લખાણ પર જાઓ

અજમો

વિકિપીડિયામાંથી

અજમો (શાસ્ત્રીય નામ: ટ્રેચીસ્પરમમ એમ્મી - Trachyspermum ammi), એ એક ભારતમાં અને પૂર્વ સમીપ વિશ્વમાં મળી આવતો એક છોડ છે તેના છોડ ને અજમાનો છોડ અને તેના બીજ ને અજમો કહેવાય છે. અજમાનો છોડ અંગ્રેજીમાં બીશપ્સ વીડ (bishop's weed) તરીકે ઓળખાય છે. અજમાના બીજને હિંદીમાં અજવાયન કહે છે. તે સિવાય તેને કેરમ સીડસ્ , અજોવાન કારાવે કે થાયમોલ સીડ્સ તરીકે પણ ઓળખાય છે. આના બીજનો ઉપયોગ રસોઈમાં મસાલા તરીકે થાય છે.[]

અજમો

આયુર્વેદીક મત

[ફેરફાર કરો]

અજમોએ આહારનું પાચન કરાવનાર, ગરમ, વાયુનાશક, ફેફસાની સકોંચ-વિકાસ ક્રિયાનું નિયમન કરનાર, ઉત્તમ ઉત્તેજક, બળ આપનાર, શરીરના કોઈ પણ ભાગમા થતા સડાને અટકાવનાર, દુર્ગધનાશક, વ્રણ-ચાંદા- ઘા મટાડનાર, કફ, વાયુના રોગો મટાડનાર, ગર્ભાશયને ઉત્તેજિત કરનાર, ક્રુમિનાશક છે. અજમોનું પા થી અડધી ચમચી ચુર્ણ અને તેનાથી અડધો સચંળ કે સિન્ધવ લુણ પાણી સાથે રોજ સવારે અને રાત્રે લેવાથી ઉપરની તકલીફ મટે છે.

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. Davidson, Alan, and Tom Jaine. The Oxford companion to food. Oxford University Press, USA, 2006. 805. Print. Retrieved Aug. 08, 2010, from ouCbL2AC&lpg=PA805&dq=baumkuchen&pg=PA9#v=onepage&q&f=false[હંમેશ માટે મૃત કડી]