પુષ્કર

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
ચોમાસાની ઋતુમાં હરિયાળું પુષ્કર

પુષ્કર રાજસ્થાન રાજ્યમાં આવેલું વિખ્યાત તીર્થસ્થળ છે. પુષ્કર રાજસ્થાનના અજમેર જિલ્લામાં આવેલું એક પ્રસિદ્ધ ધાર્મિક સ્થળ છે. અહિયાં બ્રહ્માનું એક મંદિર આવેલું છે. પુષ્કર અજમેર શહેરથી ૧૪ કિલોમીટર દૂર આવેલું છે.

પુષ્કર મેળો[ફેરફાર કરો]

અજમેરથી ૧૧ કિ.મી. દૂર હિન્દુઓનું પ્રસિદ્ધ તીર્થ સ્થળ પુષ્કર આવેલું છે. અહીં કાર્તિક પૂર્ણિમાના અવસરે પુષ્કર મેળો ભરાય છે. જેમાં ભારે સંખ્યામાં દેશી-વિદેશી પર્યટકો પણ આવે છે. હજારો હિંદુ શ્રદ્ધાળુ લોકો આ મેળામાં આવે છે. તેઓ પોતાને પવિત્ર કરવાને માટે પુષ્કર સરોવરમાં સ્નાન કરે છે. ભક્તગણો તથા પર્યટકો શ્રી રંગ જી તથા અન્ય મંદિરોમાં દર્શન કરી આધ્યાત્મિક લાભ પ્રાપ્ત કરે છે.

રાજ્ય પ્રશાસન દ્વારા પણ આ મેળાને વિશેષ મહત્વ આપવામાં આવે છે. સ્થાનીક પ્રશાસન આ મેળાની વ્યવસ્થાનું કાર્ય સંભાળે છે તથા કલા સંસ્કૃતિ તથા પર્યટન વિભાગ આ અવસર નિમિત્તે સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરે છે.

જે સમયે અહિયાં પશુ મેળાનું પણ આયોજન કરવામાં આવે છે, જેમાં પશુઓ સાથે સંબંધિત વિભિન્ન કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવે છે, જેમાં શ્રેષ્ઠ નસ્લ ધરાવતાં પશુઓને પુરસ્કૃત કરવામાં આવે છે. આ કાર્યક્રમ પશુ મેળાનું મુખ્ય આકર્ષણ હોય છે.

ભારત દેશમાં કોઇપણ પૌરાણિક સ્થળ પર સામાન્ય રીતે જેટલી સંખ્યામાં પર્યટકો આવતા હોય છે, તેના કરતાં પુષ્કરના મેળામાં આવતા પર્યટકોની સંખ્યા ઘણી વધારે હોય છે. એમાં મોટી સંખ્યા વિદેશી સહેલાણીઓની હોય છે, જેમને પુષ્કર ખાસ તૌર પર પસંદ છે. દર સાલ કાર્તિક મહીનામાં ભરાતા પુષ્કર ઊંટમેળા દ્વારા આ જગ્યાને દુનિયાભરમાં અલગ જ પહેચાન આપી દીધી છે. મેળાના સમયે પુષ્કરમાં કેટલીય સંસ્કૃતિઓનું મિલન થતું જોવા મળે છે. એક તરફ તો મેળો જોવા માટે વિદેશી સહેલાણીઓ મોટી સંખ્યામાં આવી પહોંચે છે, તો બીજી તરફ રાજસ્થાન તેમજ આસપાસ આવેલા તમામ વિસ્તારોમાંથી આદિવાસી તથા ગ્રામીણ લોકો પોત-પોતાનાં પશુઓ સાથે મેળામાં ભાગીદાર થવા માટે આવે છે. આ મેળો રેતીના વિશાળ મેદાનમાં યોજાવામાં આવે છે. કેટલીય કતારબંધ દુકાનો, ખાણી-પીણીના સ્ટોલ, સર્કસ, ઝૂલા-ચકડોળ તથા ન જાણે શું શું? મેળામાં તથા રણમાં એમ બંને જગ્યા પર ઊંટ તો ચોતરફ જોવા મળતાં હોય છે. પરંતુ સમયાંતરે આ મેળાનું સ્વરૂપ વિશાળ પશુ મેળા તરીકેનું થઇ ચુક્યું છે.

મંદિરો[ફેરફાર કરો]

શક્તિપીઠ[ફેરફાર કરો]

અહીં દેવી સતી માતાની બે પંહોચીઓ પડી હતીઃ. આ કારણે અહીં શક્તિપીઠ પણ આવેલી છેઃ.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]