ચોબારી (તા. ભચાઉ )

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
ચોબારી (તા. ભચાઉ )
—  ગામ  —
ચોબારી (તા. ભચાઉ )નુ

ગુજરાત અને ભારતમાં સ્થાન

અક્ષાંશ-રેખાંશ 23°30′56″N 70°20′43″E / 23.515692°N 70.345213°E / 23.515692; 70.345213
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો કચ્છ
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)

ચોબારી (તા. ભચાઉ ) ભારતના ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકામાં આવેલું એક ગામ છે[૧]. આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, નોકરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે મગ , તલ, બાજરી, જુવાર, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.[૧]

વિશેષ[ફેરફાર કરો]

અહીં ચાર દરવાજાઓ વાળી વાવ આવેલી છે, જેને ચોબારી (અર્થ: ચાર બારીઓ) તરીકે પણ ઓળખાય છે. આ વાવ પરથી ગામનું નામ પડ્યું છે એવી માન્યતા છે. આ વાવ ચોમુખી છે. આ ચોમુખી ધામમાં શિવ મંદિર પણ આવેલું છે.

જોવાલાયક સ્થળો[ફેરફાર કરો]

અહીંથી કચ્છના રણની સૂકી આબોહવાનો અંત થાય છે. આ સ્થળ પર ૧૭૮૩માં જોધપુરના મહારાજાની સિંધના ફતેહ અલી સામે હાર થઇ હતી. યુદ્ધના સ્થળે ૫૬ રાજપૂતોના પાળિયા (કબરો) આવેલા છે.[૨]

તાલુકાનું ભૌગોલીક સ્થાન અને ભચાઉ તાલુકાના ગામ

સંદર્ભ[ફેરફાર કરો]

  1. ૧.૦ ૧.૧ જિલ્લા-પંચાયત, કચ્છ. "કચ્છ જિલ્લા પંચાયતની વેબસાઇટ પર ભચાઉ તાલુકાના ગામોની યાદી". kutchdp.gujarat.gov.in. ગુજરાત સરકાર.
  2. Gazetteer of the Bombay Presidency: Cutch, Palanpur, and Mahi Kantha. Printed at the Government Central Press. ૧૮૮૦. p. ૨૧૯. Check date values in: |year= (મદદ)