બ્રાહ્મી લિપિ
બ્રાહ્મી લિપિ એક પ્રાચીન લિપિ છે જેના વડે કેટલીય એશિયાઈ લિપિઓનો વિકાસ થયો હતો. દેવનાગરી સહિત અન્ય દક્ષિણ એશિયાઈ, દક્ષિણ-પૂર્વ એશિયાઈ, તિબેટીયન તથા કેટલાક લોકોની માન્યતા અનુસાર કોરિયાઈ લિપિનો વિકાસ પણ બ્રાહ્મી લિપિમાંથી થયો હતો.
અત્યાર સુધી એમ માનવામાં આવતું હતું કે ચોથી શતાબ્દી ઇસવીસન પૂર્વેથી ત્રીજી શતાબ્દી ઇસવીસધ પૂર્વેના સમયમાં આ લિપિનો વિકાસ મૌર્ય વંશના લોકો દ્વારા કરવામાં આવ્યો હતો પરંતુ ભારતીય પુરાતાત્વિક સર્વેક્ષણ વિભાગ દ્વારા કરાયેલા છેલ્લા ઉત્ખનનના પરિણામ પરથી જાણવા મળ્યું છે કે તમિલનાડુ અને શ્રીલંકામાં આ લિપિ ૬ઠી શતાબ્દી ઈસવીસન પૂર્વેથી જ વિદ્યમાન હતી.
કેટલાક વિદ્વાનોનો એવો મત છે કે આ લિપિ પ્રાચીન સરસ્વતી લિપિ (સિન્ધુ લિપિ)માંથી નિકળી, અંતે આ પૂર્વવર્તી રૂપમાં ભારતમાં પહેલાંના સમયથી પ્રયોગમાં હતી.
બ્રાહ્મી લિપિની સંતતિ
[ફેરફાર કરો]બ્રાહ્મી લિપિમાંથી ઉદ્ગમ પામેલી કેટલીક લિપિઓ અને એની સમાનતાઓ સ્પષ્ટ રીતૅ દેખાઇ આવે છે. આ લિપિઓમાંથી કેટલીય લિપિઓ ઈસવીસનના સમયની આસપાસ વિકસિત થઈ હતી. આ પૈકીની કેટલીક લિપિઓ નીચે પ્રમાણે છે -
- દેવનાગરી
- બાંગ્લા લિપિ
- ઉડિયા લિપિ
- ગુજરાતી લિપિ
- ગુરુમુખી
- તમિલ લિપિ
- મલયાલમ લિપિ
- સિંહલ લિપિ
- કન્નડ લિપિ
- તેલુગુ લિપિ
- તિબ્બતી લિપિ
- રંજના
- પ્રચલિત નેપાલ
- ભુંજિમોલ
- કોરિયાઈ
- થાઈ
- બર્મિઝ
- લાઓ
- ખ્મેર
- જાપાનીઝ
બ્રાહ્મી લિપિમાંથી વ્યુત્પન્ન થયેલી કેટલીક લિપિઓની તુલનાત્મક તાલિકા
[ફેરફાર કરો]કેટલીક ભારતીય લિપિઓનું તુલનાત્મક ચિત્ર અહિયાં આપવામાં આવ્યું છે :
વ્યંજન
[ફેરફાર કરો]સ્વર
[ફેરફાર કરો]અંક
[ફેરફાર કરો]Number | Devanagari | Eastern Nagari | Gurmukhi | Gujarati | Oriya | Tamil | Telugu | Kannada | Malayalam | Tibetan | Burmese |
---|---|---|---|---|---|---|---|---|---|---|---|
0 | ० | ০ | ੦ | ૦ | ୦ | ೦ | ౦ | ೦ | ൦ | ༠ | ၀ |
1 | १ | ১ | ੧ | ૧ | ୧ | ௧ | ౧ | ೧ | ൧ | ༡ | ၁ |
2 | २ | ২ | ੨ | ૨ | ୨ | ௨ | ౨ | ೨ | ൨ | ༢ | ၂ |
3 | ३ | ৩ | ੩ | ૩ | ୩ | ௩ | ౩ | ೩ | ൩ | ༣ | ၃ |
4 | ४ | ৪ | ੪ | ૪ | ୪ | ௪ | ౪ | ೪ | ൪ | ༤ | ၄ |
5 | ५ | ৫ | ੫ | ૫ | ୫ | ௫ | ౫ | ೫ | ൫ | ༥ | ၅ |
6 | ६ | ৬ | ੬ | ૬ | ୬ | ௬ | ౬ | ೬ | ൬ | ༦ | ၆ |
7 | ७ | ৭ | ੭ | ૭ | ୭ | ௭ | ౭ | ೭ | ൭ | ༧ | ၇ |
8 | ८ | ৮ | ੮ | ૮ | ୮ | ௮ | ౮ | ೮ | ൮ | ༨ | ၈ |
9 | ९ | ৯ | ੯ | ૯ | ୯ | ௯ | ౯ | ೯ | ൯ | ༩ | ၉ |
સંદર્ભો
[ફેરફાર કરો]બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]- બ્રાહ્મી લિપિમાંથી વ્યુત્પન્ન થયેલી લિપિઓ (અંગ્રેજી ભાષામાં)