પાબુમઠ

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
પાબુમઠ
પુરાતત્વીય સ્થળ
પાબુમઠ is located in India
પાબુમઠ
પાબુમઠ
Coordinates: 23°37′N 70°31′E / 23.617°N 70.517°E / 23.617; 70.517Coordinates: 23°37′N 70°31′E / 23.617°N 70.517°E / 23.617; 70.517
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો કચ્છ
તાલુકો નખત્રાણા
સમય વિસ્તાર ભારતીય માનક સમય (UTC+૫.૩૦)

પાબુમઠ એ ગુજરાતના કચ્છ જિલ્લામાં આવેલું સિંધુ ખીણની સંસ્કૃતિ કાળનું પુરાતત્વીય સ્થળ છે.[૧]

ખોદકામ[ફેરફાર કરો]

આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા દ્વારા આ સ્થળે ૧૯૭૭-૭૮, ૧૭૭૮-૭૯ અને ૧૯૮૦-૮૧ દરમિયાન ખોદકામ હાથ ધરવામાં આવ્યું હતું.[૨]

તારણો[ફેરફાર કરો]

૧૯૮૦-૮૧ના ખોદકામ દરમ્યાન એક મોટી ઈમારત સંકુલ, યુનીકોર્ન નું છાપ ધરાવતી મહોર, છીપલાની બંગડીઓ, મણકાઓ, તાંબાની બંગડીઓ, સોય, સુરમા ધાતુ (એન્ટીમની -antimony)ના સળિયા, અભ્રકના ઝીણા મોતી; માટીના વાસણોમાં મળ્યા છે. આ વાસણો મોટા અને મધ્યમ કદના છે જેમા કટોરો, થાળીઓ, વાસણ રાખવાનો ઘોડો, કાણા વાળી બરણી વગેરેનો સમાવેશ થાય છે. આ વાસણો લાલ માટીના બનેલા છે તેના પર કાળા રંગે ચિત્રકારી કરેલી છે.[૧] ઢોરો, ભેંસ, માછલી, ઘેટાં, જંગલી ડુક્કર અને સસલાં જેવા પ્રાણીના અવશેષો પણ અહીં મળી આવ્યા હતા.[૧]

અન્ય અવલોકનો[ફેરફાર કરો]

આ સ્થળ કચ્છ જિલ્લામાં આવેલું છે. જ્યાં ઘણા સિંધુ સંસ્કૃતિના અવશેષો ધરાવતા અન્ય પુરાતત્ત્વિક સ્થળો જેમ કે ધોળાવીરા, દેશલપરસુરકોટડા વગેરે આવેલા છે.[૩]આ સિવાય દેશલપર, નેત્રા-ખીસ્સાર, સુરકોટડા, ધોળાવીરા, કોટડા, મેઘપર, સેવકિયા, ચિત્રોડ, કનમેર વગેરે જેવા અન્ય સિંધુ સંસ્કૃતિના પુરાતત્ત્વિક સ્થળોએ કિલ્લેબંધી પણ જોવા મળી છે.[૪]

આ પણ જુઓ[ફેરફાર કરો]

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]

  • પાબુમઠ નજીક આવેલી પુરાતત્ત્વિક સ્થળોની યાદી.[૫]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. ૧.૦ ૧.૧ ૧.૨ Mittra, Debala, ed. (૧૯૮૧). "Indian Archaeology 1980-81 A Review" (PDF). Indian Archaeology 1980-81 a Review. Calcutta: Government of India, Archaeological Survey of India: ૧૪. 
  2. Gregory L.Possehl,, M.H. Raval, Y.M.Chitalwala (૧૯૮૯). Harappan civilization and Rojdi. New Delhi: Oxford & IBH Pub. Co. p. ૧૯૧. ISBN 978-81-204-0404-5. 
  3. McIntosh, Jane R. (૨૦૦૮). The Ancient Indus Valley : New Perspectives. Santa Barbara, Calif.: ABC-CLIO. pp. xi. ISBN 978-1-57607-907-2. 
  4. Krishna Deva,, Lallanji Gopal, Shri Bhagwan Singh (૧૯૮૯). History and art: essays on history, art, culture, and archaeology presented to Prof. K.D. Bajpai in honour of his fifty years of indological studies. Ramanand Vidya Bhawan. p. ૨૬૫. 
  5. McIntosh, J. (૨૦૦૮). The Ancient Indus Valley: New Perspectives. ABC-CLIO. ISBN 9781576079072. Retrieved ૧૫ મે ૨૦૧૫.