તુણા (તા. અંજાર)

વિકિપીડિયામાંથી
તુણા (તા. અંજાર)
—  ગામ  —
તુણા (તા. અંજાર)નું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 22°59′04″N 70°04′50″E / 22.984412°N 70.080693°E / 22.984412; 70.080693
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો કચ્છ
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
કોડ

તુણા ભારતના ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લાના અંજાર તાલુકામાં આવેલું એક ગામ[૧] અને બંદર[૨] છે. આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, નોકરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે મગ, તલ, બાજરી, જુવાર, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.[૧]

તુણા બંદર[ફેરફાર કરો]

તુણા બંદર અઢારમી સદીના મધ્ય ભાગમાં કચ્છ રજવાડાના રાવ દ્વારા વિકસાવવામાં આવ્યું હતું.

ફતેહ મહંમદ (૧૭૮૬ -૧૮૧૩) દ્વારા માંડવી, તુણા અને લખપત બંદરનો વધુ વિકાસ કચ્છના રાજવી રાવ રાયધણજી ત્રીજાના સમયમાં કરવામાં આવ્યો હતો. તુણા બંદરનું નામ નજીકમાં જ આવેલા તુણા ગામ પરથી પડ્યું હતું.[૩]

ભુજ સાથે તુણા બંદરને જોડતી રેલ્વે લાઇન દર્શાવતો ઉત્તર બોમ્બે પ્રેસિડેન્સીનો નકશો, ૧૯૦૯. અહીં કંડલા બંદર દર્શાવેલ નથી, કારણકે તે ૧૯૩૦ પછી જ વિકસાવવામાં આવ્યું હતું.

૧૯૦૦-૦૧ દરમિયાન જાડેજા રાજા મહારાવ શ્રી ખેંગારજી બાવા (૧૮૭૫ – ૧૯૪૨) ના શાસન દરમિયાન તુણા બંદરથી અંજાર વચ્ચે નેરોગેજ રેલ્વે લાઇન નાખવામાં આવી હતી, જે કચ્છ રાજ્ય રેલ્વેનો ભાગ હતી અને રજવાડાની માલિકીની હતી. ૧૯૦૫માં તુણાથી અંજાર વચ્ચે પ્રથમ ટ્રેન દોડી હતી. ૧૯૦૮માં આ લાઇન વિસ્તૃત કરીને રાજધાની ભુજ સુધી લંબાવવામાં આવી હતી. હાલમાં તુણા-અંજાર વચ્ચેની આ રેલ્વે લાઇન અસ્તિત્વમાં નથી પણ તેને ફરી શરૂ કરવાની યોજના પ્રસ્તાવ હેઠળ છે.

૧૯૩૦ના દાયકામાં તુણા બંદરે કંડલા બંદરનો વિકાસ મહારાવ શ્રી ખેંગારજી ત્રીજા દ્વારા કરવાનું નક્કી કરવામાં આવતા પોતાનું મહત્વ ગુમાવ્યું. અંજાર અને કંડલા વચ્ચે કચ્છ રાજ્ય વચ્ચે રેલ્વે લાઇન શરૂ કરવામાં આવી.

ભારતની સ્વતંત્રતા પછી કરાચી બંદર પાકિસ્તાનમાં જતા ૧૯૫૦માં ભારત સરકાર દ્વારા કંડલા બંદરનો વિકાસ કરવામાં આવ્યો. કંડલા રેલ્વે સ્ટેશનનું ગાંધીધામ નામ આપવામાં આવ્યું, જ્યાં સિંધી નિરાશ્રતો માટે નવા નગરનો વિકાસ કરવામાં આવ્યો હતો.

તુણા બંદર કંડલા પોર્ટ ટ્રસ્ટ દ્વારા સંચાલિત છે. ટ્રસ્ટે તુણાનો કંડલાના બાહ્ય બંદર તરીકે વિકાસ કરવાનું નક્કી કર્યું છે, જેથી તે અદાણી જૂથ દ્વારા સંચાલિત મુન્દ્રા બંદરની હરિફાઇ કરી શકે.[૪][૫] કંડલા પોર્ટ ટ્રસ્ટ વડે વિકસાવવામાં આવેલું આ બંદર વાડીનાર પછીનું બીજું બંદર છે.[૬]

વાહનવ્યવહાર[ફેરફાર કરો]

કંડલા હવાઇમથક સૌથી નજીકનું હવાઇમથક અને ગાંધીધામ સૌથી નજીકનું રેલ્વે સ્ટેશન છે.

હાલની સ્થિતિ[ફેરફાર કરો]

હાલમાં તુણા પોર્ટનું સંચાલન કંડલા પોર્ટ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે. કંડલા પોર્ટ ટ્રસ્ટે નજીકમાં આવેલા, અદાણી ગ્રૂપ દ્વારા સંચાલિત નજીકના ખાનગી માલિકીના મુન્દ્રા પોર્ટ સાથે સ્પર્ધા કરવા માટે કચ્છમાં તુણાને સેટેલાઇટ બંદર તરીકે વિકસાવવાનું નક્કી કર્યું છે. [૭] [૮] કંડલા પોર્ટ ટ્રસ્ટ દ્વારા વિકસાવવામાં આવેલ વાડીનાર બંદર પછી આ બીજું બંડા છે. [૯]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. ૧.૦ ૧.૧ "કચ્છ જીલ્લા પંચાયત - મારો તાલુકો - અંજાર". ગુજરાત સરકાર. મૂળ માંથી ૪ જાન્યુઆરી ૨૦૧૧ પર સંગ્રહિત.
  2. Gazetteer of the Bombay Presidency: Cutch, Palanpur, and Mahi Kantha. Printed at the Government Central Press. ૧૮૮૦. પૃષ્ઠ ૨૫૨.
  3. Fatehmamad also constructed many forts in Kutch to save the state from invaders
  4. "Development of Tuna Port crucial for Kandla Port's survival". મૂળ માંથી 2012-10-10 પર સંગ્રહિત. મેળવેલ 2018-03-09.
  5. Kandla Port is now coming up with a project in Tuna Port to be developed as satellite port in Gujarat.
  6. Tuna Port, which is under the control of Kandla Port Trust (KPT), will be developed as Satellite Port in Gujarat. This will be the second port, after the Vadinar Port, to be developed by KPT in Gujarat[હંમેશ માટે મૃત કડી]
  7. Development of Tuna Port crucial for Kandla Port’s survival સંગ્રહિત ૨૦૧૨-૧૦-૧૦ ના રોજ વેબેક મશિન
  8. Kandla Port is now coming up with a project in Tuna Port to be developed as satellite port in Gujarat.
  9. Tuna Port, which is under the control of Kandla Port Trust (KPT), will be developed as Satellite Port in Gujarat. This will be the second port, after the Vadinar Port, to be developed by KPT in Gujarat
અંજાર તાલુકાનું ભૌગોલિક સ્થાન અને ગામ