લખાણ પર જાઓ

કોરી ખાડી

વિકિપીડિયામાંથી
૧૯૦૯નો નક્શો -જેમાં સિંધના ભાગ રૂપે કચ્છના રણમાં કોરી ખાડી બતાવી છે.

કોરી ખાડીભારતના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌથી મોટા કચ્છ જિલ્લાના કચ્છના રણમાં આવેલી ખાડી (ભરતી) છે.

કોરી ખાડી

આ ખાડી [http:https://geohack.toolforge.org/geohack.php?pagename=%E0%AA%95%E0%AB%8B%E0%AA%B0%E0%AB%80_%E0%AA%96%E0%AA%BE%E0%AA%A1%E0%AB%80&params=23.35_N_68.22_E_region:IN_type:river_source:GNS-enwiki ૨૩.૩૫° N ૬૮.૨૨° E] પર સ્થિત છે. આ ખાડી કચ્છના રણના કળણ વિસ્તારમાં આવેલી છે.

૧૯૯૯ના એટલાંટિક બનાવને કારણે પણ આ સ્થળ પ્રચલિત બન્યું છે. ૧૦ ઓગસ્ટ ૧૯૯૯ના દિવસે ભારતીય હવાઈ સૈન્યએ પાકિસ્તાન નૌકા સૈન્યની હવાઈ પાંખના બ્રેગેટ એટલાંટિક પેટ્રોલ વિમાનને પોતાની હવાઈ સીમાનું ઉલ્લંઘન કરતા તોડી પાડ્યું હતું. આ વિમાનમાં ૧૬ પ્રવાસીઓ હતા. આના પર પાકિસ્તાને વાંધો ઉઠાવ્યો હતો. આ વિમાનનો કાટમાળ પાકિસ્તાનની સીમામાં પણ પડ્યો હતો. આ ઘટના કારગીલ યુદ્ધના એક મહિના પછી બની હતી અને તેથી બંને દેશ વચ્ચેના સંબંધો વધુ તણાવ ગ્રસ્ત બન્યા હતા.