ફતેહગઢ (તા.રાપર)

વિકિપીડિયામાંથી
ફતેહગઢ (તા.રાપર)
—  ગામ  —
ફતેહગઢ (તા.રાપર)નું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 23°42′04″N 70°50′49″E / 23.701063°N 70.846903°E / 23.701063; 70.846903
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો કચ્છ
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
કોડ

ફતેહગઢ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લામાં આવેલા રાપર તાલુકામા આવેલુ ગામ છે. ફતેહગઢ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમજ પશુપાલન છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમજ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.

ઈતિહાસ[ફેરફાર કરો]

ફતેહગઢની સ્થાપના ૧૯મી સદીની શરૂઆતમાં કચ્છ રાજ્યના પ્રધાન ફતેહ મહંમદ (૧૭૮૬ - ૧૮૧૩) દ્વારા કરવામાં આવી હતી. ગામની આસપાસ કિલ્લેબંધી કરીને તેમણે ટૂંકા ગાળામાં જ ગામને સલામત બનાવ્યું હતું. ૧૮૨૩ના દુષ્કાળમાં કચ્છના રણથી ગુજરાતમાં થતા લૂંટારાઓના હુમલાથી બચાવીને તેમણે ગામમાં ઘણાં વેપારીઓને આકર્ષયા હતા. ૧૮૨૮માં તે કચ્છના વાગડ વિસ્તારનું લગભગ ૨,૦૦૦ લોકોની વસતિ ધરાવતું એક સમૃદ્ધ ગામ હતું.[૧]

રાપર તાલુકાના ગામ અને તાલુકાનું ભૌગોલિક સ્થાન


સંદર્ભ[ફેરફાર કરો]

  1. Gazetteer of the Bombay Presidency: Cutch, Palanpur, and Mahi Kantha. Printed at the Government Central Press. 1880. પૃષ્ઠ 220.