સિયોત શૈલ ગુફાઓ
સિયોત શૈલ ગુફાઓ | |
---|---|
મુખ્ય ગુફા, અંદરથી | |
સ્થાન | સિયોત ગામ, કચ્છ જિલ્લો, ગુજરાત, ભારત |
અક્ષાંશ-રેખાંશ | 23°46′26″N 68°52′35″E / 23.7738889°N 68.8763889°E |
સિયોત શૈલ ગુફાઓ, જે ક્યારેક કટેશ્વર બૌદ્ધ ગુફાઓ તરીકે પણ ઓળખાય છે[૧], એ કચ્છ જિલ્લાના લખપત તાલુકાના સિયોત ગામ પાસે આવેલી પાંચ શૈલ ગુફાઓ છે.
આ સમૂહ પૈકીની મુખ્ય ગુફામાં પૂર્વાભિમુખ ગર્ભગૃહ, પ્રદક્ષિણાપથ અને પરસાળ છે જે પ્રથમ કે બીજી સદીનું શૈવ મંદિર હોવાનો પુરાવો આપે છે. આ ગુફાઓ પછીથી બૌદ્ધો દ્વારા વાપરવામાં આવી હશે. અહીં મળેલા બ્રાહ્મી લિપિના લખાણો અને બૌદ્ધ મુદ્રાઓ પરથી આ જાણી શકાયું છે. આ સમૂહની અન્ય ગુફાઓ એક જ ખંડની અને સાદી છે. આ ગુફાઓ હ્યુ એન સંગના સાતમી સદીના પ્રવાસ વર્ણનોમાં નિર્દેશિત, સિંધુ નદીના મુખ પાસેના પાંચ માઈલ વિસ્તારમાં આવેલી, ૮૦ ગુફાઓ પૈકીની એક હોવાની સંભાવના છે.[૨][૩][૪][૫][૬][૭][૮][૯][૧૦]
૧૯૮૮-૮૯માં કરવામાં આવેલા પુરાતત્વ વિભાગના ખોદકામમાં બૌદ્ધ મુદ્રાઓ, બ્રાહ્મી અને દેવનાગરી લિપિના લખાણો, તાંબાની વીંટીઓ, ગઢિયા સિક્કા, ટેરાકોટાનો નંદી અને ઘંટ-સાંકળ તથા વિવિધ માટીના વાસણો મળી આવ્યા હતા. માટીના પડથી સમયના અંદાજ લગાવતી પદ્ધતિ વડે એમ જણાય છે કે આ જગ્યા બૌદ્ધોના વપરાશમાં હતી અને ત્યાર બાદ બારમી અથવા તેરમી સદીમાં ફરી શિવ મંદિરના તરીકેના વપરાશમાં આવી ગઈ.[૧૧][૧૨] ૨૦૦૧નાં ભુકંપ પછી અહીં સમારકામ કરવામાં આવ્યું હતું.[૧૩][૧૪]
નજીકમાં પ્રાથમિક કક્ષાની વાવ આવેલી છે.[૪]
આ સ્થળે ઘડુલી થી ગુનેરી જતાં માર્ગ પર આવેલ સિયોત ગામ થઈ જવાય છે, જિલ્લા મથક ભૂજ થી સિયોત ગામ ૧૩૦ કિલોમીટર જેટલા અંતરે આવેલ છે. આ ગામની નજીકમાં ઉત્તર દિશામાં અટડા ગામ તરફ ગુફાઓ આવેલી છે, જેનું અંતર સિયોત થી પાંચ કિલોમીટર જેટલું છે.
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ Susan Verma Mishra; Himanshu Prabha Ray (5 August 2016). The Archaeology of Sacred Spaces: The Temple in Western India, 2nd Century BCE–8th Century CE. Routledge. પૃષ્ઠ 74. ISBN 978-1-317-19374-6.
- ↑ Aruna Deshpande (૧ નવેમ્બર ૨૦૧૩). Buddhist India Rediscovered. Jaico Publishing House. પૃષ્ઠ ૧૩૩. ISBN 978-81-8495-247-6.
- ↑ "Siyot Caves". Gujarat Tourism. મેળવેલ ૧ નવેમ્બર ૨૦૧૫.
- ↑ ૪.૦ ૪.૧ "Siot caves, Lakhpat taluka". Megalithic Portal Gallery. ૨૮ ઓક્ટોબર ૨૦૦૭. મેળવેલ ૧ નવેમ્બર ૨૦૧૫.
- ↑ "Siot caves, Lakhpat taluka". The Megalithic Portal. ૨૮ ઓક્ટોબર ૨૦૦૭. મેળવેલ ૧ નવેમ્બર ૨૦૧૫.
- ↑ "On Modi website, a piece on Gujarat's Buddhist link". The Indian Express. ૧૫ સપ્ટેમ્બર ૨૦૧૪. મેળવેલ ૧ નવેમ્બર ૨૦૧૫.
- ↑ "Mausam to link 10 Gujarat sites to Indian Ocean world". The Times of India. ૨૪ જુલાઇ ૨૦૧૪. મેળવેલ ૧ નવેમ્બર ૨૦૧૫.
- ↑ "Gujarat to be projected as Buddhist pilgrimage destination". The Times of India. ૧૧ જાન્યુઆરી ૨૦૧૦. મેળવેલ ૧ નવેમ્બર ૨૦૧૫.
- ↑ "India plans to preserve Buddhist caves". Buddhist Channel. ૩૦ માર્ચ ૨૦૧૧. મેળવેલ ૧ નવેમ્બર ૨૦૧૫.
- ↑ "A Virtual Tour, Gujarat Govt Preserving Rich Buddhist Heritage". India Behind The Lens (News Centre) IBTL. ૨૦ એપ્રિલ ૨૦૧૨. મેળવેલ ૧ નવેમ્બર ૨૦૧૫.
- ↑ Joshi, M. C. "Indian Archaeology 1988–89: A Review."
- ↑ Indian Archaeology, a Review. Archaeological Survey of India. ૧૯૯૩. પૃષ્ઠ 10.
- ↑ "સ્થાપત્યોની જાળવણી માટે અઢી કરોડ... પણ!". www.divyabhaskar.co.in. ૨૪ જાન્યુઆરી ૨૦૧૧. મેળવેલ ૧ નવેમ્બર ૨૦૧૫.
- ↑ "સિયોત ગુફા". Ha Ame Gujarati. મૂળ માંથી 2016-09-16 પર સંગ્રહિત. મેળવેલ ૧ નવેમ્બર ૨૦૧૫.