લખાણ પર જાઓ

તેરા કિલ્લો

વિકિપીડિયામાંથી

તેરા કિલ્લો ગુજરાતના કચ્છ જિલ્લામાં આવેલો એક કિલ્લો છે. તે કચ્છના અબડાસા તાલુકાના તેરા ગામ નજીક આવેલો છે.

તેરા કિલ્લો ભુજથી ૮૫ કિમીના અંતરે પશ્ચિમે આવેલો છે. તે ત્રિતેરા એટલે કે ત્રણ તળાવો ચત્તાસર, છત્તાસર અને સુમરાસરના કિનારાઓ પર આવેલો છે.[][]

ઇતિહાસ

[ફેરફાર કરો]

દેશળજી પ્રથમ (૧૭૧૮ - ૧૭૪૧‌)ના શાસન દરમિયાન તેરાની જાગીર સોંપાતા આ કિલ્લો જાડેજાઓ શાસકો દ્વારા બાંધવામાં આવ્યો હતો.[]

મહારાવ લખપતજીના શાસન (૧૭૪૧-૧૭૬૦) દરમિયાન યુદ્ધમાં કિલ્લો ભારે નુકશાન પામ્યો હતો. તેરા જાગીરના સુમરાજી ઠાકોરે કચ્છના રાવ સાથે ખરાબ ભાષામાં વાત કરતા લખપતજીએ તેરામાં સેના મોકલી હતી. કચ્છના ઇતિહાસમાં પ્રથમ વખત યુદ્ધમાં તોપો વપરાઇ હતી.[] તોપગોળા વડે મોટાભાગનો કિલ્લો નાશ પામ્યો હતો. ત્રણ મહિનાની ઘેરાબંધી પછી સુમરાજીએ માફી માંગીને શરણાગતિ સ્વીકારી હતી.[]

૧૮૧૯ના ધરતીકંપમાં આ કિલ્લો નુકશાન પામ્યો હતો અને પછીથી તેનું સમારકામ કરવામાં આવ્યું હતું.[]

આ કિલ્લો હવે કચ્છનું એક પ્રવાસી આકર્ષણ છે.[]

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. Tera fort | Tera fort in Kutchh Gujarat India | Fort of Kutchh | Fort of Gujarat | Nri Gujarati Tourism Places Tera fort
  2. "Forts & Fortresses | KutchForever.com". મૂળ માંથી 2010-08-27 પર સંગ્રહિત. મેળવેલ 2018-07-23.
  3. "History of Kutch". KutchForever.com. મૂળ માંથી 2011-06-18 પર સંગ્રહિત. મેળવેલ 2018-07-23.
  4. Lethbridge, Roper (૧૮૯૩). The Golden Book of India: A Genealogical and Biographical Dictionary of the Ruling Princes, Chiefs, Nobles, and Other Personages, Titled Or Decorated, of the Indian Empire. London: Macmillan. પૃષ્ઠ ૨૭૪. OCLC 3104377.
  5. Williams, L. F. Rushbrook (૧૯૫૮). The Black Hills: Kutch in History and Legend: A study in Indian local loyalties. Weidenfeld and Nicolson. પૃષ્ઠ ૧૩૭.
  6. Gazetteer of the Bombay Presidency: Cutch, Palanpur, and Mahi Kantha. Printed at the Government Central Press. ૧૮૮૦. પૃષ્ઠ ૨૫૨.
  7. tera fort Photo from Incredible India સંગ્રહિત ૨૦૧૧-૦૮-૧૧ ના રોજ વેબેક મશિન