચિમ ભારતનાં મહત્વનાં બંદર તરીકે ઇ. સ. ૧૯૫૦માં કંડલાની સ્થાપના થઇ હતી.

૧૯૯૮નું વાવાઝોડું[ફેરફાર કરો]

ઇ. સ. ૧૯૯૮ના વર્ષમાં અહીં ભયંકર વાવાઝોડું ત્રાટક્યું હતું. અધિકૃત સરકારી માહિતી મુજબ, તેમાં અંદાજે ૧૦૦૦ લોકોની જાનહાનિ થયેલ, પરંતુ અનધિકૃત રીતે લગભગ ૧૦,૦૦૦ લોકોની ખુવારી થયાનું મનાય છે. મૃતકોમાં મોટા ભાગનાં અનધિકૃત રીતે વસવાટ કરતાં આપ્રવાસી મજુરો અને શાંતિનગરનાં ગરીબ લોકો હતા. સરકારી તંત્રની નિષ્ફળતાની આ એક મોટી ઉદાહરણ રૂપ ઘટના મનાય છે.(સંદર્ભ આપો)