ચાર્લી ચૅપ્લિન

વિકિપીડિયામાંથી
આના પર જાવ: ભ્રમણ, શોધો
ચાર્લી ચૅપ્લિન

સર ચાર્લ્સ સ્પેન્સર ચૅપ્લિન , કેબીઈ(KBE) (16 એપ્રિલ 1889 – 25 ડિસેમ્બર 1977) અંગ્રેજી હાસ્ય કલાકાર અને ફિલ્મ દિગ્દર્શક હતા. ચૅપ્લિન અમેરિકન સિનેમાના ક્લાસિકલ હોલિવૂડ યૂગના આરંભ અને મધ્ય યુગના જાણીતા અભિનેતા, નોંધપાત્ર ફિલ્મ નિર્માતા, કંપોઝર અને સંગીતકાર હતા.

ચૅપ્લિને અભિયન કર્યો છે, દિગ્દર્શન કર્યું છે, સ્ક્રિપ્ટ લખી છે ફિલ્મોનું નિર્માણ કર્યું છે અને કેટલીક ફિલ્મોમાં તો સંગીત પણ આપ્યું છે. મુંગી ફિલ્મોના યુગમાં ચૅપ્લિન એક મહાન અને વગધરાવતા કલાકાર હતા. તેમણે ફિલ્મોમાં 75 વર્ષ સુધી કામ કર્યું હતું જેમાં યુકેમાં બાળ કલાકાર તરીકે વિક્ટોરીયન સ્ટેજ અને સંગીત હોલમાં કરેલું કામ અને 88 વર્ષની વયે અવસાન પામ્યા ત્યાં સુધીના કામોનો સમાવેશ થાય છે. તેમની હાઈપ્રોફાઈલ જાહેર અને અંગત જીંદગી ઘણી જ વિવાદિત રહી છે. મેરી પિકફોર્ડ, ડગ્લાસ ફેરબેન્કસ અને ડી. ડબલ્યુ. ગ્રિફીથ , અને ચૅપ્લિને સંયુક્ત રીતે યુનાઈટેડ આર્ટીસ્ટની 1919માં સ્થાપના કરી હતી. ચૅપ્લિન: અ લાઈફ (2008), પૂસ્તકની સમિક્ષા કરતા માર્ટિન શિફે લખ્યું હતું કે " ચૅપ્લિન માત્ર 'મોટા', ન હતા પરંતુ એક મહાસાગર હતા. 1915માં, વિશ્વયુદ્ધના આરંભે ઉભેલા વિશ્વને તેમણે હાસ્યની ભેટ આપી. જ્યારે વિશ્વ પોતાને પહેલા વિશ્વ યુદ્ધને કારણે હાસ્યની અને રાહતની જરૂર હતી ત્યારે તેમણે આ અમુલ્ય ભેટ આપી. આ બાદ 25 વર્ષ સુધી અને મહામંદી અને હિટલરના ઉદય સુધી તેઓ આ કાર્ય કરતા રહ્યા હતા તેઓ અન્યો કરતા ઘણા મહાન હતા. જ્યારે લોકોને તેની સૌથી વધુ જરૂર હોય ત્યારે માત્ર એક જ વ્યકિત આટલું બધો આનંદ અને રાહત તેમને આપી જાય તે અંગે પણ ઘણી વખત શંકા જાય છે."[૧]

અનુક્રમણિકા

પૂર્વજીવન[ફેરફાર કરો]

ચૅપ્લિન સી. 1910થી

ચાર્લ્સ સ્પેન્સર ચૅપ્લિનનો જન્મ 16 એપ્રિલ, 1889માં ઈંગ્લેન્ડના પાટનગર લંડનમાં વોલ્વર્થમાં આવેલી ઈસ્ટ સ્ટ્રીટમાં થયો હતો.તેમના માતાપિતા સંગીત હોલમાં લોકોનું મનોરંજન કરતા હતા. તેના પિતા ગાયક અને અભિનેતા હતા તો તેની માતા ગાયક અને અભિનેત્રી હતી. ચાર્લી જ્યારે ત્રણ વર્ષનો હતો ત્યારે તેઓ જુદા પડ્યા હતા.ચાર્લી ગીત ગાવાનું પોતાના માતાપિતા પાસેથી શીખ્યો હતો. 1891ના વસ્તીગણતરીના આંકડા બતાવે છે કે તેની માતા અભિનેત્રી હન્નાહ હીલ ચાર્લી સાથે અને તેના સાવકા ભાઈ સિડની સાથે વાલ્વુર્થની બારલો સ્ટ્રીટમાં રહેતી હતી. બાળક તરીકે ચાર્લી તેની માતા સાથે લેમબેથના કેન્નિન્ગટન રોડ પર વિવિધ જગ્યાએ રહ્યો હતો., જેમાં 3 પોવનેલ ટેરેસ, ચેસ્ટર સ્ટ્રીટ અને 39 મેથ્લે સ્ટ્રીટનો પણ સમાવેશ થાય છે. તેના દાદી અડધા જિપ્સી જેવા હતા. આ અંગે ચાર્લીને ઘણો જ ગર્વ હતો.[૨] પરંતુ તે દાદીને પોતાના ઘરના કબાટનું હાડપિંજર કહેતો હતો.".[૩] ચૅપ્લિનના પિતા, ચાર્લ્સ ચૅપ્લિન સિનિયર દારૂડિયા હતા અને તેમનો પોતાના પુત્ર સાથે ખૂબ ઓછો સંપર્ક હતો, કારણ કે પુત્ર ચાર્લી અને તેનો સાવકો ભાઈ તેના પિતા અને તેની રખાત, લુઈસ સાથે 287 કેન્નિન્ગટન રોડ પર રહેતા જ્યાં હવે તેમની યાદમાં ધાતુની પટ્ટી લગાવાઈ છે. તેનો સાવકો ભાઈ તેની માનસિક રીતે બિમાર માતા સાથે ક્લાઉસડોનના કેન હિલ એસ્લાયમ ખાતે રહેતો હતો. . ચૅપ્લિનના પિતાની રખાતે બાળકને આર્ચબીશપ ટેમ્પલ બોય સ્કૂલમાં મોકલી દિધો હતો. ચાર્લી 1901માં જ્યારે 12 વર્ષનો હતો ત્યારે તેના પિતા વધુ પડતા દારૂનાં સેવનને કારણે મૃત્યુ પામ્યા હતા. 1901ની વસ્તીગણતરી મુજબ ચાર્લ્સ લેમબેથના 94 ફેર્નડાલે રોડ ધ એઈટ લેન્કેશાયર લેડ્સ, ખાતે જ્હોન વિલિયમ જેક્સન સાથે રહેતો હતો. (સ્થાપકનો 17 વર્ષનો છોકરો).

જ્યારે ચૅપ્લિનની માતાએ ગાવાનું શરૂ કર્યું ત્યારે તેની કંગાળ સ્થિતિનો અંત આવ્યો હતો. હેન્નાહ માટે 1894 તે એલ્ડેરશોટ ખાતે આવેલા ધ કેન્ટિન , થિયેટરમાં ગાતી હતી ત્યારે પ્રથમ કટોકટી આવી હતી. આ થિયેટર પર સૈનિકો અને તોફાનીઓની વધારે હાજરી રહેતી હતી. હેન્નાહને પ્રેક્ષકો તરફથી ફેંકાયેલી વસ્તુ દ્વારા ખૂબ ઈજા થઈ હતી અને તેનો ખૂબ હૂરિયો બોલાવીને સ્ટેજ પરથી ઉતારી દેવામાં આવી હતી. સ્ટેજ પાછળ તે ખૂબ રડી પડી અને મેનેજર સાથે ખાસી દલીલો કરી. દરમિયાન પાંચ વર્ષનો ચૅપ્લિન સ્ટેજ પર એકલો જ પહોંચી ગયો અને તે સમયનું પ્રખ્યાત ગીત "જેક જોન્સ" ગાવા લાગ્યો.

આ બાદ ચૅપ્લિનની માતાએ ( તે સ્ટેજ પર લીલી હાર્લિ નામે પ્રદર્શન કરતી હતી )એ ફરીથી તેને કેને હિલ એસ્લાયમમાં દાખલ કરી દીધો. તેના પુત્રને તેણે લંડનના લેમબેથ ખાતે આવેલા વર્ક હાઉસમાં છોડી દીધો. આ પહેલા તેણે મધ્ય લંડન જિલ્લાના હેનવેલમાં કેટલીય શાળાઓમાં તેના પ્રવેશ માટે પ્રયાસ કર્યો હતો. જીવનની આટલી વિકટ સ્થિતિમાં બન્ને ચૅપ્લિન ભાઈઓ વચ્ચે ગાઢ સંબંધો વિકસ્યા હતા. તેઓ જ્યારે યુવાન થઈ રહ્યા હતા ત્યારે મ્યૂઝિક હોલ પ્રત્યે ખૂબ આકર્ષાયા હતા. તેમણે પૂરવાર કર્યું હતું કે તેમની પાસે સ્ટેજ માટેની પ્રતિભા છે ચૅપ્લિનની તેના આરંભકાળની ગરીબી તેના પાત્રો પર પણ પડી છે. તેની ફિલ્મમાં લેમબેથમાં તેણે દારૂણ ગરીબીમાં ગાળેલા જીવનને તેણે ફરીથી વણ્યાં હતા. ચૅપ્લિનની માતા 1928માં હોલિવુડમાં મૃત્યુ પામી હતી. તેના પુત્ર દ્વારા તેને અમેરિકા લઈ ગયાના સાત વર્ષ બાદ તેનું અવસાન થયું હતું. ચાર્લી અને સિડનીને ખબર ન હતી કે તેની માતાથી એક સાવકો ભાઈ પણ છે. આ પુત્ર વ્હિલર ડ્રાયડેનનો ઉછેર તેના પિતા સાથે થયો હતો. પરંતુ બાદમાં તેનો સંપર્ક તેના પરિવાર સાથે થયો અને તે હોલિવૂડ સ્ટુડિયોમાં ચાર્લી સાથે કામ કરવા માટે આવી પહોંચ્યો હતો.

અમેરિકા[ફેરફાર કરો]

મેકિંગ અ લિવિંગ(1914), ચૅપ્લિનની પ્રથમ ફિલ્મ

ચૅપ્લિને પ્રથમ વખત અમેરિકાનો પ્રવાસ ફ્રેડ કાર્નો ટ્રૂપ સાથે 1910થી 1912માં કર્યો હતો. કાર્નો તેના ભાઈ જેવો હતો. અમેરિકાથી ઈંગ્લેન્ડ પરત ફર્યાના પાંચ મહિના બાદ બીજો પ્રવાસ ગોઠવાયો.ચાર્લી કાર્નો ટ્રૂપે સાથે 2 ઓક્ટોબર 1912ના રોજ અમેરિકા આવી પહોંચ્યો.કાર્નો કંપનીમાં આર્થર સ્ટેન્લી જેફરસન હતા જે બાદમાં સ્ટાન લૌરેલ તરીકે પણ જાણીતા થયા હતા.બોર્ડિંગ હાઉસમાં ચૅપ્લિન અને લૌરેલ એક જ રૂમમાં રહેતા હતા. સ્ટેન લૌરેલ ઈંગ્લેન્ડ પરત ફર્યા પરંતુ ચૅપ્લિન અમેરિકા જ રહ્યાં.1913ના અંત સમયમાં, ચૅપ્લિને કાર્નો ટ્રૂપ સાથે કરેલો અભિનય માર્ક સેનેટ, માબેલ નોર્માન્ડ, મિન્ટા ડુફી,અને ફેટી આર્બુક્લેએ નિહાળ્યો. સેનેટે તેને પોતાના સ્ટુડિયો કેસ્ટોન ફિલ્મ કંપની માટે રાખી લીધો જ્યાં ચૅપ્લિને ફોર્ડ સ્ટર્લિંગની જગ્યા લીધી.[૪] કમનસીબે, અભિનયની માંગ મુજબ અભિનય કરવામાં ચૅપ્લિનને તકલીફ પડતી હતી અને જેને કારણે તેના પ્રદર્શન પર અસર પડી હતી. ચૅપ્લિનના પ્રથમ ફિલ્મ અભિનય મેકિંગ એ લિવિંગ બાદ સેનેટને એવું લાગ્યું કે તેણે ખૂબ જ ખર્ચાળ ભૂલ કરી છે.[૫]પરંતુ નોર્માન્ડ ચૅપ્લિનને વધુ એક તક આપવા માંગતી હતી.[૬]

ચૅપ્લિનની પહેલી ફિલ્મોની કથા અને દિગ્દર્શન નોર્માન્ડે જ સંભાળ્યું હતું.[૭]ચૅપ્લિનને મહિલા દિગ્દર્શક સાથે કામ કરવું પસંદ ન હતું. જે અંગે બીજા અસંમત હતા.[૭]સંજોગોવસાત, ચાર્લિએ કેસ્ટોન છોડ્યું તે પહેલા આ બન્નેએ પોતાના વચ્ચેના મતભેદોને ઉકેલી દીધા હતા હંમેશા મિત્રો બનીને રહ્યા હતા. મેક સેનેટ ચૅપ્લિન સાથે સારી રીતે વર્તતા ન હતા. ચૅપ્લિન માનતો હતો કે સેનેટ અને નોર્માન્ડ વચ્ચેના મતભેદોને કારણે મેક તેને છૂટો કરવા માંગતા હતા.[૭]પરંતુ ચૅપ્લિનની ફિલ્મ સફળ થઈ અને તે કેસ્ટોનનો મોટો સ્ટાર બન્યો.[૭][૮]


ફિલ્મ કલાકાર તરીકેની શરૂઆત[ફેરફાર કરો]

ચૅપ્લિનની પહેલાની ફિલ્મો મેક સેનેટના 1} કેસ્ટોન સ્ટુડિયો માટે હતી જ્યાં તે ફિલ્મમાં અભિનય કરવાનું અને ફિલ્મ બનાવવાનું ખૂબ ઝડપથી શીખ્યો. તેનો અલગ પ્રકારનો દેખાવ તે 24 વર્ષનો હતો અને તેની બીજી ફિલ્મ રિલીઝ થઈ (7 ફેબ્રૂઆરી 1914), કિડ ઓટો રેસ એટ વેનિસ(Kid Auto Races at Venice)માં લોકોએ જોયો. જો કે, તેણે પોતાનો આ પ્રકારનો દેખાવ જાણી જોઈને તેની પહેલા બનેલી પરંતુ બાદમાં (9 ફેબ્રૂઆરી 1914) રિલિઝ થયેલી ફિલ્મ મેબેલ્ સ્ટ્રેન્જ પ્રિડિકમેન્ટ (Mabel's Strange Predicament)માં જોવા મળ્યો હતો. . મેક સેનેટે તેને કોમેડી મેક અપમાં તૈયાર થવાનું કહ્યું હતું.[૯] ચૅપ્લિને આ બનાવને પોતાની આત્મકથામાં આ રીતે ઉતાર્યો છે.[૧૦]


" કયો મેકઅપ કરવો તે મને સુઝતું નહોતું.[મેકિંગ એ લિવિંગ ].ફિલ્મમાં મારો અખબારના રિપોર્ટર તરીકેનો દેખાવ મને ગમતો ન હતો. તોય તે પોશાકના કબાટ પાસે જતાં મે વિચાર્યું કે હું ઘેરદાર પાટલુન, મોટા બૂટ, અને હેટ પહેરીશ.બધૂં જ પરસ્પરનું વિરોધી હોય એમ હું ઈચ્છતો હતો.પાટલૂન ઘેરદાર, સજ્જડ કોટ, મોટા બૂટ અને નાની હેટ.જુવાન દેખાવું કે વુદ્ધ તે અંગે હું અનિશ્ચિત હતો. પરંતુ સેનેટની અપેક્ષા હતી કે હું મોટો લાગું. આનું સ્મરણ થતાં જ મેં નાની મુછો પણ ઉમેરી. તેને કારણે મારી અભિવ્યકિતને છુપાવ્યા વિના હું મોટો દેખાઈશ તેવી મારી દલીલ હતી. પાત્ર કેવું હતું તેનો મને ખ્યાલ નહોતો, પરંતુ જેવાં મેં વસ્ત્રો પહેર્યા અને મેકઅપ કર્યો કે તરત જ તે વ્યકિતનો મને અનુભવ થવા લાગ્યો.હું તેને ઓળખવા માંડ્યો અને જેવો હું તખતા પર ગયો કે તે પાત્ર જન્મી ચુક્યું હતું."


ફેટી આર્બુક્લેએતેના સસરાની ટોપી અને તેનું પોતાનું પાટલૂન આપ્યું હતું ચેસ્ટર કોન્ક્લીનએ નાનો કટવે કોટ અને ફોર્ડ સ્ટર્લિંગએ 14 નંબરના બૂટ આપ્યા હતા. જે ઘણા જ મોટા હતા. તે જૂતા તેને યોગ્ય રાખવા માટે ચૅપ્લિનને હંમેશા ખોટા પગે જ પહેરવા પડતા હતા.તેને નાનકડી મુછો માર્ક સ્વાઈન સાથે સંબંધ ધરાવતી હતી. જે એક માત્ર વસ્તુ ચૅપ્લિનની પોતાની હતી તે લાકડીહતી.[૯]તેનું આ પાત્ર પ્રેક્ષકોમાં ખૂબ જ લોકપ્રિય થઈ ગયું હતું.

વેનિસમાં કિડ ઓટો રેસ(1914): ચૅપ્લિનની બીજી ફિલ્મ અને "ટ્રેમ્પ" પોષાક

ચૅપ્લિનને કેસ્ટોન સિનેમામાં મેક સેનેટેની પદ્ધતિ શારીરીક કોમેડી અને ઈશારાઓનો ખૂબ ઉપયોગ કર્યો.ચૅપ્લિનનું પાત્ર કેસ્ટોનના અન્ય ટોળાના દ્રશ્યો કરતા પ્રેમ અને ઘરેલુ હાસ્યમાં વધુ શોભતું હતું. તેનું આ પાત્ર ખૂબ શાંતિ રમુજી દેખાતું હતું તેમજ તે ગુસ્સામાં આવે તો લાતો અને લાકડી વડે દુશ્મનોને ફટકારતું પણ હતું.. વિવેચકોએ આ પાત્ર ગામડીયા છાપ ગણાવ્યું હતું આમ છતાં આ નવા કોમેડિયન પાત્રને લોકો ખૂબ પસંદ કરતા હતા. આ બાદ ચૅપ્લિન પોતાની ફિલ્મોનું દિગ્દર્શન અને એડિંટિંગ કરતો થઈ ગયો હતો. પોતાના એક વર્ષ દરમિયાન ફિલ્મના 34 શોટ્ ચૅપ્લિને બનાવ્યા હતા આ ઉપરાંત ખૂબ જ જાણીતી ટિલેસ પંકચર્ડ રોમાન્સ (Tillie's Punctured Romance) ફિલ્મ પણ તેણે બનાવી હતી. .

ચૅપ્લિનનું મુખ્ય પાત્ર " ધ ટ્રેમ્પ (The Tramp)" (ફ્રાન્સમાં અને ફ્રેન્ચ બોલતા વિશ્વમાં "ચાર્લોટ" તરીકે, ઈટાલી, સ્પેન, અન્ડોરા, પોર્ટુગલ, ગ્રીસ, રોમાનિયા અને તૂર્કી,માં "ચાર્લિટોસ (Carlitos)" બ્રાઝીલ અને આર્જેન્ટિના, અને જર્મનીમાં "વેન્ગાબોન્ડ (Vagabond)" કહેવાતું હતું.). " ધ ટ્રેમ્પ" એક રખડતો વ્યકિત હતો જે એક સદગૃહસ્થની જેમ કપડા પહેરવાની કોશીષ કરતો હતો. આ પાત્ર સજ્જડ શૂટ, મોટા પાટલૂન અને જૂતા અને ટોપી; અને વાંસની લાકડીમાં દેખાતું હતું અને તે તેની પ્રખ્યાત ટુથબ્રશ જેવી મુંછો રાખીને ફરતો હતો. તેનું આ પાત્ર અમેરિકાના પ્રથમ વખત એક મુવી ટ્રેલરમાં જોવા મળ્યું હતં આ ટ્રેલરને અમેરિકાના મુવી થિયેટરમાં દર્શાવવામાં આવ્યું હતું. આ સ્લાઈડ પ્રમોશનનું કામ માર્કસ લુવે થિયેટર ચેનના નિલ્સ ગ્રાનલુંડ કરતા હતા. તેઓ જાહેરાત મેનેજર હતા. આ ટ્રેલર 1914માં હાર્લેમ ખાતે આવેલા લુવેના સેવન્થ એવન્યુ થિયેટરમાં દર્શાવવામાં આવ્યું હતું.[૧૧] 1915માં ચૅપ્લિને એસનેય સ્ટુડિયો સાથે કરાર કર્યો અને તેને પોતાની ક્ષમતાને વધુ વિકસાવી. આ પાત્રમાં તેણે નવું ઉંડાણ આપ્યું. એસનેયની મોટાભાગની ફિલ્મો વધુ મહત્વકાંક્ષી હતી જે કેસ્ટોનની કોમેડી ફિલ્મો કરતા બે ઘણી લાંબી હતી. ચૅપ્લિને પોતાની સ્ટોક કંપની શરૃ કરી હતી. જેમાં તેની સાથે ઈગ્નુએ (ingénue) એડના પુરવિઆન્સ અને કોમેડી વિલન લીઓ વાઈટઅને બુડ જેમિસન હતા.

[[ચિત્ર:Charlie Chaplin-waterville.jpg‎IMAGE_OPTIONSBronze statue at [[]] અમરિકામાં વસાહતીઓના આવેલા ઘોડાપૂરે ભાષાના બધા જ અંતરાયો તોડી દીધા હતા અને તેઓ બધા જ પ્રકારનું અમેરિકન બોલતા હતા. તેઓ ટાવર ઓફ બેબેલ પ્રકારની ભાષા બોલતા. ચૅપ્લિન મુંગી ફિલ્મોનો મુખ્ય સ્ટાર હતો જે જાતે જ લંડનથી અહીં આવ્યો હતો. ચૅપ્લિનનું પાત્ર વસાહતીઓને અંડરડોગને પડતી મુશ્કેલીઓ દર્શાવતું હતું તે દારૂણ અવસ્થાનું પણ સારૂં એવું નિરુપણ કરતું હતું જેથી તે પ્રેક્ષકો સાથે સતત સંપર્કમાં રહેતો હતો. આને કારણે વસાહતીઓને પણ ખૂબ મજા આવતી.[૧૨]

1916માં મ્યુચ્યુઅલ ફિલ્મ કોર્પોરેશનએ ચૅપ્લિનને હાસ્ય ફિલ્મો બનાવવા માટે 6,70,000 અમેરિકન ડોલર ચુકવ્યા.તેને કલાકારોનો સંપુર્ણ અંકુશ આપવામાં આવ્યો અને તેણે 18 મહિનામાં 12 જેટલી ફિલ્મો બનાવી. આ ફિલ્મો સિનેમા જગતની સૌથી પ્રભાવક કોમેડી ફિલ્મોમાંની એક હતી. દરેક કોમેડી ફિલ્મ ક્લાસીક હતી. જેમાંથી ઈઝી સ્ટ્રીટ (Easy Street) , વન એએમ (One AM ) , ધ પોનશોપ (The Pawnshop) , અને ધ એડવેન્ચરચર (The Adventurer) સૌથી વધુ જાણીતી હતી.એડના પુરવિઆન્સ તેના સ્થાને રહી હતી જ્યારે ચૅપ્લિને તેની કંપનીમાં એરિક કેમ્પબેલ, હેન્રી બર્ગમેન, આલ્બર્ટ ઓસ્ટિનને લીધા હતા. ગીલબર્ટ અને સુલિવાન માં કામ કરી ચુકેલો કેમ્પબેલ એક ખલનાયકની ભૂમિકા કરતા હતો જ્યારે બર્ગમેન અને ઓસ્ટીન ચૅપ્લિન સાથે વર્ષો સુધી જોડાયેલા રહ્યા હતા. ચૅપ્લિન માને છે કે મ્યુચ્યુઅલ સમય તેમની કારકીર્દીનો સૌથી સરસ તબક્કો હતો. આમ છતાં ચૅપ્લિનને ચિંતા હતી કે ફિલ્મો સાથે બંધબેસતા શિડ્યુલ માટે ગોઠવવા માટે બાંધછોડ કરવામાં આવતી હતી. અમેરિકા બીજા વિશ્વયુદ્ધમાં ઝંપલાવતા ચૅપ્લિન તેના અંગત મિત્રો ડગ્લાસ ફેરબેન્કસ અને મેરપિકફોર્ડ સાથે યુદ્ધનો ટીકાકાર અને મુક્તિનો સમર્થક બન્યો.[૮]


ચૅપ્લિનની મોટાભાગની ફિલ્મો કેસ્ટોન, એસેનેય અને મ્યુચ્યુઅલ સમયમાં બની હતી. 1918માં તેણે નિર્માણનો સંપૂર્ણ અંકૂશ લઈ લીધો (અને પ્રદર્શકો અને પ્રક્ષેકોને તેની રાહ જોતા કર્યા), ચૅપ્લિન પર તેની જૂની કોમેડી ફરી કરવા માટે માંગ થતી હતી. આ ફિલ્મો ફરીથી કટ થતી, ફરીથી ટાઈટલ થતા અને ફરી ફરી રીલીઝથી પહેલા થિયેટર માટે પછી હોમ મુવી માર્કેટ માટે અને તાજેતરના વર્ષોમાં તે હોમ વિડીયો માટે આવતી રહી છે. એસનેયને પણ આ વાત જચતી ન હતી.મ્યુચ્યુઅલની 12 ફિલ્મોમાં 1933માં અવાજ ઉમેરવામાં આવ્યો. જ્યારે નિર્માતા અમાન્ડી જે વાન બુરેને નવું ઓરકેસ્ટ્રાલ સ્કોર અને સાઉન્ડ ઈફેક્ટઉમેર્યા.ચૅપ્લિનની ફિલ્મો અને તેના વૈકલ્પિક ચિત્રોની યાદી ટેડ ઓકુડા અને ડેવિડ માસ્કાના પૂસ્તક ચાર્લી ચૅપ્લિન એટ કેસ્ટોન એન્ડ એસેનેયઃ ડોવ ઓફ ધ ટ્રેમ્પ) Charlie Chaplin at Keystone and Essanay: Dawn of the Tramp )માં આપવામાં આવી હતી. .તાજેતરના વર્ષોમાં ચૅપ્લિને 1918 પહેલા બનાવેલી નાની ફિલ્મોને ફરીથી રજૂ કરવાની તૈયારી કરવામાં આવી રહી છે. તેની બધી જ 12 મ્યુચ્યુઅલ ફિલ્મોને 1975માં ડેવિડ શેફર્ડ અને બ્લેકહોક ફિલ્મસદ્વારા રજૂ કરવામાં આવી આ ઉપરાંત 2006માં આ ફિલ્મના કેટલાક વધુ દ્રશ્યોનો ઉમેરો કરીને ફિલ્મો ડિવીડીમાં રીલીઝ કરાઈ.

ફિલ્મ બનાવવાની કળા[ફેરફાર કરો]

ફિલ્મ બનાવવાની પદ્ધતિ અંગે ચૅપ્લિને ખાસ કોઈ વાત કરી નથી. તે માનતો હતો કે આ વાત કરવાથી જેમ જાદૂગર તેની જાદૂની કળા દ્વારા ખુલ્લો પડી જાય તેમ જ ફિલ્મ નિર્માતા તેની નિર્માણ કળા જાહેર કરવી જોઈએ નહીં.હકીકતમાં તેણે બોલતી ફિલ્મો બનાવવાની શરૂઆત 1940માં ધ ગ્રેટ ડિક્ટેટર થી કરી. ચૅપ્લિન પૂર્ણ સ્ક્રીપ્ટમાંથી કોઈ દિવસ ફિલ્મ શૂટ કરતો ન હતો.આ પદ્ધતિ એસેનેયમાં શરૂ કરી હતી. આ કંપનીમાં તેને લખવાની અને ફિલ્મનું દિગ્દર્શન કરવાની સ્વતંત્રતા આપવામાં આવી. તે ફિલ્મોની શરૂઆત અચોક્કસ વચનોથી કરતો જેમ કે " ચાર્લી આરોગ્ય સ્પામાં પ્રવેશ્યો" અથવા "ચાર્લી નાણા ગીરો મુક્તી દૂકાનમાં કામ કરે છે."ચૅપ્લિન ત્યાર બાદ સેટ ઉભા કરતો અને તેને વધુ સારા બનાવવાની કોશીષ કરતો.આ યોજનાઓ ઘણી વખત સ્વીકારાતી તો ઘણી વખત તેનો અસ્વીકાર થતો. જેથી કંઈક નવું જ દ્રશ્ય ઉદભવતું હતું. આને કારણે ચૅપ્લિનને ફિલ્મનો કેટલોક ભાગ ફરી શૂટ કરવો પડતો કારણ કે આ ભાગ ફિલ્મની કથા વસ્તુથી તદ્દન વિપરીત રહેતો હતો.[૧૩]ચૅપ્લિનના અવસાન બાદ જ્યારે 1983માં બ્રિટીશ દસ્તાવેજી ફિલ્મ અનનોન ચૅપ્લિન બનાવવામાં આવી ત્યારે તેની ફિલ્મના કેટલાક આઉટટેક્સ અને સિક્વન્સ તપાસવામાં આવી જે પછી તેની અલગ પ્રકારની ફિલ્મ બનાવવાની કળા જાણીતી થઈ.

આ કારણ હતું કે ચૅપ્લિન તેના હરીફો કરતા ફિલ્મ પૂરી કરવામાં કેમ વધુ સમય લેતો હતો.આ ઉપરાંત, ચૅપ્લિન એક ઉત્સાહી દિગ્દર્શક હતો. તે પોતાનો અભિનેતા કેવો દેખાય તેનો નિશ્ચિત ખ્યાલ તેના મગજમાં હતો જેથી જ્યાં સુધી સંતોષના થાય ત્યાં સુધી તે શૂટિંગ કરતો.ચૅપ્લિનના લોન સ્ટાર સ્ટુડિયો નજીક રહેતો એનિમેટર ચુક જોન્સ, જણાવે છે કે કે તેના પિતાએ ચૅપ્લિનને જ્યાં સુધી સંતોષ ન થાય ત્યાં સુધી એકનું એક દ્રશ્ય કેટલીય વખત શૂટ કરતા જાયા હતા. [૧૪])તેમની આ પદ્ધતિને કારણે કેટલીય ફિલ્મ પ્રિન્ટો બરબાદ થતી હતી. જેનો ખર્ચ પણ ખૂબ આવતો હતો. જેને કારણે ચૅપ્લિનને તણાવ આવતો અને આ તણાવ તે પોતાના કલાકારો, ક્રૂ પર ઉતારતો. ઘણી વખત તો નિર્માણ બંધ કરવાની હદ સુધી જતો રહેતો હતો.[૧૩]

સર્જનાત્મક અંકૂશ[ફેરફાર કરો]

ચાર્લી ચૅપ્લિન સ્ટુડિયો, 1922

મ્યુચ્યુઅલ સાથેના કરારનો 1917માં અંત આવતા ચૅપ્લિને ફર્સ્ટ નેશનલ સાથે બે રીલની આઠ ફિલ્મો બનાવવાનો કરાર કર્યો.ફર્સ્ટ નેશનલે આ ફિલ્મોને નાણા પૂરા પાડ્યા અને તેનું વિતરણ કર્યું (1918-23) પરંતુ ફર્સ્ટ નેશનલે ચૅપ્લિનને સર્જનાત્મક પાસાનો સંપુર્ણ અંકુશ આપ્યો હતો જેથી તે ગુણવત્તા પર વધુ ધ્યાન આપી શકતો.ચૅપ્લિને પોતાનો હોલિવૂડનો સ્ટુડિયો બાંધ્યો હતો. તેને મળેલી સ્વતંત્રતાને કારણે તેણે કરેલું કામ હંમેશા આનંદ અન મનોરંજન આપતું રહ્યું છે.જો કે ફર્સ્ટ નેશનલ ઈચ્છતું હતું કે તે મ્યુચ્યુઅલમાં કરેલી કટેલીક નાની કોમેડી ફિલ્મો બનાવે, ચૅપ્લિન પોતાની મહત્વકાંક્ષી ફિલ્મોની લંબાઈ ખાસી મોટી રાખતો હતો જેમાં સોલ્જર્સ આર્મી (1918), ધ પીલગ્રીમ (1923) અને ક્લાસિકલ ફિલ્મ ધ કિડ નો (1921)નો સમાવેશ થાય છે. 1919માં ચૅપ્લિને યુનાઈટેડ આર્ટીસ્ટ ફિલ્મ ડિસ્ટ્રીબ્યુટર કંપનીની સ્થાપનાર મેરી પિકફોર્ડ, ડગ્લાસ ફેરબેન્ક્સ અને ડી. ડબ્લ્યુ.ગ્રિફીથ સાથે કરી. આ બધા જ વ્યકિતઓ વિકસી રહેલા હોલિવૂડ ફિલ્મ ઉદ્યોગમાં ફિલ્મ વિતરકો અને ફાયનાન્સરોના વધતા પ્રભાવનો સામનો કરવા માંગતા હતા.આ પગલાને કારણે ફિલ્મો પર સંપૂર્ણ અંકુશ ચૅપ્લિને મળ્યો અને તે એક ફિલ્મ નિર્માતા તરીકે સ્વતંત્ર બન્યો.તે 1950ના દાયકા સુધી યુએના બોર્ડ પર સેવાઓ આપી હતી. ચૅપ્લિનની યુનાઈટેડ આર્ટીસ્ટ પિક્ચર કંપની મોટી લંબાઈ ધરાવતી ફિલ્મો બનાવતી હતી જેની શરૂઆત એક પરંપરાગત નાટક જેવાથી થઈ. આ ફિલ્મ અ વુમન ઓફ પેરીસ (1923)માં તેની નાનકડી ભૂમિકા હતી.આ બાદ કેટલીક ક્લાસિકલ કોમેડી ફિલ્મોનું નિર્માણ થયું જેમ કે ધ ગોલ્ડ રસ (1925) અને ધ સર્કસ (1928).


મોર્ડન ટાઈમ્સનું વર્લ્ડ પ્રિમિયર (1936), ન્યૂ યોર્ક

અવાજ ધરાવતી ફિલ્મોના આગમન બાદ પણ ચૅપ્લિને ધ સર્કસ (1928), સીટી લાઈટ્સ (1931), અને મોડર્ન ટાઈમ્સ (1936) ફિલ્મો બનાવી અવાજ વગર બનાવી.આ ફિલ્મોમાં અવાજ ન હતો પરંતુ જરૂરી સંગીત અને સાઉન્ડ ઈફેક્ટ પૂરતી હતી.સીટી લાઈટ્સ કોમેડી અને લાગણીનો સંયુક્ત સંગમનું શ્રેષ્ઠ ઉદાહરણ હતું.વિવેચક જેમ્સ એગ્રીએ ફિલ્મના આખરી દ્રશ્ય અંગે લાઈફ મેગેઝીનમાં 1949માં લખ્યું હતું કે " સેલ્યુલોઈડ પર બનાવવામાં આવેલી એક વ્યકિતની સૂંદર એકટિંગનો આ સૌથી શ્રેષ્ઠ નમુનો છે.". ચૅપ્લિનની સંવાદો ધરાવતી ફિલ્મોમાં ધ ગ્રેટ ડિક્ટેટર (1940), મોનસિયુર વેરડોક્સ (1947) અને લાઈમલાઈટ (1952)નો સમાવેશ થાય છે. જ્યારે મોડર્ન ટાઈમ્સ (1936) એ સંવાદ આધારિત ફિલ્મ ન હતી. આમ છતાં ફિલ્મમાં રેડિયો કે ટીવી મોનિટરમાંથી આવતા અવાજ હતાં.આ ફિલ્મો એટલે બનાવવામાં આવતી કે 1930ના દાયકામાં લોકો મુંગી ફિલ્મો જોવાથી દૂર થયા હતા પરંતુ સંવાદ સાંભળવા માટે હજૂ પ્રયત્ન કરી રહ્યા હતા.મોડર્ન ટાઈમ્સ એવી પહેલી ફિલ્મ હતી જેમાં ચૅપ્લિનનો અવાજ સંભળાયો હોય. ( ફિલ્મના અંતે નોનસેન્સ સોંગ નું લખાણ અને તેમા અભિનય ચૅપ્લિને કર્યો હતો).જો કે મોટાભાગના પ્રેક્ષકોને આ ફિલ્મ તો મુંગી ફિલ્મ જ લાગતી હતી.


જો કે, "વાતચીત" એ 1927માં તેને દાખલ કરવામાં આવી ત્યાર બાદથી તે ફિલ્મોમાં એક મહત્વનો ભાગ થઈ ગઈ હતી. જો કે ચૅપ્લિન 1930 સુધી આ પ્રકારની ફિલ્મો બનાવવાથી બચતો રહ્યો હતો.તે માનતો હતો કે મુંગી ફિલ્મો બનાવવી એક કળા છે.તે કહેતો હતો કે : " હાવભાવને શબ્દો કરતા વધુ સારી રીતે સમજી શકાય છે.ચીનના સિમ્બોલિઝમ મુજબ મનોહર દ્રશ્ય કરતા તે કંઈક અલગ થતું હતું.એક અસામાન્ય વસ્તુનું વર્ણન સાંભળો — દાખલા તરીકે, આફ્રિકન જંગલી ડુક્કર, આ બાદ તમે આ ડુક્કરનું ચિત્ર જુઓ તમને કેટલું આશ્રર્ય થાય છે."ટાઈમ મેગેઝીન, 9 ફેબ્રૂઆરી 1931 ચૅપ્લિનની બહૂમુખી પ્રતિભાના કેટલાક ઉદાહરણો આપણી સામે છે જેમ કે તેણે 1952ની ફિલ્મ લાઈમલાઈટ માટે કોરિયોગ્રાફી(નૃત્ય દિગ્દર્શન) કર્યું હતું તો ધ સર્કસ (1928) ફિલ્મમાં તેણે ટાઈટલ મ્યૂઝિક માટે ગીત પણ ગાયું હતું.તેણે કમ્પોઝ કરેલા કેટલાય જાણીતા ગીતોમાં "સ્માઈલ", ગીત તેણે મોર્ડન ટાઈમ્સ (1936) માટે જ્યારે નેટ કિંગ કોલે તરીકે જાણીતી આ ફિલ્મની 1950ની આવૃતિ માટે તેણે ગીત લખવામાં પણ મદદ કરી હતી."ધીસ ઈઝ માય સોંગ" એ ચૅપ્લિનની અંતિમ ફિલ્મમાંથી લેવાયું છે. " અ કાઉન્ટેશ ફ્રોમ હોંગકોંગ," ગીત 1960માં કેટલીય ભાષામાઓમાં સૂપરહીટ રહ્યું હતું. ( તેનું જાણીતું સંસ્કરણ પેટુલા ક્લાર્ક અને 1967માં ધ સીકર્સ ફેમ જુડીથ ડરહામ દ્વારા ગવાયેલું પણ રિલીઝ નહીં થયેલું ગીત 1990માં શોધી કાઢવામાં આવ્યું) , અને લાઈમલાઈટ માં ચૅપ્લિન થીમ 1950માં " ઈટર્નલી. તરીકે ખૂબ લોકપ્રિય થઈ હતી"ચૅપ્લિને લાઈમલાઈટ માં આપેલા સંગીતને કારણે તેને 1972માં એકેડેમી એવોર્ડ આપવામાં આવ્યો હતો. આ ફિલ્મનું પ્રિમિયર લોસ એન્જેલસમાં છેક 1972માં યોજાયું હતું જેથી તે ફિલ્મ એવોર્ડ માટે હકદાર હતી ફિલ્મનું શૂટિંગ કેટલાય દાયકા પહેલા કરવામાં આવ્યું હતું.ચૅપ્લિને ફિલ્મોમાં અવાજ આવ્યા બાદ તેની કેટલીય મુંગી ફિલ્મો માટે સ્કોર લખ્યો હતો જેને ફરીથી રીલીઝ કરવામાં આવી હતી. જેમાં ધ કીડ ને 1971માં રિલીઝ કરાઈ હતી.

ધ ગ્રેટ ડિક્ટેટર[ફેરફાર કરો]

સંવાદ ધરાવતી ચૅપ્લિનની પ્રથમ ફિલ્મ, ધ ગ્રેટ ડિક્ટેટર (1940), તે જર્મન સરમુખત્યાર એડોલ્ફ હિટલર અને નાઝીવાદની ઠેક્ડી ઉડાડતી હતી. આ ફિલ્મ અમેરિકાએ તેની તટસ્થતાની નીતિ ત્યજી દીધી અને બીજા વિશ્વ યુદ્ધમાં ઝંપલાવવાનો નિર્ણય કર્યો તેના એક વર્ષ પહેલા રિલીઝ થઈ હતી. ચૅપ્લિને આ ફિલ્મમાં "એડેનોઈડ હેનકેલ"ની ભૂમિકા કરી હતી. [૧૫]તે તોમાનિયાનો સરમુખત્યાર દર્શાવવામાં આવ્યો હતો જે સ્પષ્ટપણે હિટલરની નકલ જેવો જ દેખાતો હતો.આ ફિલ્મમાં અન્ય એક હાસ્ય કલાકાર જેક ઓકીને પણ ચમકાવવામાં આવ્યો હતો તે બેક્ટ્રીયાનો સરમુખત્યાર " બેન્ઝીનો નેપાલોની" બન્યો હતો.નેપાલોનીનું પાત્ર સ્પષ્ટપણે ઈટાલીના સરમુખત્યાર બેનિટો મુસોલીની અને ફાસીવાદ પરથી લેવામાં આવ્યું હતું.

પૌલેટ્ટે ગોડાર્ડે ફરીથી ચૅપ્લિન સાથે અભિનય કર્યો હતો. ફિલ્મમાં તે યહૂદી મહિલા બની હતી.તે સમયે જે રાજકીય વાતાવરણ હતું ત્યારે આ પ્રકારની ફિલ્મ બનાવવી એક એક હિંમતની વાત હતી. આ ફિલ્મમાં હિટલર અને તેના નાઝીવાદ તેમજ યહૂદીઓની કત્લની પણ ભારે ઠેકડી ઉડાડવામાં આવી હતી.ચૅપ્લિને ફિલ્મમાં એડેનોઈડ હેનકેલ અને એક યહૂદી વાળંદની ભૂમિકા કરી હતી જેની નાઝી દ્વારા હત્યા કરવામાં આવી હતી. આ પાત્ર ચૅપ્લિનના દારૂડિયા પાત્ર સાથે મળતું આવતું હતું.ફિલ્મના અંતે બે પાત્રો ચૅપ્લિનની કથામાં એક ચોક્કસ જગ્યાએ ગોઠવાઈ જાય છે. અને તેઓ પોતાના હાસ્યને બાજૂમાં મુકીને પ્રેક્ષકોને સીધું જ સંબોધન કરે છે. ધ ગ્રેટ ડિક્ટેટર ફિલ્મનું નિર્માણ, લખાણ અને અભિનય કરવા બદલ તેને નામાંકિત કરવામાં આવ્યો હતો. શ્રેષ્ઠ લખાણ (ઓરિજિનલ સ્ક્રીનપ્લે)

રાજકારણ[ફેરફાર કરો]

ચૅપ્લિન અમેરિકન સમાજવાદી મેક્સ ઈસ્ટમેન સાથે હોલિવૂડમાં 1919માં.

ચૅપ્લિનની રાજકીય વિચારશરણી હંમેશા ડાબેરી રહી હતી.તેનું રાજકારણ સમકાલિન સ્ટાન્ડર્ડ કરતા ઉદાર મતવાદી હતી પરંતુ 1940માં તેના અભિપ્રાયો ( અમેરિકામાં તે એક વિદેશી નાગરિક તરીકેના સ્ટેટશને કારણે અને તેને મળેલી પ્રસિદ્ધના ગૂંચવાડામાં) ઘણા લોકોએ સામ્યવાદી ગણાવ્યા છે.(સંદર્ભ આપો).મહામંદી પહેલા તેની બનેલી મુંગી ફિલ્મોમાં રાજકીય સંદેશ કે થીમ ન હતી. તેનું પાત્ર ટ્રેમ્પ જ ગરીબીમાં જ રહેતું.જેથી ગરીબી પ્રત્યે તેમાં અભિપ્રાયો હતા પરંતુ 1930માં તેની ફિલ્મોમાં વધુને વધુ રાજકીય સંદેશાઓ ખુલ્લી રીતે પ્રદર્શિત કરાતા.મોર્ડન ટાઈમ્સ માં ગરીબ કામદારો અને ગરીબ લોકોની વાતને ખૂબ સુંદર રીતે દર્શાવવામાં આવી હતી.ધ ગ્રેટ ડિક્ટેટર ફિલ્મના અંતે તે જે રીતે નાટ્યાત્મક રીતે પ્રવચન આપે છે તે રાષ્ટ્રીયવાદ પર સુચક પ્રશ્ન કરતું હતું. અને તેણે 1942માં જાહેરમાં સોવિયેટ યુનિયનને બીજા વિશ્વયુદ્ધમાં મદદ કરવા માટે બીજો યુરોપીયન ફ્રન્ટ ખોલવાની વાત પણ વિવાદાસ્પદ સાબિત થઈ હતી.એક પ્રવચન કે જે ડેઈલી વર્કર માં આવ્યું હતું, તેમાં જાહેર કર્યું હતું કે બીજા વિશ્વયુદ્ધ બાદ સમગ્ર વિશ્વમાં સામ્યવાદ ફેલાઈ જશે અને તે માનવીય વિકાસની સાથે ગણાશે.(સંદર્ભ આપો).

1942ની વિવાદાસ્પદ પ્રવચન ઉપરાંત ચૅપ્લિને પ્રથમ વિશ્વ યુદ્ધ દરમિયાન તેણે કરેલા પ્રયત્નોને બીજા વિશ્વ યુદ્ધમાં કરવાનો ઈનકાર કરી દીધો હતો જેને કારણે લોકો તેનાથી નારાજ થયા હતા. જો કે તેના બે પુત્રોએ યુરોપમાં સૈન્યમાં સેવા આપી હતી.બીજા વિશ્વ યુદ્ધના મોટાભાગના ગાળામાં ચૅપ્લિન તેની સામે અભિનેત્રી જોન બેરી (નીચે જૂઓ) સાથે સંકળાયેલા ફોજદારી અને દિવાની કેસોનો સામનો કરતો રહ્યો હતો.યુદ્ધ બાદ 1947માં બ્લેક કોમેડી મોનશિયુર વેન્ડોક્ષ માં મુડીવાદની બારે ટીકા કરીને દુશ્મનાવટ વધારી હતી.(સંદર્ભ આપો) આ ફિલ્મને લઈને અમેરિકાના ઘણા શહેરોમાં પ્રદર્શનો થયા હતા(સંદર્ભ આપો).જેને પરિણામે ચૅપ્લિનની અંતિમ અમેરિકન ફિલ્મ લાઈમલાઈટ ઓછી રાજકીય અને વધુ આત્મચરિત્રાત્મક હતી.આ બાદ તેમણે યુરોપમાં બનાવેલી ફિલ્મ અ કિંગ ઈન ન્યૂયોર્ક (1957)માં રાજકીય પરિમાણોને લઈને તેમને પાંચ વર્ષ વહેલું અમેરિકા છોડવું પડ્યું હતું.આ ફિલ્મ બાદ ચૅપ્લિન રાજકીય સંદેશો ધરાવતી ફિલ્મો બનાવવામાંથી રસ ઉડી ગયો હતો, તેમણે કહ્યું હતું કે હાસ્ય અને હાસ્યપ્રધાન ફિલ્મોને રાજનીતિથી ઉપર રાખવું જોઈએ(સંદર્ભ આપો).

મેકકાર્થી યૂગ[ફેરફાર કરો]

ચૅપ્લિનને અમેરિકામાં જોરદાર સફળતા મળી હોવા ઉપરાંત તે 1914થી 1953 સુધી તેઓ ત્યાંના રહેવાસી બન્યા હોવા છતાં તેમણે તટસ્થ રાષ્ટ્રીયતાનું વલણ રાખ્યું હતું.મેકકાર્થીવાદ દરમિયાન ચૅપ્લિન પર "અમેરિકા વિરોધી પ્રવૃતિ" અને શંકાસ્પદ રીતે સામ્યવાદી હોવાને કારણે જે એડગર હૂવેરએ એફબીઆઈ (FBI) ને નિર્દેશ આપ્યો હતો કે ચૅપ્લિન અંગે ગુપ્ત ફાઈલો રાખવી.તેમણે અમેરિકાના વસવાટનો અંત કરવાનો પણ પ્રયાસ કર્યો હતો.1942માં યુદ્ધ દરમિયાન બીજા યુરોપીયન ફ્રન્ટ અંગે તેમના આંદોલન બાદ એફબીઆઈનું તેમના પર દબાણ વધ્યું હતું. આ બાદ તો એફબીઆઈ અને તેમના વચ્ચેના સંબંધો ખૂબ જ ખરાબ થયા હતા. આ દરમિયાન અમેરિકન સાંસદે તેમને સુનાવણી માટે સંસદમાં બોલાવતા સંબંધો વણસી ગયા હતા.જો કે તેમને સંસદમાં જવું પડ્યું ન હતું.[૧૬]


1952માં ચૅપ્લિનને અમેરિકા છોડીને યુકે ગયા હતા. તેમણે એવું કહ્યું હતું કે તેઓ લાઈમલાઈટ ફિલ્મના પ્રિમિયર માટે લંડન જઈ રહ્યા છે.હુવર આ વાત જાણતા હતા અને તેમણે ઈમિગ્રેશન એને નેચરલાઈઝ સર્વિસને આદેશ કર્યો કે અમેરિકામાં પ્રવેશવાની તેમની પરમીટને પાછી ખેંચી લેવામાં આવે. જેથી ચૅપ્લિન અમેરિકા પાછા આવી શકે નહીં.ચૅપ્લિને પછી અમેરિકા નહીં જવાનું નક્કી કર્યું. આ અંગે તેમણે લખ્યું છે.".....બીજા વિશ્વ યુદ્ધ બાદ હંમેશા મને જૂઠ્ઠો પાડવા, ભ્રામક પ્રચાર કેટલાક જૂથો ચલાવી રહ્યા હતા. તેમને અમેરીકાના પીળું પત્રકારત્વ કરતા અખબારોનો સાથ હતો. તેમણે ઉભા કરેલા વાતાવરણથી કોઈ પણ ઉદારવાદી વ્યકિત ગુંગળાઈ જાય.આ પરિસ્થિતિમાં મારી કંપની ચલાવી શકવાની મારી સ્થિતિ ન હતી.જેથી મેં અમેરિકા છોડવાનું નક્કી કર્યું.[૧૭]" ચૅપ્લિને ત્યાર બાદ સ્વીત્ઝલેન્ડના વેવેયમાં પોતાનું ઘર બનાવ્યું.આ બાદ તે એપ્રિલ 1972માં થોડા સમય માટે અમેરિકા ગયા હતા. જ્યાં તેમને માનદ ઓસ્કાર આપવામાં આવ્યો હતો. તેમણે પોતાની ફિલ્મોને કેવી રીતે ફરીથી રિલીઝ કરવી અને માર્કેટિંગ કરવું તે અંગે વાતચીત કરી ન હતી.

ચૅપ્લિન અને જેકી કુગાન ધ કિડમાં (1921)

એકેડેમી એવોર્ડ[ફેરફાર કરો]

ચૅપ્લિનને એક ઓસ્કાર મ્યૂઝિક સ્કોર માટે એકેડેમી એવોર્ડ , અને બે માનદ એકેડેમી એવોર્ડ આપવામાં આવ્યા હતા.

કમ્પેટિટિવ એવોર્ડ[ફેરફાર કરો]

1972માં ચૅપ્લિનને ક્લાઈરે બ્લુમની સહભૂમિકા ધરાવતી 1952ની ફિલ્મ લાઈમલાઈટ માટે બેસ્ટ મ્યૂઝિક ઈન એન ઓરિજિનલ ડ્રામેટિક સ્કોર માટે ઓસ્કાર એવોર્ડ અપાયો હતો.આ ફિલ્મમાં બસ્ટર કેટોનની પણ ભૂમિકા હતી. આ એક માત્ર ફિલ્મ હતી જેમાં બે મહાનત્તમ કોમેડિયનો એક સાથે જોવા મળ્યા હતા.ચૅપ્લિનની રાજકિય સમસ્યાઓને કારણે જ્યાં ફિલ્મ બની હતી તેવા લોસ એન્જેલસમાં એક અઠવાડિયા માટે ચાલી ન હતી.આ માપદંડ 1972 સુધી લાગૂ પડ્યો ન હતો.

ચૅપ્લિને 1929માં ધ સર્કસ માટે એકેડેમી એવોર્ડમાં શ્રેષ્ઠ હાસ્ય દિગ્દર્શક, શ્રેષ્ઠ ચલચિત્ર, શ્રેષ્ઠ અભિનેતા, બેસ્ટ ઓરિજિનલ સ્ક્રિનપ્લે ( જો કે એકેડેમીએ ચૅપ્લિનના સત્તાવાર રેકોર્ડમાં આ નામાંકન રાખ્યા નથી કારણ કે તેમને એક વિશિષ્ઠ એવોર્ડ આપવામાં આવ્યો હતો.) માટે નામાંકન મળ્યા હતા. 1940ની ધ ગ્રેટ ડિક્ટેટર ફિલ્મ માટે તેને બેસ્ટ ઓરિજિનલ સ્ક્રીનપ્લે અને શ્રેષ્ઠ અભિનેતાનું નામાંકન, તો 1948માં મોનસેઉર વેરડોક્સ માટે બેસ્ટ ઓરિજિનલ સ્ક્રિનપ્લેનનું નામાંકન મળ્યું હતું.ફિલ્મ નિર્માણના વર્ષો દરમિયાન ચૅપ્લિને એકેડેમી એવોર્ડ અંગે તિરસ્કારની ભાવના વ્યકત કરી હતી, તેનો પુત્ર ચાર્લ્સ જુનિયરે લખ્યું છે કે 1929માં તેમને મળેલા ઓસ્કાર એવોર્ડનો તેઓ ડોરસ્ટોપ તરીકે ઉપયોગ કરા હોવાની વાતથી એકેડેમી ચૅપ્લિન પર નારાજ થઈ હતી.આ કારણથી સમજી શકાય છે કે હોલિવૂડના શ્રેષ્ઠ ચિત્રો પૈકીના બે સીટી લાઈટ્સ અને મોડર્ન ટાઈમ્સ,ને એક પણ એકેડેમી એવોર્ડ માટે નામાંકન મળ્યું ન હતું. [૧૮][૧૯]

માનદ એવોર્ડ[ફેરફાર કરો]

16 મે 1929માં પહેલો ઓસ્કાર એવોર્ડ આપવામાં આવ્યો ત્યારે હાલમાં જે રીતે મતદાનની પ્રક્રિયા છે તેવી ત્યારે ન હતી અને શ્રેણીઓ અંગે પણ અસ્થિરતા હતી.ખરેખર તો ચૅપ્લિનને ધ સર્કસ ફિલ્મ માટે શ્રેષ્ઠ અભિનેતા અને શ્રેષ્ઠ હાસ્ય દિગ્દર્શક તરીકેનું નામાંકન મળ્યું હતું. પરંતુ તેમનું નામ પાછું ખેંચી લેવામાં આવ્યું અને એકેડેમીએ " તેમની(ચૅપ્લિન) અભિનય, લખાણ અને નિર્માણ અને ધ સર્કસ ફિલ્મ બનાવવા માટે" ચૅપ્લિનને એક વિશેષ એવોર્ડ આપવાનું નક્કી કર્યું.તે વર્ષે જે ફિલ્મને વિશેષ એવોર્ડ આપવામાં આવ્યો તે ફિલ્મ ધ જેઝ સિંગર હતી. ચૅપ્લિને બીજો માનદ એવોર્ડ 44 વર્ષ બાદ 1972માં " મોશન પીક્ચરની કળામાં તેમના પ્રભાવ અને પાડેલી અસરોને કારણે " આપવામાં આવ્યો.આ એવોર્ડ સ્વીકારવા માટે તેઓ અમેરિકા આવ્યા હતા અને તેમને એવોર્ડ વખતે લોકોએ ઉભા થઈને કરેલું અભિવાદન પાંચ મીનીટ જેટલું હતું જે એકેડેમી એવોર્ડમાં સૌથી લાંબૂ હતું.

અંતિમ કાર્યો[ફેરફાર કરો]

લેસ્ટર સ્કેવર, લંડનમાં ચૅપ્લિનની પ્રતિમા

ચૅપ્લિનની અંતિમ બે ફિલ્મો લંડનમાં બની હતી. અ કિંગ ઈન ન્યૂયોર્ક (1957) જેમાં તેમણે અભિનય કર્યો હતો,તેમજ ફિલ્મનું લખાણ, દિગ્દર્શન અને નિર્માણ કર્યું હતું.તો બીજી ફિલ્મ અ કાઉન્ટેસ ફ્રોમ હોંગકોંગ (1967), હતી જેનું દિગ્દર્શન, નિર્માણ અને લખાણ ચૅપ્લિને કર્યું હતું.આ ફિલ્મમાં સોફિયા લોરેન અને માર્લોન બ્રાન્ડોએ અભિનય કર્યો હતો. તો આ ફિલ્મમાં એક નાનકડી ભૂમિકા કરીને હતી જે તેમની ફિલ્મ કારકીર્દીની અંતિમ ભૂમિકા હતી.તેમને બન્ને ફિલ્મો માટે ગીત કંપોઝ કર્યો હતા. અ કાઉન્ટેસ ફ્રોમ હોંગકોંગ, નું ગીત જેને પેટુલા ક્લાર્કે ગાયું હતું તે "ધીસ ઈઝ માય સોંગ", યુકેમાં નબંર વન ગીત બન્યું હતું.ચૅપ્લિન તેમની ફર્સ્ટ નેશનલની ત્રણ ફિલ્મો ધ ડોગ્સ લાઈફ (1918), શોલ્ડર આર્મસ (1918) અને ધ પીલગ્રીમ (1923)ને ભેગી કરીને એક ફિલ્મ બનાવી હતી ધ ચૅપ્લિન રેવેન્યુ . આ ફિલ્મના આરંભનું સંગીત ચૅપ્લિને જાતે કંપોઝ કર્યું હતું.આ ફિલ્મનું દિગ્દર્શન કરતા કરતા તેણે 1959 અને 1963 વચ્ચે પોતાની આત્મકથા માય ઓટોબાયોગ્રાફી( મારી આત્મકથા), લખી જે 1964ના રોજ પ્રકાશિત થઈ.


ચલચિત્ર દ્વારા રજૂ થયેલી તેની આત્મકથા માય લાઈફ ઈન પીક્ચર , 1974માં પ્રકાશિત થઈ. ચૅપ્લિને સંકેત આપ્યો હતો કે તેણે પોતાની પૂત્રી વિક્ટોરિયા માટે એક સ્ક્રીનપ્લે ધ ફ્રેક માટે લખી રાખ્યો છે. ફિલ્મમાં તેની ભૂમિકા એક પરીની હશે.ચૅપ્લિન મુજબ ફિલ્મની કથા તૈયાર થઈ ગઈ હતી, નિર્માણ પહેલાનું રિહર્સલ પણ શરૂ થઈ ગયું હતું (આ પૂસ્તકમાં વિક્ટોરિયાનો કોસ્યુમમાં ફોટોગ્રાફ હતો), પરંતુ વિક્ટોરીયાએ લગ્ન કરી લેતા ફિલ્મને અટકાવી દેવામાં આવી હતી.ચૅપ્લિને લખ્યું હતું કે " કોઈ બીજા દિવસે હું ફિલ્મ બનાવીશ."જો કે 1970 બાદ તેમની તબિયત બગડતી જઈ રહી હતી. જેથી ફિલ્મને બનાવવાની બધી જ આશાઓને ધક્કો પહોંચ્યો હતો. 1969 થી 1976 સુધી ચૅપ્લિને તેમની મુંગી ફિલ્મો માટે ઓરિજિનલ મ્યૂઝિક કંપોઝીશન અને સ્કોર લખ્યો હતો અને તેને રીલીઝ કરી હતી.તેમણે ફર્સ્ટ નેશનલની બધી જ ફિલ્મો માટે સ્કોર લખ્યો હતો.ધ આઇડલ ક્લાસ (1971) ( બાળક સાથે અભિનય કરી 1972માં રીલિઝ કરી), અ ડેઝ પ્લેઝર (1973), પે ડે (1972), સનીસાઈડ (1974),અને ફિચર જેટલી લંબાઈ ધરાવતી ફિલ્મ ધ સર્કસ 1969માં અને ધ કિડ 1971માં રિલીઝ કરી હતી.આ બધા સ્કોર લખતી વખતે તેમણે સંગીતકાર એરિક જેમ્સ સાથે કામ કર્યું હતું. ચૅપ્લિનનું અંતિમ કામ તેમની 1923ની ફિલ્મ અ વુમન ઓફ પેરીસ નો સ્કોર લખવાનું હતું જે કામ 1976માં પૂરૂ થયું. આ બાદ ચૅપ્લિન ગંભીર રીતે બિમાર પડ્યા. આ દરમિયાન તેઓ વાતચીત કરવામાં પણ તકલીફ અનુભવતા હતા.

મહિલાઓ સાથે સંબંધો, લગ્ન અને બાળકો[ફેરફાર કરો]

હેટ્ટી કેલી[ફેરફાર કરો]

હેટ્ટી કેલી ચૅપ્લિનનો પ્રથમ "સાચો" પ્રેમ હતો. હેટ્ટી એક નૃત્યાંગના હતી. તે જ્યારે 15 વર્ષની હતી ત્યારે ચૅપ્લિન તેને પ્રેમ કરતા હતા. હેટ્ટી 19 વર્ષની હતી ત્યારે ચૅપ્લિન 1908માં તેમની સાથે લગ્ન કરવાની એકદમ નજીક આવી ગયા હતા.એવું કહેવાતું હતું કે તેના પ્રેમમાં ચૅપ્લિન પાગલ હતા અને હેટ્ટીને લગ્નની વિંનંતી કરતા હતા.પણ જ્યારે તેણે ઈનકાર કર્યો ત્યારે ચૅપ્લિને કહ્યું કે હવે આપણે એકબીજાનો ચહેરો ન જોઈએ શકીએ તે શ્રેષ્ઠ હશે. જો કે તેણે બાદમાં લગ્નની હા પાડતા ચૅપ્લિન ખૂબ જ ખૂશ થઈ ગયા હતા.વર્ષો સુધી ચૅપ્લિન સતત હેટ્ટીના વિચારોમાં રહેતા હતા. પરંતુ 1921માં જ્યારે તેમને ખબર પડી કે હેટ્ટીનું 1918ની ફ્લુની મહામારીમાં ઈન્ફ્લુએન્ઝાને કારણે મૃત્યુ થઈ ચુક્યું છે ત્યારે તેઓ ભાંગી પડ્યા હતા.

એડના પુરવિઆન્સ[ફેરફાર કરો]

ચિત્ર:Purviance autographed.jpg
એડના પુરવિઆન્સ

મેબેલ નોર્માન્ડ બાદ ચૅપ્લિનની જીવનમાં બીજી સ્ત્રી હતી એડના પુરવિઆન્સ,1916-17ના દાયકામાં એસેનેય અને મ્યુચ્યુઅલ ફિલ્મોના નિર્માણ વખતે ચૅપ્લિન અને એડના વચ્ચે ગાઢ સંબંધો બંધાયા હતા. આ પ્રેમનો અંત 1918માં આવ્યો હતો જ્યારે ચૅપ્લિને મિલ્ડ્રેડ હેરિસ સાથે લગ્ન કરી લીધા જો કે પુરવિઆન્સ 1923 સુધી ચૅપ્લિનની ફિલ્મોમાં મહત્વની અભિનેત્રી તરીકે કાયમ રહી હતી. તે જ્યારે 1958માં મૃત્યુ પામી ત્યાં સુધી તે ચૅપ્લિનની કંપનીની કર્મચારી રહી હતી. તેઓ પોતાની બાકી જીંદગી દરમિયાન ખૂબ જ ઉષ્માપૂર્વક વાતચીત કરતા હતા.

મિલ્ડ્રેડ હેરિસ[ફેરફાર કરો]

મિલ્ડ્રેડ હેરિસ. સી. 1918–1920

23 ઓક્ટોબર 1918ના રોજ ચૅપ્લિન ૨૯ વર્ષે લોકપ્રિય બાળ-કલાકાર મિલ્ડ્રેડ હેરિસને પરણ્યો,તે વખતે હેરિસની ઉંમર 16 વર્ષની હતી. તેમને એક પૂત્ર હતો. નોર્માન સ્પેન્સર ચૅપ્લિન (" ધ લીટલ માઉસ" તરીકે જાણીતો) 7 જુલાઈ 1919ના રોજ ત્રણ દિવસ બાદ તેનું મૃત્યું થયું. 1919ના અંત ભાગમાં ચૅપ્લિન હેરિસથી અલગ થયા અને લોસ એન્જેલસ એથ્લેટિક ક્લબ પરત ફર્યા.[૨૦] 1920માં દંપતિએ છૂટાછેડા લીધા. હેરિસને છૂટાછેડા માટે ચૅપ્લિને કેટલીક મિલકત અને 100,000 ડોલર આપ્યા હતા.[૨૦] ચૅપ્લિને કબૂલ કર્યું હતું કે " હું હેરિસના પ્રેમમાં ન હતો. હું લગ્ન કરવા માંગતો હતો અને લગ્ન સફળ થાય તેવું ઈચ્છતો હતો." છુટાછેડા દરમિયાન, હેરિસે દાવો કર્યો હતો કે ચૅપ્લિનને તે વખતની સફળ અભિનેત્રી એલા નાઝીમોવા સાથે સંબંધો હતો. એવું પણ અફવા હતી કે ચૅપ્લિન યુવા અભિનેત્રીની મોહક અદાઓ પાછળ પાગલ હતો.[૨૧]

પોલા નેગરી[ફેરફાર કરો]

ચૅપ્લિન પોલીસ અભિનેત્રી પોલા નેગરી સાથે 1922-23માં જાહેરમાં દેખાવવા લાગ્યો અને તેની સાથે સગાઈ પણ કરી. તે હોલિવૂડમાં અભિનેત્રી બનવા માટે આવી હતી. સગાઈ જો કે લગ્નમાં પરિણામી ન હતી. નવ મહિના સુધી ચૅપ્લિનના પોલા સાથે સંબંધો રહ્યો હતા. હાલમના હોલિવૂડના સંબંધોની જેમ તે પણ સંબંધ લાંબો સમય ચાલ્યા ન હતા. ચૅપ્લિનના નેગરી સાથેના સંબંધો તેના જાહેર જીવનમાં એક અલગ ભાત પાડે છે. ચૅપ્લિને આ સમયગાળા દરમિયાન પોતાના બીજા પ્રેમપ્રકરણો અંગત રાખ્યા હતા. જેની ભાગ્યે જ કોઈને જાણ થાય (જો કે તેમા સફળતા મળી ન હતી). ઘણા જીવનકથા લેખકો માને છે કે નેગરી સાથેનો પ્રેમ એક પબ્લિસીટી સ્ટંટ હતો.

મેરિયોન ડેવિસ[ફેરફાર કરો]

1924માં ચૅપ્લિન સગીર વયની લીટા ગ્રે સાથે સંબંધ ધરાવતો હતો ત્યારે તે અભિનેત્રી મેરિયોન ડેવિસ સાથે પ્રણય ફાગ ખેલતો હોવાની અફવા ચાલી હતી. મેરિયોન વિલિયમ રેન્ડોલ્ફ હર્ટ્સટની સાથી હતી. થોમસ હાર્પર ઈન્સેનું રહસ્યમય મૃત્યુ થયું ત્યારે ચૅપ્લિન અને મેરિયોન હેટર્સટની યાટ્ પર હાજર હતા. ચૅપ્લિને મેરિયોનને હટ્ર્સટને છોડીને માત્ર તેની સાથે જ રહેવાનું દબાણ કર્યું હોવાનું કહેવાય છે પરંતુ તેણે ઈનકાર કરી દીધો હતો અને હેર્સ્ટનું મૃત્યુ 1951માં થયું ત્યાં સુધી તેની સાથે રહી હતી.ચૅપ્લિને ડિવસ સાથે તેની ફિલ્મ શો પિપલ માં નાનકડો અભિનય કર્યો હતો, તેમનો અભિનય 1931 સુધી ચાલ્યો હોવાનું કહેવાય છે.

લીટા ગ્રે[ફેરફાર કરો]

ચૅપ્લિન લીટા ગ્રેને ધ કિડ ફિલ્મના શૂટિંગ વખતે પ્રથમ વખત મળ્યો હતો. 3 વર્ષ બાદ 35 વર્ષની ઉંમરે તે 16 વર્ષની ગ્રેને લઈને ધ ગોલ્ડ રશ ફિલ્મ બનાવવાની તૈયારી કરતો હતો. આ ફિલ્મમાં તેની મુખ્ય ભૂમિકા હતી. તેમના લગ્ન 26 નવેમ્બર, 1924ના રોજ થયા. આ બાદ તે ગર્ભવતી થઈ( જેના કારણે તેને ફિલ્મમાં મુખ્ય ભૂમિકાથી દૂર કરવામાં આવી). તેમને બે પૂત્રો હતા, અભિનેતા ચાર્લ્સ ચૅપ્લિન, જૂનિ. (1925–1968) અને સિડની અર્લ ચૅપ્લિન (1926–2009). આ લગ્ન એક ભયાનક દુર્ઘટના સમાન હતા. દંપતિમાં કોઈ વાતે મેળ ન હતો. આ દંપતિએ ૨૨ ઓગસ્ટ 1927ના રોજ છૂટાછેડા લીધા [૨૨] બન્ને વચ્ચે કડવાશ ભર્યા સંબંધોને કારણે ચૅપ્લિને ગ્રેને 825,000 ડોલર આપીને સમાધાન કર્યું. આ ઉપરાંત તેને 10 લાખ ડોલર જેટલો આ કેસને કારણે થયો હતો. આ છૂટાછેડાને કારણે ચૅપ્લિન પર કરને લઈને ભારે તણાવ આવી ગયો હતો જેથી તેના વાળ ધોળા થઈ ગયા હતા. ચૅપ્લિનના જીવનકથા લેખક જોયસે મિલ્ટને ટ્રેમ્પ: ધ લાઈફ ઓફ ચાર્લી ચૅપ્લિન માં લખ્યું છે કે ગ્રે-ચૅપ્લિનના લગ્ન વ્લાદિમીર નાબોકોવની 1950ની નવલકથા લોલિતા પર આધારિત હતા.

મેર્ના કેનેડી[ફેરફાર કરો]

લીટા ગ્રેની મિત્ર મેર્ના કેનેડી એક ડાન્સર હતી. ચૅપ્લિને તેને ધ સર્કસ (1928) ફિલ્મમાં મુખ્ય અભિનેત્રી બનાવી હતી. એવી અફવા હતી કે શૂટિંગ દરમિયાન બન્નેને અફેર હતું. ગ્રેએ આ અફવાઓનો સહારો છૂટાછેડા લેવા માટે પણ કર્યો હતો.

જ્યોર્શિયા હેલ[ફેરફાર કરો]

ધ ગોલ્ડ રશ માં ગ્રેની જગ્યાએ જ્યોર્શિયા હેલને લેવામાં આવી હતી. અનનોન ચૅપ્લિન નામના દસ્તાવેજી ચિત્રમાં, ( ફિલ્મ ઇતિહાસકાર કેવિન બ્રાઉનલો અને ડેવિડ ગીલદ્વારા દિગ્દર્શિત કરાઈ), 1980ની એક મુલાકાતમાં હેલે કહ્યું હતું કે નાનપણથી ચૅપ્લિન તેના માટે આદર્શ હતા. 19 વર્ષની ઉંમર સાથેની અભિનેત્રી સાથેના પ્રણય સંબંધો કેટલાય વર્ષો સુધી ચાલ્યા હતા. તેણે પોતાના આ સંબંધોની વાત ચાર્લી ચૅપ્લિન : ઈન્ટીમેટ ક્લોઝ-અપ. માં કરી હતી. 1929-30માં સીટી લાઈટ્સ ના નિર્માણ દરમિયાન વર્જિનિયા શેરિલની જગ્યાએ હેલને લેવામાં આવી હતી. સાત મીનીટનું ફુટેજ 2003માં ડીવીડી રિલીઝ વખતે લેવામાં આવ્યું હતું. પરંતુ આર્થિક કારણોસર ચૅપ્લિનને શેરિલને લેવાની ફરજ પડી હતી. અનનોન ચૅપ્લિન માં આ વાત કરતા હેલે કહ્યું હતું કે તેના ચૅપ્લિન સાથેના સંબંધો ફિલ્મના શૂટિંગ દરમિયાન ક્યારેય ન હોય તેટલા ગાઢ બન્યા હતા. 1933માં ચૅપ્લિન તેના વિશ્વ પ્રવાસ બાદ પરત ફર્યો ત્યારે આ સંબંધોનો અંત આવ્યો.

લુઈસ બ્રૂક્સ[ફેરફાર કરો]

ઝિગફેલ્ડ ફોલિસ માં કોરિક (કોરસ વાદન) કરનાર લુઈસ બ્રૂક્સ ચૅપ્લિનને પ્રથમ વખત ન્યૂયોર્કમાં ધ ગોલ્ડ રશ ફિલ્મના શો વખતે મળી હતી. 1925ના ઉનાળાના બે મહિનાઓ દરમિયાન તેમણે રીટ્ઝમાં ડાન્સ કર્યો હતો. આ ઉપરાંત ફિલ્મ રોકાણકાર એ.સી. બ્લૂમેન્થલ અને બ્રૂક્સની સાથી ઝિગફેલ્ડ ગર્લ પેગ્ગી ફિયર્સ સાથે બ્લૂમેન્થલના એમ્બેસેડર હોટલમાં આવેલા સ્યુટમાં જોવા મળ્યા હતા. ચૅપ્લિને લોઅર ઈસ્ટ સાઈડ રેસ્ટોરન્ટમાં લાઈમલાઈટ માં તેમના અભિનય અંગે સંગીતમય નાટક નિહાળ્યું હતું ત્યારે ચાર કલાક લુઈસ તેમની સાથે જ હતી.

મે રિવ્સ[ફેરફાર કરો]

1931-32માં યુરોપના પ્રવાસ માટે ચૅપ્લિનનો પત્રવ્યવહાર વાંચી શકે તે માટે મેને ખરેખર તો સેક્રેટરી માટે લેવામાં આવી હતી. તેણે માત્ર એક સવારે કામ કર્યું ત્યાર બાદ તેની ચૅપ્લિન સાથે મુલાકાત કરાવવામાં આવી. પ્રથમ નજરે જ ચૅપ્લિનને તે પસંદ પડીઆ બાદ તે પ્રવાસમાં ચૅપ્લિનની સતત સાથે રહી હતી. તેની કંપની ચૅપ્લિનના ભાઈ સિડનીને ગમતી ન હતી. રિવ્સ ચૅપ્લિનના ભાઈ સિડની સાથે પણ સંબંધ રાખતા ચૅપ્લિને તેની સાથે ગુસ્સાથી તેની સાથેના સંબંધનો અંત લાવી દિધો હતો. રિવ્સે તેના ટૂંકા સંબંધોને, " ધ ઈન્ટીમેટ ચાર્લી ચૅપ્લિન"માં ઉતાર્યા છે.

પૌલેટ્ટ જુલિયેટ ગોડાર્ડ[ફેરફાર કરો]

ચૅપ્લિન અને પૌલેટ્ટે ગોડાર્ડ ધ ગ્રેટ ડિક્ટેટરમાં (1940)

ચૅપ્લિન અને અભિનેત્રી પૌલેટ્ટ ગોડાર્ડ 1932 થી 1940 દરમિયાન પ્રેમ અને વ્યવસાયી સંબંધમાં બંધાયા હતા. આ સમય દરમિયાન ગોડાર્ડ ચૅપ્લિન સાથે તેના બેવર્લી હિલ ખાતેના નિવાસ્થાને જ રહેતી હતી. ચૅપ્લિને તેને મોર્ડન ટાઈમ્સ અને ધ ગ્રેટ ડિક્ટેટર માં ભૂમિકા આપી હતી. પરંતુ તે પરણીત છે કે અપરણીત તે અંગે સ્પષ્ટતા કરવાના ઈનકારને કારણે ઐતિહાસિક ફિલ્મ ગોન વિથ ધ વિન્ડ ફિલ્મની સ્કારલેટ ઓ હારાની ભૂમિકામાંથી દૂર કરવામાં આવી હતી. 1940માં તેમની વચ્ચેના સંબંધોનો અંત આવ્યો ત્યારે ચૅપ્લિન અને ગોડાર્ડે જાહેર નિવેદન કર્યું હતું કે 1936માં તેમણે ગૂપ્ત લગ્ન કરી લીધા હતા. આ દાવો મોટાભાગે ગોડાર્ડની છબી અને તેની કારકીર્દીને બચાવવાના પ્રયાસ તરીકે જોવામાં આવે છે. 1942માં ગોડાર્ડ અને ચૅપ્લિન વચ્ચેના સંબંધનો અંત આવ્યો હતો.1940માં ગોડાર્ડ પેરામાઉન્ટની ફિલ્મોમાં અભિનય કરવા લાગી હતી તેણે સેસીલ બી. ડિમિલે સાથે ઘણી ફિલ્મોમાં કામ કર્યું હતું. ચૅપ્લિનની જેમ જ તે પણ બાકીની જીંદગી સ્વિત્ઝલેન્ડમાં વિતાવી જ્યાં તેનું 1990માં મૃ્ત્યું થયું.

જોન બેરી[ફેરફાર કરો]

1942માં ચૅપ્લિન ટૂંકા સમય માટે જોન બેરી (1920-1996), સાથે જોડાયો હતો. ચૅપ્લિન તે સમયે જોનને તેની એક ફિલ્મમાં ભૂમિકા આપવા માંગતો હતો પરંતુ ચૅપ્લિનને તે હેરાન કરવા લાગી અને માનસિક સ્થિતિ અસ્થિર હોવાના સંકેતો મળતા આ સંબંધોનો અંત આવ્યો હતો. (જો કે જોનની માતા જેવી બિમારી નહીં.) ચૅપ્લિનના બેરી સાથેના ટૂંકા સમય માટેના સંબંધો તેના માટે દૂઃખદ સ્વપ્ન સમાન હતા. એક બાળકને જન્મ આપ્યા બાદ, 1943માં તેણે બાળકનો પિતા ચૅપ્લિન હોવાનો દાવો માંડ્યો હતો. પરંતુ લોહી પરીક્ષણથી પૂરવાર તયું હતું કે ચૅપ્લિન બેરીના સંતાનનો પિતા ન હતો. બેરીના વકીલ જોસેફ સ્કોટએ કોર્ટમાં દલીલ કરી હતી કે લાહી પરીક્ષણના ટેસ્ટ પૂરાવા તરીકે માન્ય રાખી શકાય નહી. જેથી ચૅપ્લિનને બાળકના ઉછેર માટે મદદ કરવાનો આદેશ કરવામાં આવ્યો. આ અન્યાયને કારણે કેલિફોર્નિયામાં કાયદો બદલવામાં આવ્યો જેમાં લોહી પરીક્ષણને પૂરાવા તરીકે માન્ય રાખવામાં આવ્યું.સરકારી વકીલે બેરી સાથેના 1944ના સંબંધોને લઈને મન એક્ટ ના આરોપો લગાવ્યો પરંતુ તેમાં ચૅપ્લિનનો નિર્દોષ છુટકારો થયો હતો.[૨૩]આ પ્રકારના કેસોને કારણે ચૅપ્લિનની જાહેર છબી ખરડાઈ હતી.[૧૬]બેરીની સ્થિતિ એટલી ખરાબ થઈ ચુકી હતી કે તેને 1953માં એક શેરીમાં બાળકોના સેન્ડલ અને બાળકની વીંટી લઈને જતી હતી જોવા મળી હતી. તે બબડતી હતી કે " આ ચમત્કાર છે".[૨૪]

ઉના ઓ'નીલ[ફેરફાર કરો]

બેરીને લઈને ચૅપ્લિનના કોર્ટ કેસ દરમિયાન તે ઉના ઓ'નીલને મળ્યો તે યુજેને ઓ'નીલની પુત્રી હતી. બન્નેએ 16 જૂન 1943માં લગ્ન કરી લીધા. ચૅપ્લિનની ઉંમર 44 વર્ષ હતી જ્યારે ઉના માત્ર 18 વર્ષની હતી.ઓ'નીલના પિતાને આ લગ્ન મંજૂર ન હતા. અને લગ્ન બાદ તેણે ઉના સાથે બધા જ પ્રકારના સંપર્કો કાપી નાંખ્યાહતા. તેમના આ આબોલા જ્યારે તેઓ 1977માં મૃત્યુ પામ્યા ત્યાં સુધી ચાલુ રહ્યા હતા. આ લગ્ન ખૂબ સફળ અને લાંબા ચાલ્યા હતા. આ લગ્ન દ્વારા ચૅપ્લિનને આઠ બાળકો થયા હતા.તેમને ત્રણ પૂત્રો હતા: ક્રિસ્ટોફર, યુજેન અને માઈકલ ચૅપ્લિન અને પાંચ પૂત્રીઓ : ગેરાલ્ડિન, જોસેફાઈન, જેન, વિક્ટોરિયા અને એનેટ્ટે-એમ્લી ચૅપ્લિન. ચૅપ્લિન અંતિમ વખત પિતા 73 વર્ષની વયે બન્યા હતા. ચૅપ્લિનના મૃત્યુ બાદ ઉના 44 વર્ષ સુધી જીવતી રહી હતી.ઉનાનું મૃત્યુ પિતાશયના કેન્સરને કારણે 1991માં થયું હતું.

બાળકો[ફેરફાર કરો]

બાળક જન્મ તારીખ મૃત્યુની તારીખ નોંધ
નોર્માન સ્પેન્સર ચૅપ્લિન 7 જુલાઈ 1919 10 જુલાઈ 1919
ચાર્લ્સ સ્પેન્સર ચૅપ્લિન જુનિ. 5 મે 1925 20 માર્ચ 1968
સિડની અર્લે ચૅપ્લિન 31 માર્ચ 1926 3 માર્ચ 2009
ગેરાલ્ડિન લેઈગ ચૅપ્લિન 1 ઓગસ્ટ 1944
માઈકલ જ્હોન ચૅપ્લિન 7 માર્ચ 1946
જોસેફાઈન હેન્નાહ ચૅપ્લિન 28 માર્ચ 1949
વિક્ટોરિયા ચૅપ્લિન 19 મે 1951
યુજેન એન્થોની ચૅપ્લિન 23 ઓગસ્ટ 1953
જેને સેસિલ ચૅપ્લિન 23 મે 1957
એનેટ્ટે એમ્લી ચૅપ્લિન 3 ડિસેમ્બર 1959
ક્રિસ્ટોફર જેમ્સ ચૅપ્લિન 6 જુલાઈ 1962

નાઈટહૂડનો ખિતાબ[ફેરફાર કરો]

ચૅપ્લિનના નામનો સમાવેશ 1975ના ન્યૂ ઈયર્સ ઓનર લીસ્ટમાં કરવામાં આવ્યો હતો.[૨૫] 4 માર્ચના રોજ તેમને નાઈટહૂડનો ખિતાબ 85 વર્ષની ઉંમરે અપાયો તેમને આ ખિતાબ ક્વીન એલિઝાબેથ બીજાએ નાઈટ કમાન્ડર ઓફ ધ બ્રિટિશ એમ્પાયર કેબીઈ (KBE) આપ્યો. આ એવોર્ડની પ્રથમ વખત દરખાસ્ત 1931માં મુકવામાં આવી હતી પરંતુ પહેલા વિશ્વ યુદ્ધમાં કોઈ સેવા ન કરી હોવાને કારણે તેમજ કેટલાક વિવાદોને કારણે આ ખિતાબ અપાયો ન હતો. આ બાદ 1956માં ફરીથી તેના નામની દરખાસ્ત કરાઈ હતી પરંતુ રૂઢિચૂસ્ત સરકાર દ્વારા અમેરિકન સરકાર સાથે સંબંધો બગડશે તેવા ભયને કારણે દરખાસ્તને મંજૂરી અપાઈ નહીં. તે સમય ઠંડા યુદ્ધનો હતો. અને ત્યારે સુએઝ પર આક્રમણની તૈયારીઓ ચાલતી હતી.

મૃત્યુ[ફેરફાર કરો]

1960 બાદ તેમની તબિયત બગડવા માંડી હતી. તેમની અંતિમ ફિલ્મ અ કાઉન્ટેસ ફ્રોમ હોંગકોંગ પૂરી કર્યા બાદ અને 1972માં એકેડેમી એવોર્ડ મેળવ્યા બાદ તબિયત વધુને વધુ બગડતી ચાલી.1977માં તબિયત એટલી ખરાબ થઈ કે તેઓ વાતચીત કરી શકતા ન હતા અને વ્હિલચેરમાં ફરવું પડતું હતું. તેઓ પોતાના સ્વિત્ઝલેન્ડના વેવેય ખાતે આવેલા નિવાસ્થાને 25 ડિસેમ્બર 1977માં ઉંઘમાં મૃત્યુ પામ્યાં.[૨૬] તેમને સ્વિત્ઝલેન્ડના વેડમાં આવેલા કબ્રસ્તાન કોર્સિયર-સૂરવેવેયમાં દફનાવવામાં આવ્યા હતા. 1 માર્ચ 1978ના રોજ તેમના મૃતદેહની કેટલાક સ્વીસ મિકેનિક દ્વારા ચોરી કરવામાં આવી જેથી ચૅપ્લિનના કુટુંબીજનો પાસેથી તેના બદલે નાણા મેળવી શકાય.[૨૭] પરંતુ કાવતરૂં નિષ્ફળ રહ્યું હતું. ભાંગફોડિયાઓને પકડી લેવામાં આવ્યા હતા. અને તેમના મૃતદેહને 11 અઠવાડિયા બાદ લેક જીનિવા નજીક દફનાવવામાં આવ્યો હતો. તેમના મૃતદેહને વધુ ચોરી થતો અટકાવવા માટે 2 મીટર કોન્ક્રીટ નીચે દફનાવવામાં આવ્યો હતો.

અન્ય વિવાદો[ફેરફાર કરો]

પ્રથમ વિશ્વ યુદ્ધ સૈન્યમાં નહીં જોડાવવા બદલ બ્રિટિશ મીડિયાએ તેની ટીકા કરી હતી. ખરેખરમાં તો ચૅપ્લિને સર્વિસ માટે અરજી કરી હતી પરંતુ તેઓ ખૂબ નાના અને ઓછું વજન ધરાવતા હોવાથી તેમને સૈન્યમાં ભરતી કરવામાં આવ્યા ન હતા. ચૅપ્લિને યૂદ્ધ દરમિયાન નાણા એકત્ર કરવા માટે વોર બોન્ડના વેચાણમાં મોટો ભાગ ભજવ્યો હતો. તેમણે આ બોન્ડ માટે રેલીઓના સંબોધનની સાથે સાથે પોતાના ખર્ચે એક ફિલ્મ 1918માં બનાવી હતી આ ફિલ્મ ધ બોન્ડ એક હાસ્યપ્રધાન પ્રોપગેન્ડા ફિલ્મ હતી. સ્ત્રીઓના કપડાંને લઈને થયેલા વિવાદને કારણે તેમને 1930ના દાયકામાં નાઈટહૂડનો ખિતાબ મળી શક્યો ન હતો.

ચૅપ્લિનની સમગ્ર કારકીર્દી દરમિયાન, તેના પૂર્વજો યહૂદી હોવાના દાવાને લઈને કેટલાક પ્રમાણ સુધી વિવાદ ચાલતો રહ્યો હતો. નાઝીઓએ 1930ના દાયકામાં ચૅપ્લિનને યહૂદી ગણાવ્યા હતા. (કાર્લ ટોન્સેન્ટેઈન) અમેકિતાના મીડિયામાં રિલીઝ થયેલા અહેવાલો,[૨૮] અને 1940ના દાયકાના અંતિમ સમયમાં એફબીઆઈ દ્વારા તેના મુળની તપાસ કરાઈ હતી. ચૅપ્લિન યહૂદી હતો તેવો કોઈ દસ્તાવેજ મળી શક્યો નથી. તેના સમગ્ર જાહેર દરમિયાન યહૂદી હોવાનો સ્વીકાર કે તેનો ઈનકાર કરવા માટે કહેવામાં આવતું હતું પરંતુ ચૅપ્લિને એવું કહ્યું હતું કે " યહૂદી વિરોધીના હાથનું તેઓ રમકડું બનવા ઈચ્છતા નથી." જો કે તેમને ખ્રીસ્તી ધર્મના સંસ્કાર ચર્ચ ઓફ ઈંગ્લેન્ડમાં આપવામાં આવ્યા હતા, તેઓ સમગ્ર જીવન દરમિયાન માનતા હતા કે તેઓ અજ્ઞેયવાદીછે.[૨૯]


1924માં ચૅપ્લિન વિલિયમ રેન્ડોલ્ફ હેર્સ્ટની યાટ્માં હાજર હતા જ્યારે નિર્માતા થોમસ ઈન્સેનું રહસ્યમય સંજોગોમાં મૃત્યુ થયું હતું.આ ઘટનાનું નાટ્યાત્મક નિરૂપણ પીટર બાંગ્ડાનોવિકની 2001ની ફિલ્મ ધ કેટ મેઓ માં આવ્યું હતું.ક્યા સંજોગોમાં ઈન્સેનું મૃત્યુ થયું તે હજી સુધી જાણી શકાયું નથી. ચૅપ્લિનને હંમેશા યુવાન મહિલાઓ પ્રત્યે આકર્ષણ રહેતું હતું જેમાં કેટલાય લોકોને રસ પડ્યો છે.તેની જીવનકથા લખનાર લેખકો આ માટે હેટ્ટી કેલી પ્રત્યેના આકર્ષણને જવાબદાર માને છે. હેટ્ટીને તેઓ બ્રિટનમાં જ્યારે મ્યૂઝિક હોલમાં પ્રદર્શન કરતા હતા ત્યારે મળ્યા હતા. હેટ્ટી તેમના માટે એક યુવાન સ્ત્રીની આદર્શ પ્રતિમા હતી.ચૅપ્લિન નવી નવી યુવાન અભિનેત્રીઓને શોધતા અને તેમને પોતાની ફિલ્મમાં કામ આપતા માત્ર મિલ્ડ્રેડ હેરિસને બાદ કરતા તેમના બધા જ લગ્ન અને મોટા સંબંધો આ જ રીતે વિકસ્યા હતા.

વારસો[ફેરફાર કરો]

અન્ય મુંગી કોમિક (ચિત્રવાર્તા) સાથે સરખામણી[ફેરફાર કરો]

1960થી ચૅપ્લિનની ફિલ્મોની સરખામણી તે સમયેના મહાન હાસ્યકલાકારો બસ્ટર કેટોન અન હેરોલ્ડ લોયડ સાથે થવા લાગી હતી. (મુંગી ફિલ્મો વખતના બે મહાન અભિનેતાઓ). ત્રણેયનો અલગ અલગ અંદાજ હતો. ચૅપ્લિનનું પાત્ર લાગણીશીલ અને દયા ઉપજાવતું હતું. (1920ના દાયકામાં ભારે લોકપ્રિય હતુ), લોયડ દરેક વ્યકિતને સ્પર્શતું હતું. તેમજ તેમના પાત્રમાં 1920નો આશાવાદ હતો. તો કેટોન કોઈ પણ સ્થિતિમાં અડગ રહેતા પાત્રની ભૂમિકા કરતા જે અત્યારના સિનેમામાં ખાસી લોકપ્રિય છે.ઐતિહાસિક સ્તરે, ચૅપ્લિન હાસ્ય કલાકારોનો પાયો નાંખવામાં પાછળ હતો. કેટોન અને હેરોલ્ડ લોયડે આ માટે ખાસી મહેનત કરી હતી.( ખરેખરમાં તો લોયડના પહેલાના પાત્રો "વિલિ વર્ક " અને " લોનસમ લ્યુક" ચૅપ્લિનના પાત્રની મજાક ઉડાવતા હતા. કેટલીય વખત લોયડે આ વાત માની છે તો કેટલીક વખત તેણે આ વાતથી દૂર જવાનો પ્રયાસ કર્યો છે).કેટોન જ્યારે ફિલ્મોમાં પ્રવેશ્યો ત્યારે ચૅપ્લિને મ્યુચ્યુલ સમયગાળો (1916-1917) વિતી ગયા બાદ કોઈ નવા પ્રયોગો કરવાનું બંધ કરી દિધું હતું.

વ્યવસાયિક રીતે ચૅપ્લિને મુંગી ફિલ્મોના કાળમાં સૌથી વધુ નાણા કમાવતી ફિલ્મો બનાવી હતી. જેમાં ધ ગોલ્ડ રશ નો પાંચમો નંબર છે. આ ફિલ્મે 4.25 મિલિયન ડોલર અને ધ સર્કસ નો સાતમો નંબર છે આ ફિલ્મે 3.8 મિલિયન ડોલરનો વકરો કર્યો હતો.જો કે, ચૅપ્લિનની ફિલ્મોનો કૂલ વકરો 10.5 મિલિયન ડોલર થતો હતો જ્યારે હેરોલ્ડનો વકરો 15.7 મિલિયન ડોલર થતો હતો. ( લોયડ વધુ ફાયદાકારક હતા. તેમણે 1920ના સમયગાળામાં 12 ફિલ્મો રજૂ કરી જ્યારે ચૅપ્લિને માત્ર 3 ફિલ્મો રજૂ કરી હતી).બસ્ટર કેટોનની ફિલ્મો ચૅપ્લિન કે પછી લોયડ જેટલી સફળ રહી ન હતી. તેમજ તેની લોકપ્રિયતા પણ એટલી બધી ન હતી. માત્ર તેને 1950 અને 1960ના દાયકામાં વિવેચકોએ તેના અભિનયને વખાણ્યો હતો.

તેમની તંદૂરસ્ત વ્યવસાયિક સ્પર્ધા સિવાય ચૅપ્લિન અને કેટોન એકબીજા પ્રત્યે ઉંચો મત ધરાવતા હતા.કેટોને પોતાની આત્મકથામાં લખ્યું છે કે ચૅપ્લિન અત્યાર સુધીના મહાન હાસ્ય કલાકાર હતા અને મહાન કોમેડી ડિરેક્ટર પણ હતા.તો ચૅપ્લિને પણ કેટોનની પ્રશંસા કરી છે. ચૅપ્લિને કેટોનને યુનાઈટેડ આર્ટીસ્ટમાં જોડાવવા માટે 1925માં આમંત્રણ આપ્યું હતું. તેમણે 1928માં એમજીએમમાં જોડાવવાના જોખમી પગલાથી દૂર રહેવાની પણ સલાહ આપી, આ ઉપરાંત ચૅપ્લિનની અંતિમ અમેરિકન ફિલ્મ, લાઈમલાઈટ માં કેટલોક ભાગ કેટોન માટે લખ્યો હતો. 1915 બાદ પ્રથમ વખત તેઓ સાથે દેખાયા હતા. ચૅપ્લિન તેમના અનુગામી, ફ્રેન્સ મુંગી ફિલ્મોના હાસ્ય કલાકારમેક્સ લિન્ડેરની પણ પ્રશંસા કરી હતી અને એક ફિલ્મ તેમને સમર્પિત કરી હતી.

માધ્યમો[ફેરફાર કરો]

ફિલ્મોગ્રાફી[ફેરફાર કરો]

ચૅપ્લિને ઘણી ફિચર ફિલ્મ|ફિચર ફિલ્મો/0} અને નાના વિષયોમાં દિગ્દર્શન, લખાણ અને અભિનય કર્યો છે. જેમાં ધ ઈમિગ્રાન્ટ (1917), ધ ગોલ્ડ રશ (1925), સીટી લાઈટ્સ (1931), મોડર્ન ટાઈમ્સ (1936), અને ધ ગ્રેટ ડિક્ટેટર (1940)નો સમાવેશ થાય છે. આ બધી જ ફિલ્મોને નેશનલ ફિલ્મ રજિસ્ટ્રીમાં સામેલ કરવામાં આવી છે. આમાંથી ત્રણ ફિલ્મોને એએફઆઈની 100 વર્ષ …100 ફિલ્મો અને એએફઆઈની 100 વર્ષ…100 ફિલ્મો (10મી વર્ષગાંઠ આવૃતિ)|એએફઆઈ 100 વર્ષ …100 ફિલ્મો (10મી વર્ષગાંઠ આવૃતિ)માં સ્થાન મળ્યું આ ફિલ્મો: ધ ગોલ્ડ રશ, સીટી લાઈટ, અને મોર્ડન ટાઈમ્સ હતી.

નોંધ[ફેરફાર કરો]

 1. શેઈફ માર્ટિનવોશિંગ્ટન ટાઈમ્સ -બૂક્સ 21 ડિસેમ્બર 2008
 2. ચાર્લ્સ ચૅપ્લિન, જુનિ., એન. અને એમ. રાઉ સાથે, માય ફાધર, ચાર્લી ચેપ્લિન, રેન્ડમ હાઉસ: ન્યૂ યોર્ક,(1960), પેજ 7-8. ટાંકવામાં આવ્યો "The Religious Affiliation of Charlie Chaplin". Adherents.com. 2005.  Check date values in: 2005 (help)
 3. ચાર્લી ચૅપ્લિન, માય ઓટોબાયોગ્રાફી, પેજ 19. ટાંકવામાં આવ્યું "The Religious Affiliation of Charlie Chaplin". Adherents.com. 2005.  Check date values in: 2005 (help)
 4. Chaplin, Charles (1964). My Autobiography. Penguin. pp. 137–139. ISBN 0-141-01147-5.  Check date values in: 1964 (help)
 5. Chaplin, Charles (1964). My Autobiography. Penguin. p. 149. ISBN 0-141-01147-5.  Check date values in: 1964 (help)
 6. Fussell, Betty (1982). Mabel: Hollywood's First I Don't Care Girl. Limelight Edition. pp. 70–71. ISBN 0-879-10158-X.  Check date values in: 1982 (help)
 7. ૭.૦ ૭.૧ ૭.૨ ૭.૩ Chaplin, Charles (1964). My Autobiography. Penguin. pp. 149–150. ISBN 0-141-01147-5.  Check date values in: 1964 (help)
 8. ૮.૦ ૮.૧ અમેરિકન એક્સપ્રેસ | મેરી પીકફોર્ડ | લોકો અને બનાવ | પીબીએસ(PBS)
 9. ૯.૦ ૯.૧ Sutton, Caroline (1985). How Did They Do That? Wonders of the Far and Recent Past Explained. New York: Hilltown, Quill. p. 174. ISBN 0-688-05935-X.  Check date values in: 1985 (help)
 10. Chaplin, Charles (1964). My Autobiography. p. 154.  Check date values in: 1964 (help)
 11. ગ્રાન્ડલુંડ, નિલ્સ (1957). બ્લોડેશ, બ્રુનેટ્ટેસ અને બૂલેટ્સ . ન્યૂ યોર્ક: વાન રીસ પ્રેસ, પેજ. 53
 12. રોબર્ટ હ્યુજિસ અમેરિકન વિઝન્સ બીબીસી ટીવી (BBCTV)
 13. ૧૩.૦ ૧૩.૧ અનનોન ચૅપ્લિન
 14. જોન્સ, ચક. ચક અમુક: ધ લાઈફ એન્ડ ટાઈમ્સ ઓફ એન એનિમેટેડ કાર્ટુનિસ્ટ . એવોન બૂક્સ, ISBN 0-380-71214-8)
 15. ઇન્ટરનેટ મૂવી ડેટાબેઝ પર The Great Dictator
 16. ૧૬.૦ ૧૬.૧ વ્હિટફિલ્ડ, સ્ટેફન જે., ધ કલ્ચર ઓફ ધ કોલ્ડ વોર , પેજ 187-192
 17. "Names make news. Last week these names made this news". Time. 1953-04-27.  Check date values in: 1953-04-27 (help)
 18. Rosenbaum, Jonathan (1998). "List-o-Mania: Or, How I Stopped Worrying and Learned to Love American Movies". Chicago Reader.  Check date values in: 1998 (help)
 19. "The Complete List - ALL-TIME 100 Movies - TIME Magazine". Time.com. 2005.  Check date values in: 2005 (help)
 20. ૨૦.૦ ૨૦.૧ Maland, Charles J. (1991). Chaplin and American Culture. Princeton University Press. pp. 43–44. ISBN 0691028605.  Check date values in: 1991 (help)
 21. Zimmerman, Bonnie (1999). Lesbian Histories and Cultures. Routledge. p. 374. ISBN 0815319207.  Check date values in: 1999 (help)
 22. ઈન્ટરનેશનલ હેરાલ્ડ ટ્રીબ્યુન.23 ઓગસ્ટ 2002.1927:ચૅપ્લિનના ડિવોર્સ થયા : ઈન અવર પેજીસ:100, 75 અને 50 વર્ષ પહેલા
 23. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 24. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 25. ઢાંચો:LondonGazette
 26. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 27. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 28. http://www.filmography.co.il/en/entry/8/
 29. "The Religious Affiliation of Charlie Chaplin". Adherents.com. 2005.  Check date values in: 2005 (help)
 30. Schmadel, Lutz D. (2003). Dictionary of Minor Planet Names (5th ed.). New York: Springer Verlag. p. 305. ISBN 3540002383.  Check date values in: 2003 (help)
 31. Louvish, Simon (2005). Stan and Ollie, the Roots of Comedy. St. Martin's Griffin. p. 109. ISBN 0312325983.  Check date values in: 2005 (help)
 32. http://www.lankanewspapers.com/news/2006/12/10556_space.html

વધુ વાંચન[ફેરફાર કરો]

 • ચાર્લ્સ ચૅપ્લિન મારી આત્મકથા . શિમોન એન્ડ શ્યુસ્ટેર, 1964.
 • ચાર્લ્સ ચૅપ્લિન: Die Geschichte meines Lebens . ફિશર-વેર્લાગ, 1964. (જર્મન.)
 • ચાર્લી ચૅપ્લિન Die Wurzeln meiner Komik in: Jüdische Allgemeine Wochenzeitung, 3.3.67, gekürzt: wieder ebd. 12.4. 2006, S. 54 (જર્મન.)
 • ચૅપ્લિન: અ લાઈફ બાય સ્ટેફન વાઈસમેન, આર્કેડ પબ્લિશિંગ 2008.
 • ચાર્લ્સ ચૅપ્લિન: માય લાઈફ ઈન પીક્ચર્સ .બોડલે હેડ, 1974.
 • એલીસ્ટેર કૂકે: સીક્સ મેન . હોર્મોન્ડવર્થ, 1978.
 • એસ. ફ્રિન્ડ: Die Sprache als Propagandainstrument des Nationalsozialismus, in: Muttersprache, 76. Jg., 1966, S. 129-135. (જર્મન.)
 • જયોર્જિયા હેલ, ચાર્લી ચૅપ્લિન: ઈન્ટીમેટ ક્લોઝ-અપ્સ , સંપાદન, હિથર કિરનન. લાનહામ: સ્કારેક્રો પ્રેસ, 1995 અને 1999. ISBN 1-57886-004-0 (1999 આવૃતિ).
 • વિક્ટર ક્લેમ્પેરેર: એલટીઆઈ (LTI) - Notizbuch eines Philologen. લેઈપઝીંગ: રેક્લામ, 1990. ISBN 3-379-00125-2; ફ્રેન્કફર્ટ એમ મેઈન (19. A.) 2004 (જર્મન.)
 • ચાર્લી ચૅપ્લિન એટ કેસ્ટોન એન્ડ એસનેયઃ ડૉન ઓફ ધ ટ્રામ્પ , ટેડ ઓકુડા અને ડેવિડ માસ્કા. યુનિવર્સ, ન્યૂ યોર્ક, 2005.
 • ચૅપ્લિન: હિસ લાઈફ એન્ડ આર્ટ , ડેવિડ રોબિન્સન. મેકગ્રો-હિલ, બીજી આવૃતિ 2001.
 • ચૅપ્લિન: જિનિયસ ઓફ ધ સિનેમા , જેફ્રી વેન્સે. અબ્રામ્સ, ન્યૂ યોર્ક, 2003.
 • ચાર્લી ચૅપ્લિન: અ ફોટો ડાયરી , મિચેલ કોમ્ટે અને સામ સ્ટોડઝે. સ્ટેઈડલ, પ્રથમ આવૃતિ, હાર્ડકવર, 359પેજ, ISBN 3-88243-792-8, 2002.
 • ચૅપ્લિન ઈન પીક્ચર્સ , સામ સ્ટેઈડેઝ (ed.), પેટ્રીસ બ્લાઉન, ક્રિસ્ટીયન ડીલેગ અને સામ સ્ટેઈડેઝ, એનબીસી (NBC) આવૃતિઓ, ISBN 2-913986-03-X, 2005.
 • http://journal.media-culture.org.au/0411/05-goldman.phpડબલ એક્સપોઝર: ચાર્લી ચૅપ્લિન એસ ઓથર એન્ડ સેલિબ્રિટી , જોનાથન ગોલ્ડમેન. એમસી(M/C) જર્નલ 7.5.

બાહ્ય લિન્ક્સ[ફેરફાર કરો]