અમરાપર
Appearance
અમરાપર | |||
— ગામ — | |||
અક્ષાંશ-રેખાંશ | 23°30′08″N 70°57′39″E / 23.502312°N 70.960758°E | ||
દેશ | ભારત | ||
રાજ્ય | ગુજરાત | ||
જિલ્લો | કચ્છ | ||
અધિકૃત ભાષા(ઓ) | ગુજરાતી,હિંદી[૧] | ||
---|---|---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) | ||
કોડ
|
અમરાપર ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લામાં આવેલા રાપર તાલુકામા આવેલુ નાનું ગામ છે. અમરાપર ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.
મેળો
[ફેરફાર કરો]દર વર્ષે અહીં મહંમદ ગઝનીના અમીર કારા કાસીમની યાદમાં મેળો યોજાય છે. કારા કાસીમને અહીં શાસન કરતા સામા રાજપૂતો દ્વારા ૧૪ સદીમાં હણી નાખવામાં આવ્યો હતો. આ મેળો ચૈત્ર વદના પ્રથમ સોમવારે (એપ્રિલ-મે) શરૂ થાય છે અને પાંચ દિવસ ચાલે છે, જે મુન્દ્રાના પીર શાહ મુરાદની દેખરેખમાં થાય છે. લોકો દરગાહ પર પૈસા, નારિયેર, કપડાં, બકરીઓ, ઘેટાં, મિઠાઇઓ અને ખજૂર ચડાવે છે.[૧]
સંદર્ભો
[ફેરફાર કરો]- ↑ Gazetteer of the Bombay Presidency: Cutch, Palanpur, and Mahi Kantha. Printed at the Government Central Press. ૧૮૮૦. પૃષ્ઠ ૨૧૦.
| ||||||||||||||||