ભદ્રક જિલ્લો

વિકિપીડિયામાંથી

ભદ્રક જિલ્લો ભારત દેશના પૂર્વ દિશાના દરિયાકાંઠે આવેલા ઓરિસ્સા રાજ્યમાં આવેલા કુલ ૩૦ (ત્રીસ) જિલ્લાઓ પૈકીનો એક મહત્વનો જિલ્લો છે. ભદ્રક જિલ્લાનું મુખ્ય મથક ભદ્રક શહેરમાં રાજ્યની રાજધાની ભુવનેશ્વરથી ૧૨૫ કિલોમીટર જેટલા અંતરે આવેલું છે.

આ જિલ્લાની કુલ વસ્તી ઇ. સ. ૨૦૦૧ની વસ્તીગણતરી પ્રમાણે ૧૩,૩૨,૨૪૯ જેટલી છે. આ જિલ્લાની રચના પહેલી એપ્રિલ, ૧૯૯૩ના રોજ જુના અને દરિયાકિનારા પર આવેલા તેમજ પ્રાચીન મંદિરો અને રમણીય પર્વતો માટે પ્રખ્યાત એવા બાલેશ્વર જિલ્લાનો અમૂક ભાગ છુટો પાડી કરવામાં આવી હતી.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]