ઉત્કંઠેશ્વર

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
ઉત્કંઠેશ્વર
DugriK.JPG
ઉત્કંઠેશ્વર મહાદેવ મંદિર
ધર્મ
જોડાણહિંદુ
દેવી-દેવતાશિવ
સ્થાન
સ્થાનકપડવંજ તાલુકો, ખેડા જિલ્લો, ગુજરાત
ઉત્કંઠેશ્વર is located in Gujarat
ઉત્કંઠેશ્વર
ઉત્કંઠેશ્વરનું ગુજરાતમાં સ્થાન
અક્ષાંસ-રેખાંશ23°N 73°E / 23°N 73°E / 23; 73
મંદિરો

ઉત્કંઠેશ્વર કે ઊંટડિયા મહાદેવ વાત્રક નદીને કાંઠે આવેલું પ્રસિદ્ધ શિવ મંદિર છે.[૧]

સ્થાન[ફેરફાર કરો]

આ મંદિર ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના મુખ્ય મથક કપડવંજથી અઢાર અને આંતરસુંબા ગામથી આઠેક કિલોમીટર દૂર આવેલું છે.

મહાદેવના મંદિરની બાજુમાં આવેલ પગથીયા ઉતરતા સીધા વાત્રક નદીના પટમાં પહોચી જવાય છે. અહીં નદીના પટમાં ઊંટ સવારી મોટા પાયે થાય છે, તેથી જ કદાચ આ મહાદેવ મંદિરને ઊંટડિયા મહાદેવ કહેવાય છે. ઉત્કંઠેશ્વર મહાદેવનાં મંદિરે ઘણા બાળકોની મુંડન વિધિ થાય છે. ઉત્કંઠેશ્વર મંદિરની આસપાસ ધર્મશાળાઓ પણ આવેલી છે અને ત્યાં જરુરીયાત મુજબ જમણ તૈયાર કરી આપનાર માણસોની પણ સુવિધા છે.

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "ઉત્કંઠેશ્વર મહાદેવ". દિવ્ય ભાસ્કર. ૨૦ ઓક્ટોબર ૨૦૧૦. Retrieved ૨ ફેબ્રુઆરી ૨૦૧૮. Check date values in: |access-date=, |date= (મદદ)

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]