ભદ્રેસર જૈન મંદિર
ભદ્રેસર જૈન મંદિર | |
---|---|
વસઈ જૈન મંદિર | |
ધર્મ | |
જોડાણ | જૈન ધર્મ |
દેવી-દેવતા | અજિતનાથ |
તહેવારો | મહાવીર જયંતી |
સ્થાન | |
સ્થાન | ભદ્રેસર, કચ્છ જિલ્લો, ગુજરાત, ભારત |
અક્ષાંશ-રેખાંશ | 22°54′42.1″N 69°54′14″E / 22.911694°N 69.90389°E |
મંદિરો | 1 |
ભદ્રેસર જૈન મંદિર અથવા વસઈ જૈન મંદિર એ એક ઐતિહાસિક સ્થળ છે. ભદ્રેસર ગામ ભારતના ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લાના મુંદ્રા તાલુકામાં આવેલું છે.[૧][૨]
ઇતિહાસ
[ફેરફાર કરો]આ મંદિરને ભારતના સૌથી પ્રાચીન જૈન મંદિરોમાંનું એક માનવામાં આવે છે. અલબત્ સમય-સમય પર તેનું નવીનીકરણ અને પુનર્વસન કરવામાં આવ્યું છે.[૨] એવું માનવામાં આવે છે કે પ્રથમ વખત ભદ્રાવતીના રાજા સિદ્ધસેને ઈ.સ. પૂ. ૪૪૯માં આ મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો.[૩][૪] એવું માનવામાં આવે છે કે દેવચંદ્ર નામના એક સામાન્ય જૈન વ્યક્તિએ સદીઓ પહેલા આ મંદિરનો પાયો નાખ્યો હતો. વર્ષ ૧૧૨૫ માં, જગડુશા દ્વારા આ મંદિરનું મોટાપાયે નવીનીકરણ કરવામાં આવ્યું.[૫] આ મંદિર અને ભૂકંપ જેવી કુદરતી આપત્તિઓને કારણે ઘણી વખત ક્ષતિ પામ્યું છે. કચ્છના મિસ્ત્રીઓની વાર્તાઓ જણાવે છે કે તેઓ સ્થપતિઓ અને કસબીઓ હતા અને તેમણે ધરતીકંપો પછી ૧૮૧૯, ૧૮૪૪-૪૫ અને ૧૮૭૫માં મંદિરોનો જીર્ણોદ્ધાર કર્યો હતો.[૬][૭][૮][૯]
ભૂતપૂર્વ મંદિરમાં, નીચલો ભાગ સૌથી પ્રાચીન હતો તેનું બાંધકામ આશરે ઈ. સ. ૧૧૭૦ની સાલમાં થયું હતું. મંદિર સંકુલને બરામદા દ્વારા અને પછી બાહ્ય પાંખો, પછી મંદિર અને છેલ્લે મંડપથી વિસ્તૃત કરવામાં આવ્યું હતું.[૫] ૨૬ જાન્યુઆરી ૨૦૦૧ ના ભૂકંપમાં મંદિર સંકુલ ફરી સંપૂર્ણ રીતે નાશ પામ્યું હતું. હવે તેનું સંપૂર્ણપણે પુનર્નિર્માણ કરવામાં આવ્યું છે કારણ કે ઘણી જૂની દેરીઓ એટલી નાશ પામી હતી કે તેનું પુનર્વસન શક્ય ન હતું.[૯][૧૦] [૧૧] [૧૨]
વાસ્તુકળા
[ફેરફાર કરો]મંદિરની સામાન્ય યોજના માઉન્ટ આબુ પરના દેલવાડાના મંદિરો જેવી છે. ૪૮ ફુટ પહોળા અને ૮૫ ફૂટ લાંબા પ્રાંગણમાં મંદિર ઊભું છે, જેની ચારે પાસની પરિમિતીમાં નાની નાની દેરીઓની હરોળ હોય છે. તેમાં ત્રણ સ્તંભો ધરાવતો એક ઘુમટ છે. મંદિરનું મુખ પૂર્વ તરફ છે, એક દાદર પરથી મંદિરમાં પ્રવેશી શકાય છે. મંડપની ઉપર એક બીજુ મોટું ગુંબજ છે. મંદિરમાં ત્રણ સફેદ આરસની મૂર્તિઓ છે. મંદિરન મૂળનાયક તીર્થંકર અજિતનાથ સ્વામી છે તેના પર સંવર ૬૨૨ની તારીખ સંભવતઃ ૧૬૨૨ અથવા ઇ.સ. ૧૫૬૫ નું વર્ષ દર્શાવે છે. તેની જમણી બાજુ પર નાગેશ્વરની ફેણ નીચે પાર્શ્વનાથની મૂર્તિ છે, જેમાં ઈ.સ. ૧૧૭૫ (સંવત ૧૨૩૨) છે, અને તેની ડાબી બાજુ ૧૬મા તીર્થંકર, શાંતિનાથ, પણ ૧૧૭૫ (સંવત ૧૨૩૨)ની મૂર્તિ છે. એકદમ જમણી બાજુએ કાળી અથવા શામળા પાર્શ્વનાથની છબી છે.[૫][૯]
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ "CSE analyses: EIA report of thermal power project, Bhadreshwar, Kutch, Gujarat". મૂળ માંથી 20 July 2011 પર સંગ્રહિત. મેળવેલ 19 September 2016.
- ↑ ૨.૦ ૨.૧ "Bhadreshwar". Gujarat Tourism, Government of Gujatat. મૂળ માંથી 27 January 2012 પર સંગ્રહિત. મેળવેલ 30 January 2014.
- ↑ "Archived copy". મૂળ માંથી 2 October 2016 પર સંગ્રહિત. મેળવેલ 29 September 2016.CS1 maint: archived copy as title (link)
- ↑ "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2016-10-31 પર સંગ્રહિત. મેળવેલ 2020-11-26.
- ↑ ૫.૦ ૫.૧ ૫.૨ Gazetteer of the Bombay Presidency: Cutch, Palanpur, and Mahi Kantha (Public Domain text). Printed at the Government Central Press. 1880. પૃષ્ઠ 213–215.
- ↑ Kadia Kashtriya Itihas. Published in 1896.
- ↑ Nanji Bapa ni Nondh-pothi Gujarati book,1999 Vadodara. It is a diary of Railway Contracts done by KGK community noted by Nanji Govindji Tank. This book was given Aank Sidhhi award by Kutch Shakti at Mumbai in year 2000. The book has year wise details of Railway lines built by Mistris of Kutch and has a section with photos on Historical Monuments & Architects built by Mistris of Kutch.
- ↑ Kutch Gurjar Kshatriya Samaj : A brief History & Glory : by Raja Pawan Jethwa. (2007) Calcutta.
- ↑ ૯.૦ ૯.૧ ૯.૨ James Burgess (1876). Report on the Antiquities of Kutch & Kathiawar: Being the Result of the Second Season's Operations of the Archaeological Survey of Western India, 1874-1875. London: India Museum. પૃષ્ઠ 205–210. મેળવેલ 27 August 2016. Alt URL સંગ્રહિત ૨૦૧૬-૦૮-૨૯ ના રોજ વેબેક મશિન
- ↑ Newly Built Bhadreshwar Jain Tirth, Kutch
- ↑ Photo of old Bhadreshwar Jain Temple સંગ્રહિત ૨૮ મે ૨૦૧૭ ના રોજ વેબેક મશિન Old Jain Temple, with rubble of structure destroyed in earthquake, which can be seen.
- ↑ "53 Jinalaya Temple of Bhadreshwar Tirth (Construction)". મૂળ માંથી 24 June 2010 પર સંગ્રહિત. મેળવેલ 19 September 2016.