લખાણ પર જાઓ

શીકારપુર (તા. ભચાઉ )

વિકિપીડિયામાંથી
શીકારપુર (તા. ભચાઉ )
—  ગામ  —
શીકારપુર (તા. ભચાઉ )નું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 23°08′29″N 70°24′14″E / 23.1415°N 70.4039°E / 23.1415; 70.4039
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો કચ્છ
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
કોડ
શીકારપુર
અન્ય નામવાલીમો ટીંબો
વિસ્તાર૪.૩ હેક્ટર
ઉંચાઇ7.5 m (25 ft)
ઇતિહાસ
સમયગાળોહડપ્પીય ૩એ થી હડપ્પીય ૩સી
સંસ્કૃતિઓસિંધુ ખીણની સંસ્કૃતિ
સ્થળની વિગતો
ખોદકામ તારીખ૧૯૮૭-૮૯, ૨૦૦૭-૦૮
પુરાતત્વવિદોરાજ્ય પુરાતત્વ વિભાગ અને મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલય
સ્થિતિખંડેર
માલિકીસાર્વજનિક
જાહેર પ્રવેશહા

શીકારપુર (તા. ભચાઉ ) ભારતના ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકામાં આવેલું એક ગામ છે[]. આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, નોકરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે મગ, તલ, બાજરી, જુવાર, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે[]. તાજેતરમાં થયેલ સંશોધનો મુજબ શીકારપુર સિંધુ ખીણની સંસ્કૃતિનું સ્થળ હતું.

ઇતિહાસ

[ફેરફાર કરો]

શીકારપુરનો કિલ્લો ૧૯મી સદીમાં બંધાયો હતો. તેમાં મુસ્લિમ પીરો, પાથા, ગેબાશા મુલ્તાની અને અસાબાની કબરોનો સમાવેશ થયા છે.

પુરાતત્વીય માહિતી

[ફેરફાર કરો]

પુરાતત્વીય સ્થળ શીકારપુરથી 4.5 kilometres (2.8 mi) દક્ષિણે વાલીમા ટીંબા પર આવેલું છે. તે ૩.૪ હેક્ટર વિસ્તારમાં ફેલાયેલ હડપ્પીય નગર ધરાવે છે, જ્યાં મુખ્ય પ્રવૃત્તિ વિવિધ વસ્તુઓના નિર્માણની હતી.

ખોદકામ ઇતિહાસ

[ફેરફાર કરો]

૧૯૮૭-૮૯ દરમિયાન ગુજરાત રાજ્યના પુરાતત્વ વિભાગે અહીં સંશોધન-ખોદકામ કરેલું. તે દરમિયાન અહીં 3 metres (9.8 ft) જાડો સ્તર મળેલો જેમાં નીચલું સ્તર શરૂઆતી હડપ્પીય સમયનો અને ઉપરનો સ્તર પુખ્ત હડપ્પીય સંસ્કૃતિનો જણાયો હતો.[] મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલય દ્વારા ૨૦૦૭-૨૦૦૮ દરમિયાન વધુ ખોદકામ હાથ ધરાયું હતું. તેમણે કેટલીક મહત્વની ચીજ-વસ્તુઓ અને અન્ય વિગતો શોધી કાઢેલી.[સંદર્ભ આપો]

મળેલી વસ્તુઓ

[ફેરફાર કરો]

અહીં મળેલી ચીજ-વસ્તુઓમાં અર્ધ-કિંમતી પથ્થરો, ટેરાકોટા, શંખથી બનાવેલી બંગડીઓ, તાંબાની છરી, બાણના ફણાં, વીંટીઓ, માટીનું રમકડાનું ગાડું અને પ્રાણીઓની મૂર્તિઓનો સમાવેશ થાય છે. ટેરાકોટાની માનવ ધડની મૂર્તિ પણ એક અગત્યની ગણાય છે, જે વ્યવસ્થિત રીતે પકાવીને બનાવાઇ છે, પરંતુ તેના હાથ, માથું અને નીચલો હિસ્સો તૂટી ગયેલ છે. વિવિધ પ્રકારના ચિત્રો અને ભાત ધરાવતા માટીના વાસણો પણ અહીંથી મળ્યા છે.[] અન્ય વસ્તુઓમાં શંખની બંગડીઓ, માટીનું રમકડાનું ગાડું, બંગડીઓ, ત્રિકોણાકાર પથ્થરો, બળદની મૂર્તિઓ, સોનાનાં નાનાં મણકાઓ, થાળી, વાટકાઓ, નાનાં માટલાઓ વગેરેનો સમાવેશ થાય છે.[][] પથ્થરની છરીઓના નમૂનાઓ પણ અહીંથી મળ્યા છે.[]

લખાણ ધરાવતી ટેરાકોટાની બે મુદ્રાઓ મળી આવી છે; એક મુદ્રા ત્રણ માથાઓ વાળું યુનિકોર્ન ધરાવે છે; બીજી મુદ્રા હડપ્પીય મુદ્રાઓના ત્રણ ઉપરાઉપરી કરેલા ચિહ્નો ધરાવે છે. આ ત્રણેય ચિહ્નો સ્પષ્ટ છે. મુદ્રાઓની પાછળની બાજુ દોરા અને ગાંઠની નિશાનીઓ છે.[]

સમાનતા

[ફેરફાર કરો]

શીકારપુર ખાતે મળેલા ૧૫,૪૮૩ અસ્થિઓના ટુકડાઓનો અભ્યાસ આર્કિઓલોજી લેબોરેટરી, ડેક્કન કોલેજ, પુણેમાં કરવામાં આવ્યો હતો અને તે પરથી જણાય છે કે તે હડપ્પીય સમાનતા ધરાવે છે. આ અસ્થિઓમાંથી ૫૩.૪૬% ની ઓળખ થઇ છે, જે ૨૩ સસ્તન પ્રાણીઓની ૪૭ જાતિઓ (તેમાં ઢોર પ્રાણીઓ, જંગલી ભેંસ, નીલગાય, કાળિયાર, હરણ, જંગલી સુવર, સસલું, ગેંડો વગેરેનો સમાવેશ થાય છે‌), ૩ પક્ષીઓ, ૫ માછલીઓ, ૧૩ મૃદુકાય જીવો વગેરેના છે. જે હડપ્પીય લોકોના ખોરાક અંગે સૂચન કરે છે. પુખ્ત હડપ્પીય સંસ્કૃતિના સ્તરમાં ઘોડાનાં અસ્થિ પણ મળી આવ્યા છે.[]

તાલુકાનું ભૌગોલીક સ્થાન અને ભચાઉ તાલુકાના ગામ


સંદર્ભ

[ફેરફાર કરો]
  1. ૧.૦ ૧.૧ જિલ્લા-પંચાયત, કચ્છ. "કચ્છ જિલ્લા પંચાયતની વેબસાઇટ પર ભચાઉ તાલુકાના ગામોની યાદી". ગુજરાત સરકાર. મૂળ માંથી 2011-01-04 પર સંગ્રહિત. મેળવેલ 2013-12-07.
  2. ૨.૦ ૨.૧ Singh, Upinder (૨૦૦૮). A History of Ancient and Early Medieval India: From the Stone Age to the 12th Century. Delhi: Pearson Education India. પૃષ્ઠ 158. ISBN 978-81-317-1120-0. મેળવેલ 27 June 2012.
  3. Bhan, Kuldeep K.; Sonawane, V. H.; Ajithprasad, P.; Pratapchandran, S. Excavations at Shikarpur, Gujarat, 2008-2009 (PDF). Department of Archaeology and Ancient History, Maharaja Sayyajirao University, Baroda, via harappa.com. પૃષ્ઠ ૫. મૂળ (PDF) માંથી 2012-09-21 પર સંગ્રહિત. મેળવેલ ૨૭ જૂન ૨૦૧૨.
  4. Indian Archaeology 1988-89: A Review. Pub : Archaeological Survey of India, New Delhi. Page 10.
  5. "On the Pastoral Economies of Harappan Gujarat: Faunal Analyses at Shikarpur in Context (PDF Download Available)". ResearchGate (અંગ્રેજીમાં). મેળવેલ ૧૭ મે ૨૦૧૭.
  6. Gadekar, Charusmita; Rajesh, S. V.; Ajithprasad, P. (2014-03-15). "Shikarpur lithic assemblage: New questions regarding Rohri chert blade production". Journal of Lithic Studies (અંગ્રેજીમાં). (૧): ૧૩૭–૧૪૯. doi:10.2218/jls.v1i1.764. ISSN 2055-0472. Available under CC BY 2.5 UK:Scotland.
  7. Bhan, Kuldeep K.; Sonawane, V. H.; Ajithprasad, P.; Pratapchandran, S. Excavations at Shikarpur, Gujarat, 2008-2009 (PDF). Department of Archaeology and Ancient History, Maharaja Sayyajirao University, Baroda, via harappa.com. પૃષ્ઠ 4. મૂળ (PDF) માંથી 21 સપ્ટેમ્બર 2012 પર સંગ્રહિત. મેળવેલ 27 June 2012.

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]