લખાણ પર જાઓ

ચિત્રોડ

વિકિપીડિયામાંથી
ચિત્રોડ
—  ગામ  —
ચિત્રોડનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 23°24′36″N 70°40′40″E / 23.409913°N 70.677688°E / 23.409913; 70.677688
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો કચ્છ
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
કોડ

ચિત્રોડ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લામાં આવેલા રાપર તાલુકામા આવેલુ આ નાનુ ગામ છે. આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.

જોવાલાયક સ્થળો

[ફેરફાર કરો]

ગામથી લગભગ ૧ માઇલ ઉત્તરે ચાર મંદિરોના ખંડેરો અને તળાવ આવેલું છે. આ મંદિરો કાઠી સમુદાયના લોકોએ બંધાવ્યું હતું જેઓ ૧,૫૦૦ વર્ષ પહેલાં અહીં સ્થાયી થયા હતા. આ મંદિરોમાં એક મંદિર દુર્ગા માતાનું છે અને તે ઉત્તમ પથ્થરો અને મૂર્તિઓ વડે બંધાયું હતું. હાલમાં આ મંદિરો ખંડિત અવસ્થામાં છે અને મોટાભાગની મૂર્તિઓ અન્ય સ્થળોએ લઇ જવાઇ છે. ગામથી ૧ માઇલ પૂર્વ દિશામાં કાઠીઓનું મોટું ગામ આવેલું છે જ્યાં ૧૫૦૨ (સંવત ૧૫૫૯)ની સાલના મહાદેવના મંદિરના અવશેષો જોવા મળે છે.[]

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. Gazetteer of the Bombay Presidency: Cutch, Palanpur, and Mahi Kantha. Printed at the Government Central Press. ૧૮૮૦. પૃષ્ઠ ૨૧૯.
રાપર તાલુકાના ગામ અને તાલુકાનું ભૌગોલિક સ્થાન