પાનધ્રો (તા. લખપત)
Appearance
પાનધ્રો | |||
— ગામ — | |||
અક્ષાંશ-રેખાંશ | 23°40′59″N 68°45′02″E / 23.682986°N 68.750553°E | ||
દેશ | ભારત | ||
રાજ્ય | ગુજરાત | ||
જિલ્લો | કચ્છ | ||
અધિકૃત ભાષા(ઓ) | ગુજરાતી,હિંદી[૧] | ||
---|---|---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) | ||
કોડ
|
પાનધ્રો અથવા પાણધ્રો ભારતના ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લાના લખપત તાલુકામાં આવેલું એક ગામ છે.[૧] આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, નોકરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે મગ , તલ, બાજરી, જુવાર, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.[૧]
પાનધ્રો તેની નજીકમાં આવેલી લિગ્નાઇટ કોલસાની ખાણો માટે જાણીતું છે. આ ખાણોની શરૂઆત ૧૯૭૦ના દાયકામાં થઇ હતી અને તે ગુજરાત મિનરલ ડેવલોપમેન્ટ કોર્પોરેશન દ્વારા ચલાવવામાં આવે છે.[૨]
પાનધ્રો નજીક ૯ મીટર લાંબુ મગરનું અસ્થિમાળખું મળી આવ્યું હતું, જે ૯ કરોડ વર્ષ જૂનું હોવાનું મનાય છે.[૩]
આ પણ જુઓ
[ફેરફાર કરો]સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ ૧.૦ ૧.૧ જિલ્લા-પંચાયત, કચ્છ. "કચ્છ જિલ્લા પંચાયતની વેબસાઇટ પર લખપત તાલુકાના ગામોની યાદી". ગુજરાત સરકાર. મૂળ માંથી 2016-03-25 પર સંગ્રહિત.
- ↑ "પાનધ્રો". મૂળ માંથી 2016-03-04 પર સંગ્રહિત. મેળવેલ 2015-09-14.
- ↑ "Palaeolithic foot prints". મૂળ માંથી 2016-03-04 પર સંગ્રહિત. મેળવેલ 2015-09-14.
| ||||||||||||||||
આ ગુજરાતના ગામ સંબંધિત લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |