અબડાસા તાલુકો
અબડાસા તાલુકો | |
---|---|
તાલુકો | |
દેશ | ભારત |
રાજ્ય | ગુજરાત |
જિલ્લો | કચ્છ |
મુખ્ય મથક | નલિયા |
વિસ્તાર | |
• કુલ | ૨,૩૯૮.૨૬ km2 (૯૨૫.૯૭ sq mi) |
વસ્તી (૨૦૧૧)[૧] | |
• કુલ | ૧૧૭૫૩૮ |
• ગીચતા | ૪૯/km2 (૧૩૦/sq mi) |
• લિંગ પ્રમાણ | ૯૧૫ |
• સાક્ષરતા | ૬૭.૨૭ |
સમય વિસ્તાર | UTC+૫:૩૦ (IST) |
વાહન લાયસન્સ કોડ | GJ-12 |
અબડાસા તાલુકો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લાનો તાલુકો છે. નલિયા આ તાલુકાનું મુખ્ય મથક છે.
નામ
[ફેરફાર કરો]અબડાસા નામ રાજપુત શુરવીર અબડા અડભંગનાં નામ પરથી પડ્યું છે. લોકવાયકા પ્રમાણે, અબડા અભડંગે માથું વઢાઈ જતાં, ૭૨ દિવસ સુધી ફક્ત ધડથી દુશ્મનો સામે યુદ્ધ કરી પોતાનું બલિદાન આપ્યું હતું. આ શુરવીરની ભૂમિ, અબડાની ભુમિને, અબડાસા તરીકે ઓળખવામાં આવે છે. અન્ય એક વાયકા પ્રમાણે અબડાસા નામ ત્યાંના રાજા 'જામ અબડા' પરથી પડ્યું હોવાનું કહેવાય છે.
ભૂગોળ
[ફેરફાર કરો]તાલુકાનો વિસ્તાર 2,398.26 square kilometres (926 sq mi) છે.[૨]
અબડાસા તાલુકાની મુખ્ય નદીઓ ખારી, કંકાવટી અને બેરચિયા નદી છે.[૩]
મહત્વના સ્થળો
[ફેરફાર કરો]ઘોરાડ અભયારણ્ય
[ફેરફાર કરો]એક સમયે સમગ્ર ભારતમાં ફેલાયેલા પક્ષી ઘોરાડના છેલ્લા બચેલા નિવાસ સ્થાનોમાંના એક વિસ્તાર તરીકે જાણીતો બનેલો છે[૪].
યાત્રાધામો
[ફેરફાર કરો]અબડાસા તાલુકો જૈન ધર્મના મહત્વના યાત્રાધામોનો સમાવેશ કરે છે, જે પાંચ ગામો જખૌ, નલિયા, તેરા, કોઠારા અને સુથરીમાં આવેલા છે.[૫] - આ પાંચ ગામોનો સમૂહ અબડાસા ની પંચતિર્થી તરીકે ઓળખાય છે.
ગામો
[ફેરફાર કરો]અબડાસા તાલુકામાં ૮૫ ગ્રામ પંચાયતો,[૬] અને કુલ ૧૬૭ ગામોનો સમાવેશ થાય છે.[૭]
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ "Abdasa Taluka Population, Religion, Caste Kachchh district, Gujarat - Census India". www.censusindia.co.in (અંગ્રેજીમાં). મૂળ માંથી 2020-10-24 પર સંગ્રહિત. મેળવેલ ૨૦ જૂન ૨૦૧૭.
- ↑ "Districtwise / Talukawise Salient Features of Population Statistics (1991 and 2001): Gujarat" (PDF). Directorate of Economics and Statistics, Government of Gujarat. પૃષ્ઠ ૭. મૂળ (PDF) માંથી 2013-05-30 પર સંગ્રહિત. મેળવેલ 2016-07-29.
- ↑ "અબડાસા તાલુકા પંચાયત (Abadasa Taluka Panchayat)". Kutch District. મૂળ સંગ્રહિત માંથી 2012-10-14 પર સંગ્રહિત. મેળવેલ 2016-07-29.
- ↑ "અબડાસા, અ નિગલેક્ટેડ પેરેડાઈઝ". કચ્છ ઇકોલોજીકલ રીસર્ચ સેંટર અને કોરબેટ ફાઉન્ડેશન. ૨ ફેબ્રુઆરી ૨૦૧૫.
- ↑ Kutch by India. Superintendent of Census Operations, Gujarat. Director, Government Print. and Stationery, Gujarat State. ૧૯૬૪. પૃષ્ઠ ૫૩.
- ↑ "Reports of National Panchayat Directory: Village Panchayat Names of Abdasa, Kachchh, Gujarat". Ministry of Panchayati Raj, Government of India. મૂળ માંથી 2013-06-20 પર સંગ્રહિત. મેળવેલ 2016-07-29.
- ↑ "Villages of Abdasa Taluka". Kutch District. મૂળ સંગ્રહિત માંથી 2012-07-07 પર સંગ્રહિત. મેળવેલ 2016-07-29.