કબીરવડ
Appearance
કબીરવડ નર્મદા નદીની વચ્ચે આવેલા બેટ પર આવેલું એક ધાર્મિક સ્થળ છે. આ સ્થળે સંત કબીરનું મંદિર આવેલું છે. અહીં વિશાળ વડ આવેલો છે, જે સંત કબીર દ્વારા નંખાયેલી દાતણની ચીરીમાંથી ઉગ્યો હોવાની વાયકા છે.[૧][૨][૩][૪]
સિકંદરના સેનાપતિ નેઅરચુસે નર્મદા નદીના તટ પર ૭૦૦ માણસો વિશ્રામ પામી શકે તેવા વિશાળ વૃક્ષનો ઉલ્લેખ કર્યો હતો, જે શક્યત: કબીરવડ હતો. જેમ્સ ફાર્બસે (૧૭૪૯-૧૮૧૯) ઓરિયન્ટલ મેમોરીસ (૧૮૧૩-૧૮૧૫)માં 610 m (2,000 ft) વ્યાસ અને ૩૦૦૦ શાખાઓ ધરાવતા વડનો ઉલ્લેખ કર્યો છે.[૫] હાલમાં આ વિસ્તાર 17,520 m2 (4.33 acres) છે અને 641 m (2,103 ft) પરિઘ ધરાવે છે.[૬]
કબીરવડ જવા માટે ભરૂચથી વાયા શુકલતીર્થ થઇ ઝનોર જતા રસ્તા પર આવેલા કબીરમઢી નામના સ્થળ પરથી હોડીમાં બેસી જવું પડે છે.[૧]
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ ૧.૦ ૧.૧ Bar-Ness, Yoav Deniel (January 2010). "The Kabir Tree" (PDF). Outlook Traveller. પૃષ્ઠ 118–121. મૂળ (PDF) માંથી 2016-12-14 પર સંગ્રહિત.
- ↑ "Kabirvad". Gujarat Tourism. મૂળ માંથી 20 ડિસેમ્બર 2016 પર સંગ્રહિત. મેળવેલ 14 December 2016.
- ↑ Network, Divyabhaskar (6 April 2015). "Amazing: नर्मदा नदी के टापू पर 3 किमी तक फैला है यह बरगद का पेड़". dainikbhaskar (હિન્દીમાં). મેળવેલ 14 December 2016.
- ↑ "Crocodile fear hits footfall in Bharuch tourist spot". The Indian Express. 22 June 2014. મેળવેલ 14 December 2016.
- ↑ ચિશ્લોમ, હ્યુજ, સંપાદક (૧૯૧૧). . એન્સાયક્લોપિડિયા બ્રિટાનિકા (૧૧મી આવૃત્તિ). કેમ્બ્રિજ યુનિવર્સિટી પ્રેસ.
- ↑ Bar-Ness, YD (June 2010). "The World's Largest Trees? Cataloguing India's Giant Banyans" (PDF). Outreach Ecology. પૃષ્ઠ 6. મૂળ (PDF) માંથી 4 જાન્યુઆરી 2018 પર સંગ્રહિત. મેળવેલ 3 January 2018.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |