વ્રજવાણી (તા.રાપર)

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
વ્રજવાણી (તા.રાપર)
—  ગામ  —
વ્રજવાણી (તા.રાપર)નુ

ગુજરાત અને ભારતમાં સ્થાન

અક્ષાંશ-રેખાંશ 23°48′59″N 70°47′45″E / 23.816266°N 70.795705°E / 23.816266; 70.795705
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો કચ્છ
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)

વ્રજવાણી ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લામાં આવેલા રાપર તાલુકામા આવેલુ ઐતિહાસિક ગામ છે. દેશલપર ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમજ પશુપાલન છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમજ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.

વ્રજવાણીનો ઇતિહાસ[ફેરફાર કરો]

આ ગામમાં શહીદ થયેલી ૧૪૦ આહીર મહિલાઓના પાળીયા આવેલા છે. આ અંગે દસેક જેટલા વહીવંચા બારોટના અભિપ્રાય મેળવાયા છે, જેમાં સંવત ૧૫૧૧ વૈશાખ સુદ ચોથના આ ગામે આહિરાણીઓ સતી થઇ હોવાનો ઉલ્લેખ છે. તેમાં જણાવાયા મુજબ અમરાભાઇ આહિર અને રવાભાઇ આહિરના બે કબીલા હતા અને બન્ને કબીલાઓ વચ્ચે વધારે કુસંપ હતો. જેમાં અમરા આહિરના કબીલાવાળાઓએ રવા આહિરના કબીલાઓની મહિલાઓ જે ઢોલીના તાલે રાસ રમી રહી હતી તે ઢોલી સામેના કબીલાનો હોવાથી તલવારના ઘાએ ઢોલી ઢળી પડતાં તેના પાછળ આઘાતમાં આવી જઇને ૧૪૦ આહિરાણીઓ સતી થઇ ગઇ હોવાનું વહીવંટીચા બારોટ મોઘા વાઘા પાસે ઉલ્લેખ છે.[૧]

રાપર તાલુકાના ગામ અને તાલુકાનું ભૌગોલીક સ્થાન

સંદર્ભ[ફેરફાર કરો]