લખાણ પર જાઓ

રવ મોટી

વિકિપીડિયામાંથી
રવ મોટી
—  ગામ  —
રવ મોટીનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 23°39′27″N 70°35′32″E / 23.657516°N 70.592115°E / 23.657516; 70.592115
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો કચ્છ
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
કોડ

રવ મોટી ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લામાં આવેલા રાપર તાલુકામા આવેલુ આ નાનુ ગામ છે. આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.

ભૂગોળ[ફેરફાર કરો]

આ ગામ રવ નાની ગામ નજીક મંદિર અને મેદાનનો સમાવેશ કરે છે. ચોબારીથી 19 miles (31 km) અંતરે આવેલું છે.

રવેચી માતા મંદિર[ફેરફાર કરો]

ગામમાં રવેચી માતાનું મંદિર તળાવના કિનારે આવેલું છે, જે ૧૮૨૧ (સંવત ૧૮૭૮)માં ૬૩૩ પાઉન્ડ (૨૪,૦૦૦ કચ્છ કોરી)ના ખર્ચે બાંધવામાં આવ્યું હતું. આ મંદિર ૩૦ ફીટ લાંબુ, ૧૭ ફીટ પહોળું અને ૫૪ ફીટ ઉંચાઇની સાથે બે ગુંબજો ધરાવે છે. જેમાં પ્રથમ ૭ ચોરસ ફીટ અને બીજો ૧૪x૭ ફીટનો છે. મંદિરનો મુખ્ય ભાગ ૧૪ ફીટ x ૧૩ ફીટ વિસ્તાર પર ૪૪ ફીટ ઉંચાઇ પર છે. મંદિરમાં રવેચી માતાની મોટી મૂર્તિ આવેલી છે, જે વાગડ વિસ્તારમાં બહુ માન્યતા ધરાવે છે. જૂનું મંદિર જે ૯ ગુંબજ ધરાવતું હતું અને પાંડવો દ્વારા બાંધવામા આવ્યું હતું, તે બાબી સૈન્ય દ્વારા વિનાશ કરી દેવામાં આવ્યું તેમ મનાય છે. મંદિરની દિવાલના ખૂણા પર પાળિયો આવેલો છે જેના પર ઇ.સ. ૧૨૭૧ (સંવત ૧૩૨૮)ની સાલનું લખાણ છે.[૧][૨]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. Gazetteer of the Bombay Presidency: Cutch, Palanpur, and Mahi Kantha. Printed at the Government Central Press. ૧૮૮૦. પૃષ્ઠ ૨૪૯.
  2. "Ravechi Mata Temple". The Megalithic Portal. ૨૮ ઓક્ટોબર ૨૦૦૭. મેળવેલ ૧ ઓગસ્ટ ૨૦૧૫.
રાપર તાલુકાના ગામ અને તાલુકાનું ભૌગોલિક સ્થાન