ડીસા હવાઇ મથક

વિકિપીડિયામાંથી
ડીસા હવાઇ મથક

ડીસા એરપોર્ટ
સારાંશ
હવાઇમથક પ્રકારજાહેર
સંચાલકએરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા
સેવાઓડીસા, પાલનપુર
સ્થાનડીસા, ભારત
ઉંચાઈ સમુદ્ર તળથી સરેરાશ૪૮૫ ફીટ / ૧૪૮ મી
અક્ષાંશ-રેખાંશ24°16′04.57″N 072°12′15.96″E / 24.2679361°N 72.2044333°E / 24.2679361; 72.2044333
નકશો
ડીસા એરપોર્ટ is located in ભારત
ડીસા એરપોર્ટ
ડીસા એરપોર્ટ
ભારતમાં હવાઇ મથકનું સ્થાન
રનવે
રનવે દિશા લંબાઈ સપાટી
ફીટ મીટર
06/24 ૩,૩૦૦ 1,006 અસફાલ્ટ

ડીસા હવાઇ મથક અથવા ડીસા એરપોર્ટડીસા, ગુજરાતમાં આવેલું હવાઇ મથક છે જે પાલનપુર રજવાડાના ઉપયોગના મુખ્ય હેતુથી બનાવવામાં આવેલું. આ હવાઇ મથક એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા જાળવવામાં આવે છે.[૧]

ફેબ્રુઆરી ૨૦૧૧ના રોજ આ હવાઇ મથક દેશભરના સમાચારપત્રોમાં ચમક્યું હતું જ્યારે સુબ્રમણ્યમ સ્વામીએ દાવો કર્યો હતો કે ર-જી સ્પેક્ટ્રમ કૌભાંડના આરોપી શહિદ બાલવાએ આ હવાઇ મથકનો છૂપી રીતે અને ગેરકાયદેસર ઉપયોગ કર્યો હતો.[૨] એરપોર્ટ ઓથોરિટીએ આ દાવાને નકારી કાઢ્યો હતો અને કહ્યું હતું એ આ હવાઇ પટ્ટી છેલ્લાં બે વર્ષથી ખરાબ સ્થિતિને કારણે વપરાઇ નથી અને માત્ર પેરાગ્લાઇડિંગ માટે જ વપરાઇ શકે તેમ છે.[૩] આ હવાઇ મથક ૨૦૧૩માં સ્કાય ડાઇવિંગ ‍(હવાઇ કૂદકો) માટે વપરાઇ હતી.[૪]

સપ્ટેમ્બર ૨૦૧૧માં ભારતીય હવાઇ દળના દક્ષિણ પશ્ચિમ એર કમાન્ડના કમાન્ડર ઇન ચીફ એ. કે. ગોગોઇએ જાહેરાત કરી હતી કે ડીસા હવાઇમથકને સંપૂર્ણ લશ્કરી હવાઇ મથક તરીકે વિકસાવવાની યોજના સંરક્ષણ મંત્રાલય દ્વારા પસાર કરવામાં આવી છે. ડીસા પાકિસ્તાન સાથેની આંતરરાષ્ટ્રીય સરહદ નજીક હોવાથી તેના વ્યુહત્માક સ્થાન માટે પસંદ કરાયું છે. આ યોજનાનો પ્રથમ તબક્કો રૂપિયા ૩૦૦૦ કરોડના ખર્ચે દેશના હવાઇ માળખાંને મજબૂત કરવાનો એક ભાગ છે.[૫][૬]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "Helipad in every taluka headquaters [sic]". The Times of India. ૨૮ ડિસેમ્બર ૨૦૧૧. મૂળ માંથી 2013-05-24 પર સંગ્રહિત. મેળવેલ ૨૩ જાન્યુઆરી ૨૦૧૨.
  2. "Balwa ran illegal airport: Swamy". ધ હિંદુ. ૨૩ ફેબ્રુઆરી ૨૦૧૧. મેળવેલ ૨૩ જાન્યુઆરી ૨૦૧૨.
  3. "Officials trash Swamy's charges on Balwa using Deesa airstrip". The Indian Express. ૨૬ એપ્રિલ ૨૦૧૧. મેળવેલ ૨૩ જાન્યુઆરી ૨૦૧૨.
  4. "Flying high, participants get thrill of adventure". The Times of India. ૧૧ ફેબ્રુઆરી ૨૦૦૭. મૂળ માંથી 2012-10-25 પર સંગ્રહિત. મેળવેલ ૨૩ જાન્યુઆરી ૨૦૧૨.
  5. "Nod Given to Develop Deesa Airport as Air Base: IAF". Outlook India. ૧ સપ્ટેમ્બર ૨૦૧૧. મૂળ માંથી 2014-04-07 પર સંગ્રહિત. મેળવેલ ૨૩ જાન્યુઆરી ૨૦૧૨.
  6. "IAF set to turn Deesa airport into airbase". The Indian Express. ૨ સપ્ટેમ્બર ૨૦૧૧. મેળવેલ ૨૩ જાન્યુઆરી ૨૦૧૨.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]