ભુવડ (તા. અંજાર)

વિકિપીડિયામાંથી
ભુવડ (તા. અંજાર)
—  ગામ  —
ભુવડ (તા. અંજાર)નું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 23°16′N 69°40′E / 23.27°N 69.67°E / 23.27; 69.67
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો કચ્છ
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
કોડ

ભુવડ ભારતના ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લાના અંજાર તાલુકામાં આવેલું એક ગામ છે.[૧] આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, નોકરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે મગ , તલ, બાજરી, જુવાર, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.[૧]

ઇતિહાસ[ફેરફાર કરો]

ભુવડ ગામમાં ભુવડેશ્વર મહાદેવનું ખંડિત મંદિર આવેલું છે, જેનો મુખ્ય ખંડ, મંડપ ૩૧ ફીટ x ૩૯ જેટલો છે અને તેમાં ૬૪ થાંભલાઓ આવેલા છે. ૧૮ થાંભલાઓ બાજુ પર અને ૧૨ ગુંબજ નીચે છે. આ થાંભલાઓ તેમની એક તૃતિયાંશ ઉંચાઇ સુધી ચોરસ અને ત્યારબાદ અષ્ટકોણીય છે અને છેક ઉપર ગોળાકાર છે. મુખ્ય મૂર્તિ કક્ષ ૨૩ ચોરસ ફીટ, ૧૨ થાંભલાઓ ધરાવે છે. મંદિરની દિવાલો પથ્થરની બનેલી છે. મુખ્ય દ્વારા પર ભવાની દેવીની મૂર્તિ આવેલી છે. થાંભલીઓ પર ૧૨૮૯-૯૦ (સંવત ૧૩૪૬)ની સાલ દર્શાવતું લખાણ કોતરેલું છે. તેમાં વનરાજ અને કેટલાંક ઠાકોરો, કદાચ તેમનાં પૂર્વજોના નામ કોતરેલા છે. ભુવડ, જેના પર પરથી આ ગામનું નામ પડ્યું છે, તે ચાવડા સરદાર હતો, તેનો વધ કાઠીઓ અથવા લાખા ફુલાના જાડેજા દ્વારા ૧૩૨૦માં કરવામાં આવ્યો હતો. ભુવડના માથાં વગરના ધડે પણ યુદ્ધ ચાલુ રાખ્યું હતું તેવું કહેવાય છે. ભુવડની લાલ રંગની માથાં વગરની મૂર્તિ અહીં આવેલી છે. તેની બાજુમાં ભુવડ જોડે યુદ્ધમાં ખપી ગયેલ યોદ્ધાઓના પાળીયાઓ આવેલા છે.[૨]

ભુવડેશ્વર મહાદેવનું મંદિર રાજ્ય સંરક્ષિત સ્મારક (S-GJ-64‌) છે.

અંજાર તાલુકાનું ભૌગોલિક સ્થાન અને ગામ


સંદર્ભ[ફેરફાર કરો]

  1. ૧.૦ ૧.૧ "કચ્છ જીલ્લા પંચાયત - મારો તાલુકો - અંજાર". kutchdp.gujarat.gov.in. ગુજરાત સરકાર. મૂળ માંથી ૪ જાન્યુઆરી ૨૦૧૧ પર સંગ્રહિત.
  2. Gazetteer of the Bombay Presidency: Cutch, Palanpur, and Mahi Kantha. Printed at the Government Central Press. ૧૮૮૦. પૃષ્ઠ ૨૧૯.