રતનપર (તા. ભચાઉ ) ભારતના ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકાનાં ખડીરબેટમાં આવેલું એક ગામ છે.[૧] આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, નોકરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે મગ, તલ, બાજરી, જુવાર, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.[૧]
સાંગવારી માતાનું ધામ[ફેરફાર કરો]
ગામમાં સાંગવારી માતાનું પ્રસિદ્ધ મંદીર આવેલું છે, જ્યાં શ્રધ્ધાળુઓ માતાના દર્શન કરવા આવે છે.
ગામમાં આલમટોક નામનું જોવાલાયક સ્થળ આવેલું છે. તેની બાજુમાં ઘંટનાદ જેવો કર્ણપ્રિય અવાજ ઉત્પન્ન કરતો પથ્થર છે.