લખાણ પર જાઓ

રાયગડા જિલ્લો

વિકિપીડિયામાંથી
રાયગડા જિલ્લો
જિલ્લો
ઑડિશામાં સ્થાન
ઑડિશામાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ: 19°09′58″N 83°24′58″E / 19.166°N 83.416°E / 19.166; 83.416
દેશ ભારત
રાજ્યઑડિશા
મુખ્ય મથકરાયગડા
વિસ્તાર
 • કુલ૭,૫૮૪.૭ km2 (૨૯૨૮.૫ sq mi)
વસ્તી
 (૨૦૧૧)
 • કુલ૯,૬૭,૯૧૧
 • ગીચતા૧૧૬/km2 (૩૦૦/sq mi)
ભાષાઓ
 • અધિકૃતઑડિયા, અંગ્રેજી
સમય વિસ્તારUTC+૫:૩૦ (IST)
પિનકોડ
૭૬૫ xxx
વાહન નોંધણીOD-18
જાતિપ્રમાણ૦.૯૭૨
સાક્ષરતા૪૯.૭૬%
લોક સભા બેઠકકોરાપુટ
વિધાન સભા બેઠકો
 
 • ૧૩૮-ગુણપુર
  ૧૩૯-બિસ્સામ કટક
  ૧૪૦-રાયગડા
મ્યુનિસિપાલીટી
 
 • ૧-રાયગડા મ્યુનિસિપાલીટી
નગર પંચાયત
 
 • ૧-ગુણપુર
  ૨-ગુડારી, રાયગડા
વરસાદ1,521.8 millimetres (59.91 in)
વેબસાઇટwww.rayagada.nic.in

રાયગડા જિલ્લો ભારત દેશના પૂર્વ દિશાના દરિયાકાંઠે આવેલા ઑડિશા રાજ્યમાં આવેલા કુલ ૩૦ (ત્રીસ) જિલ્લાઓ પૈકીનો એક મહત્વનો જિલ્લો છે. રાયગડા જિલ્લાનું મુખ્ય મથક રાયગડા શહેર ખાતે આવેલું છે. આ જિલ્લો ખનીજસંપત્તિથી ભરપૂર છે.

ઇતિહાસ

[ફેરફાર કરો]

બ્રિટિશ શાસન સમયે આ વિસ્તાર જૈપોર સંચાલન હેઠળ અને ત્યાર પછી કોરાપુટ જિલ્લામાં હતો. ઑડિશા રાજ્યના જિલ્લાઓની પુન:ગોઠવણી દરમિયાન ૨ ઓક્ટોબર ૧૯૯૨ના રોજ તેને અલગ જિલ્લાનો દરજ્જો અપાયો હતો.[૧]

આ જિલ્લો હાલમાં નક્સલવાદથી અસરગ્રસ્ત છે.[૨]

રાયગડા જિલ્લો ઑડિશાના નૈઋત્ય ભાગમાં આવેલો છે અને ૭૫૮૫ ચોરસ કિમી વિસ્તાર ધરાવે છે. તેની વાયવ્ય અને ઉત્તરમાં કાલાહાંડી, ઉત્તર અને ઈશાનમાં ફૂલબની, પૂર્વમાં ગજપતિ, દક્ષિણે શ્રીકાકુલમ અને કોરાપુટ તેમજ પશ્ચિમે કોરાપુટ અને કાલાહાંડી જિલ્લા આવેલા છે. જિલ્લામાં ઉત્તરથી દક્ષિણ દિશામાં સમાંતર વહેતી વામસાધરા અને નાગવલી નદીઓની ખીણો મોટાભાગનો વિસ્તાર આવરી લે છે. તેની આજુબાજુ ટેકરીઓની હારમાળાઓ આવેલી છે. આ વિસ્તાર જંગલસંપત્તિથી ભરપૂર છે. અહીંથી લોહ-મેંગેનીઝ, અયસ્ક, ચૂનાખડકો અને થોડા પ્રમાણમાં ગ્રૅફાઇટ મળી આવે છે. અહીંના જંગલોમાંથી સાગ, સાલ, વાંસ તેમજ જાડું ઘાસ પુષ્કળ માત્રામાં મળી આવે છે.[૩]

૨૦૧૧ની વસ્તી ગણતરી પ્રમાણે જિલ્લાની વસ્તી ૯,૬૭,૯૧૧ છે [૪] જે ફિજી દેશની વસ્તી જેટલી છે[૫] અથવા યુ.એસ.એ.ના મોન્ટાના રાજ્ય જેટલી છે.[૬] ભારતના કુલ ૬૪૦ જિલ્લામાંથી વસ્તીની દ્રષ્ટિએ જિલ્લાનો ક્રમ ૪૫૪મો છે.[૪] જિલ્લાની વસ્તી ગીચતા ૧૩૬ વ્યક્તિ/ચો.કિમી છે.[૪] ૨૦૦૧-૨૦૧૧ના દાયકા દરમિયાન વસ્તી વધારાનો દર ૧૫.૭૪% રહ્યો હતો.[૪] રાયગડામાં જાતિ પ્રમાણ ૧૦૪૮ છે,[૪] અને સાક્ષરતા દર ૫૦.૮૮% છે.[૪][૭]

જિલ્લામાં ૫૭.૫૨% વસ્તી આદિવાસીઓની છે. જિલ્લાના બધાં જ ૧૧ તાલુકાઓ આદિવાસી યોજના હેઠળ ત્રણ લઘુ પ્રકલ્પો વડે આવરી લેવાયા છે. કોંઢ જનજાતિ અહીં મુખ્ય વસ્તી ધરાવે છે. ઑડિઆ ભાષા સિવાય કુઇ, કોંઢા, સૌરા જેવી ભાષાઓ અહીં બોલાય છે.

ઉદ્યોગો

[ફેરફાર કરો]

અહીં ખેતી અને પશુપાલન થાય છે, ખાસ કરીને નદીખીણોના વિસ્તારો ખેતી માટે અનુકુળ છે. રાયગડામાં ૧૯૫૪માં સ્થાપિત શેરડી સંશોધન કેન્દ્ર આવેલું છે. અહીં ડાંગરની મિલો, ખાંડનું કારખાનું તેમજ ફેરોમેંગેનીઝના એકમ આવેલા છે. ગોળ, ખાંડ, કાગળ, દોરડાં અને દારૂનું ઉત્પાદન અહીં થાય છે.[૩]

પ્રવાસન

[ફેરફાર કરો]
રાયગડા જિલ્લાનું એક દ્રશ્ય

હાથીપહાડ, દેવગિરિ, મીના ઝોલા અને પદ્મપુર જિલ્લાના મુખ્ય પ્રવાસી આકર્ષણો છે.[૩]

 • હાથીપહાડ: આ સ્થળ રાયગડાથી ૩ કિમીના અંતરે આવેલું છે. કુદરતી દ્રશ્યો માટે જાણીતું હોવાથી અહીં વનવિહાર લોકપ્રિય છે. હાથી કદના પથ્થરો અહીં આવેલા હોવાથી તે પરથી સ્થળનું નામ પડેલું છે. નાગવલી નદી અહીંથી પસાર થાય છે.
 • દેવગિરિ: દેવગિરિ ૧૨૦ મીટરની ઉંચાઇની ટેકરી છે, જે શિરોભાગમાં લંબચોરસ મેદાન આકાર ધરાવે છે, જે બારમાસી જળાશયો તેમજ ગુફા ધરાવે છે. અહીં શિવરાત્રીએ મોટો મેળો ભરાય છે. અહીંથી મળેલા કેટલાક શિલાલેખો પરથી આ સ્થળ પ્રાચીન હોવાનું મનાય છે.[૮]
 • મીના ઝોલા: આ સ્થળ ગાઢ જંગલમાં ત્રણ નદીઓના સંગમસ્થાને આવેલું છે, જ્યાં શિવમંદિર આવેલું છે.
 • પદ્મપુર: રાયગડાથી ૯૪ કિમીના અંતરે આવેલું આ સ્થળ કૃષિમથક છે. નજીકમાં જગમંદા નામની ટેકરી પર પાંચ શિવમંદિરો તેમજ જળાશય આવેલુું છે.

સંદર્ભ

[ફેરફાર કરો]
 1. "Rayagada District". www.click2odisha.com. મૂળ માંથી 2017-02-05 પર સંગ્રહિત. મેળવેલ ૨ ડિસેમ્બર ૨૦૧૬.
 2. "LWE affected districts". pib.nic.in. મેળવેલ ૧૪ ફેબ્રુઆરી ૨૦૧૭.
 3. ૩.૦ ૩.૧ ૩.૨ પંડ્યા, ગિરીશભાઈ (એપ્રિલ ૨૦૦૩). ગુજરાતી વિશ્વકોષ. ૧૭. અમદાવાદ: ગુજરાત વિશ્વકોષ ટ્રસ્ટ. પૃષ્ઠ ૬૫૫-૬૫૭.
 4. ૪.૦ ૪.૧ ૪.૨ ૪.૩ ૪.૪ ૪.૫ "District Census 2011". Census2011.co.in. ૨૦૧૧. મેળવેલ ૩૦ સપ્ટેમ્બર ૨૦૧૧.
 5. US Directorate of Intelligence. "Country Comparison:Population". મૂળ માંથી 27 સપ્ટેમ્બર 2011 પર સંગ્રહિત. મેળવેલ ૧ ઓક્ટોબર ૨૦૧૧. Fiji 883,125 July 2011 est.
 6. "2010 Resident Population Data". U. S. Census Bureau. મૂળ માંથી 2011-08-23 પર સંગ્રહિત. મેળવેલ ૩૦ સપ્ટેમ્બર ૨૦૧૧. Montana 989,415
 7. Rayagada District (PDF). Orissa Review(Census Special). ડિસેમ્બર ૨૦૧૦. પૃષ્ઠ 175–178. મૂળ (PDF) માંથી 2016-03-04 પર સંગ્રહિત. મેળવેલ ૨૪ જૂન ૨૦૧૫.
 8. Sajnani, Manohar (૨૦૦૧). Encyclopaedia of Tourism Resources in India (અંગ્રેજીમાં). Gyan Publishing House. ISBN 9788178350189.