લખાણ પર જાઓ

તેરા (તા. અબડાસા)

વિકિપીડિયામાંથી
તેરા (તા. અબડાસા)
—  ગામ  —
તેરા (તા. અબડાસા)નું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 23°17′13″N 68°56′17″E / 23.286903°N 68.938158°E / 23.286903; 68.938158
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો કચ્છ
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
કોડ

તેરા (તા. અબડાસા) ભારતના ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લાના અબડાસા તાલુકામાં આવેલું એક ગામ છે[]. આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, નોકરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે મગ , તલ, બાજરી, જુવાર, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે[].

આ ગામ નલિયા રેલ્વે સ્ટેશનથી ૧૭ કિ.મી., ભુજ રેલ્વે સ્ટેશનથી ૮૫ કિ.મી., સુથરી તીર્થથી ૪૨ કિ.મી., જખૌ-કોઠારા તીર્થથી ૩૦ કિ.મી.ના અંતરે આવેલું છે. ગામમાં ત્રણ તળાવો પણ આવેલા છે. જેમના નામ ચત્તાસર, છત્તાસર અને સુમરાસર છે. અહીં આવેલા તેરા કિલ્લાની તરત બહાર રાજા-રાણીની બેઠક સુમરાસર તળાવને અડીને આવેલી છે. ૨૦૦૧ના ભુકંપ પછી આ સ્થળ ખંડેર હતું. ત્યાર બાદ તેનું પુનઃ નિર્માણ થયું છે. સુમરાસર તળાવને સામે કિનારે એક સનસેટ પોઇન્ટનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે. તેરા ગામ પ્રાચીન કિલ્લો, સુંદર તળાવ, હવેલીઓ, રામાયણ આધારિત કામાંગરી ચિત્રકલા, શિલ્પ સ્થાપત્ય યુક્ત જૈન દેરાસરને કારણે 'હેરીટેજ વિલેજ' તરીકે ખુબ જ જાણીતું છે.

ઇતિહાસ

[ફેરફાર કરો]

તેરા ગામ મહારાવ શ્રી પ્રાગમલજી બીજાના નાનાભાઈ ગગુભા (હમીરજી)ને ગરાસમાં મળેલું. જેઓ મહારાવ શ્રી દેશળજી બીજાના લાડકા પુત્ર હતા તેથી ભુજ જેવો જ દરબારગઢ ત્યાં બંધાવેલો છે. દરબારગઢમાં આવેલા મોલાતમાં રામાયણના સુંદર કમાંગરી શૈલીનાં ચિત્રો આવેલાં છે. આ ચિત્રોની નકલ ભારતીય સંસ્કૃતિ દર્શન, કચ્છ સંગ્રહાલયમાં ભાવનગરના પ્રો. ખોડીદાસ પરમારે બનાવી છે.

ધાર્મિક સ્થળો

[ફેરફાર કરો]

તેરા ગામમાં શ્રી જીરાવલ્લા પાર્શ્વનાથજી જૈન દેરાસર નામનું ભગવાન પાર્શ્વનાથનું જૈન મંદિર પણ આવેલું છે, જે ૧૪૬ વર્ષ જૂનું છે. આ દેરાસર શેઠ રાયમલ શીવજી તથા શેઠ બુઢ્ઢા ડોસાએ સંવત ૧૯૧૫માં બંધાવેલું છે. મૂળનાયક શ્રી શામળીયા પાર્શ્વનાથ ભગવાનનું દેરાસર (કાચમંદિર) ગોરજીઓ (યતિશ્રીઓ) એ બંધાવેલું છે, જે લગભગ ૨૭૫ વર્ષથી પણ અધિક પ્રાચીન છે. અહીં રહેવાની, ભોજનશાળાની તથા આયંબિલ ખાતાની સગવડ છે. અહીં મોઢેશ્વરી માતાનું પ્રાચિન મંદિર પણ આવેલું છે, જેનો જીર્ણોદ્ધાર મોઢ બ્રાહ્મણોએ કરાવેલો છે.

આ પણ જુઓ

[ફેરફાર કરો]
તાલુકાનું ભૌગોલિક સ્થાન અને અબડાસા તાલુકાના ગામ
  1. અરીખાણા
  2. આશાપર
  3. ઉકીર
  4. ઉસ્તીયા
  5. ઐડા
  6. કનકપર
  7. કમંડ
  8. કરમટા
  9. કંઢાય
  10. કાડોઈ
  11. કારા તળાવ
  12. કારૈયા
  13. કુકડાઉ
  14. કુણઠિયા
  15. કુવાપધ્ધર
  16. કોઠારા
  17. કોસા
  18. ખાનાય
  19. ખારુઆ
  20. ખીરસરા (કોઠારા)
  21. ખીરસરા (વિંઝાણ)
  22. ખુઅડો
  23. ગુડથર
  24. ગોયલા
  25. ગોલાય
  26. ચરોપડી નાની
  27. ચાવડકા
  28. ચિયાસર
  29. છછી
  30. છસરા
  31. છાડુરા
  32. જખૌ
  33. જસાપર
  34. જંગડીયા
  35. જાના-કોસા
  36. જોગીયાય
  37. ડાબણ
  38. ડાહા
  39. ડુમરા
  40. તેરા
  41. ત્રંબૌ
  42. થુમડી
  43. ધુણવાઈ
  44. ધ્રુફી નાની
  45. નરેડી
  46. નલિયા
  47. નવાવાડા
  48. નવાવાસ (વાંઢ)
  49. નાગોર
  50. નાના કરોડિયા
  51. નાના નાંધરા
  52. નાની બાલચોડ
  53. નાની બેર
  54. નાની સિંધોડી
  55. નારાણપર
  56. નાંગિયા
  57. નુંધાતડ
  58. નોડેવાંઢ
  59. પટ
  60. પીયોણી
  61. પૈયા / પઈ
  62. પ્રજાઉ
  63. ફુલાય
  64. ફુલાયા વાંઢ
  65. બારા
  66. બાલાપર
  67. બાંડીયા
  68. બિટીયારી
  69. બિટ્ટા
  70. બુટ્ટા (અબડાવાળી)
  71. બુડધ્રો
  72. બુડિયા
  73. બેરાચીયા
  74. બોહા
  75. ભવાનીપર
  76. ભાચુંડા
  77. ભાનાડા
  78. ભીમપર
  79. ભેદી (પઈ)
  80. ભોઆ
  81. મંજલ રેલડિઆ
  82. મિયાણી
  83. મોખરા
  84. મોટા કરોડિયા
  85. મોટા નાંધરા
  86. મોટી અક્રી
  87. મોટી ચારોપડી
  88. મોટી ધુફી
  89. મોટી બાલચોડ
  90. મોટી બેર
  91. મોટી વામોટી
  92. મોટી વાંઢ
  93. મોટી સિંધોડી
  94. મોટી સુડાધ્રો
  95. મોથાડા
  96. મોહડી
  97. રવા
  98. રાગણ વાંઢ
  99. રાણપુર
  100. રાપર ગઢવાળી
  101. રામપર
  102. રાયધણજર (મોટી)
  103. રાયધણજર (નાની)
  104. લઈયારી
  105. લઠેડી
  106. લાખણિયા
  107. લાલા
  108. વડસર
  109. વડા ગઢવાલા
  110. વડા ધનવારા
  111. વડાપધ્ધર
  112. વમોટી નાની
  113. વરનોરી બુડીયા
  114. વરાડિયા
  115. વલસરા
  116. વાગાપધર
  117. વાગોઠ
  118. વાયોર
  119. વાંકુ
  120. વાંઢ ટીંબો
  121. વિંગાબેર
  122. વિંઝાણ
  123. સણોસરા
  124. સાંધાણ
  125. સંધાવ
  126. સાણયારા
  127. સામંદા
  128. સારંગવાડો
  129. સુખપર (સાયંડ)
  130. સુખપરા બારા
  131. સુજાપર
  132. સુડધ્રો નાની
  133. સુથરી
  134. હમીરપર
  135. હાજાપર
  136. હિંગાણીયા
  137. હોથીઆય


સંદર્ભ

[ફેરફાર કરો]
  1. ૧.૦ ૧.૧ જિલ્લા-પંચાયત, કચ્છ. "કચ્છ જિલ્લા પંચાયતની વેબસાઇટ પર અબડાસા તાલુકાના ગામોની યાદી". જિલ્લા પંચાયત, કચ્છ. ગુજરાત સરકાર. મૂળ માંથી 2011-01-03 પર સંગ્રહિત.