કચ્છ તાપ વિદ્યુત મથક
Appearance
કચ્છ તાપ વિદ્યુત મથક | |
---|---|
દેશ | ભારત |
સ્થાન | પાનધ્રો, કચ્છ, ગુજરાત |
અક્ષાંશ-રેખાંશ | 23°39′45″N 68°47′02″E / 23.6625°N 68.7839°ECoordinates: 23°39′45″N 68°47′02″E / 23.6625°N 68.7839°E |
સ્થિતિ | સક્રિય |
પ્રકલ્પ શરૂઆત | ૧૯૯૦ |
સંચાલકો | ગુજરાત સ્ટેટ ઇલેકટ્રિસીટી કોર્પોરેશન (GSECL) |
થર્મલ પાવર સ્ટેશન | |
મુખ્ય બળતણ | લિગ્નાઇટ આધારિત |
પાવર ઉત્પાદન | |
Units operational | ૪ |
ક્ષમતા | ૨૯૦.૦૦ મેગાવોટ |
સ્ત્રોત: http://gsecl.in/ |
કચ્છ લિગ્નાઇટ તાપ વિદ્યુત મથક GSECLનું એક માત્ર લિગ્નાઇટ કોલસા આધારિત તાપ વિદ્યુત મથક છે.
વિદ્યુત મથક
[ફેરફાર કરો]કચ્છ લિગ્નાઇટ તાપ વિદ્યુત મથક ગુજરાતના કચ્છ જિલ્લામાં આવેલું છે. આ મથક લખપત તાલુકાના પાનધ્રો નજીક આવેલું છે. આ મથકની નજીકમાં ગુજરાત રાજ્યના ખનિજ નિગમ દ્વારા સંચાલિત લિગ્નાઇટની ખાણો આવેલી છે અને મથક તેમાંથી જ લિગ્નાઇટ મેળવે છે. હાલમાં ત્યાં ચાર મથકો સક્રિય છે.[૧]
એકમ-૪ CFBC બોઈલર ધરાવે છે, જે GSECLમાં પ્રથમ વખત રજૂ કરવામાં આવ્યું હતું.
સ્થાપિત ક્ષમતા
[ફેરફાર કરો]તબક્કો | એકમ સંખ્યા | સ્થાપિત ક્ષમતા (મેગાવોટ) | કાર્યરત તારીખ | સ્થિતિ |
---|---|---|---|---|
તબક્કો-૧ | ૧ | ૭૦ | માર્ચ ૧૯૯૦ | સક્રિય |
તબક્કો-૧ | ૨ | ૭૦ | માર્ચ ૧૯૯૧ | સક્રિય |
તબક્કો-૧ | ૩ | ૭૫ | માર્ચ ૧૯૯૭ | સક્રિય |
તબક્કો-૨ | ૪ | ૭૫ | ડિસેમ્બર ૨૦૦૯ | સક્રિય |
આ પણ જુઓ
[ફેરફાર કરો]સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ "Kutch Thermal Power Station". Gujarat State Electricity Corporation Limited. મૂળ માંથી 2010-04-20 પર સંગ્રહિત. મેળવેલ 2017-01-05.