શિકરા (તા. ભચાઉ )

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
શિકરા (તા. ભચાઉ )
—  ગામ  —

શિકરા (તા. ભચાઉ )નુ

ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 23°20′26″N 70°18′03″E / 23.340611°N 70.300709°E / 23.340611; 70.300709
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો કચ્છ
વસ્તી ૧,૬૫૪[૧] (૨૦૧૧)
લિંગ પ્રમાણ ૧,૦૬૮ /
સાક્ષરતા ૫૫.૧૪% 
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)

શિકરા (તા. ભચાઉ ) ભારતના ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકામાં આવેલું એક ગામ છે[૨]. આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, નોકરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે મગ , તલ, બાજરી, જુવાર, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે[૨].

ઇતિહાસ[ફેરફાર કરો]

શિકરા એક સમયે મોટું અને વિકસિત નગર હતું. તેમાંથી હવે કાગેશ્વર મહાદેવ મંદિરના અવશેષો બાકી રહ્યા છે, જ્યાં દંતકથા મુજબ લાખા ફુલાણીના પૂર્વજ ધારણ વાઘેલા પૂજા માટે દરરોજ આવતા હતા. ખંડરોમાં હવે ઝાડી-ઝાંખરા ઉગી નીકળ્યા છે. ગામની દક્ષિણે પીરની દરગાહ આવેલી છે અને ૧૬૬૬ ‍(સંવત ૧૭૨૩‌)માં બનેલી મોમણા કણબીની બે કબરો આવેલી છે. દરગાહની નજીક ૧૭૧૬ (સંવત ૧૭૭૩‌) માં બનેલું વાસુપૂજ્યનું જૈન મંદિર આવેલું છે. મંદિર પરના આક્રમણના ભયને કારણે વાસુપૂજ્યની આરસની મૂર્તિ ૧૭૮૫માં મિયાણાંઓ દ્વારા અધોઇ લઇ જવાઇ હતી. મંદિરની નજીક ઘણાં પાળિયાઓ આવેલા છે, જે ઇ.સ. ૧૦૦૩ ‍(સંવત ૧૦૬૦‌)ના છે.[૩]

તાલુકાનું ભૌગોલીક સ્થાન અને ભચાઉ તાલુકાના ગામ

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "Sikara Village Population, Caste - Bhachau Kachchh, Gujarat - Census India". www.censusindia.co.in (અંગ્રેજી માં). Retrieved ૫ મે ૨૦૧૭. Check date values in: |accessdate= (મદદ)
  2. ૨.૦ ૨.૧ જિલ્લા-પંચાયત, કચ્છ. "કચ્છ જિલ્લા પંચાયતની વેબસાઇટ પર ભચાઉ તાલુકાના ગામોની યાદી". ગુજરાત સરકાર.
  3. Gazetteer of the Bombay Presidency: Cutch, Palanpur, and Mahi Kantha. Printed at the Government Central Press. ૧૮૮૦. p. ૨૫૦-૨૫૧. Check date values in: |year= (મદદ)