નુઆપડા જિલ્લો

વિકિપીડિયામાંથી

નુઆપડા જિલ્લો ભારત દેશના પૂર્વ દિશાના દરિયાકાંઠે આવેલા ઓરિસ્સા રાજ્યમાં આવેલા કુલ ૩૦ (ત્રીસ) જિલ્લાઓ પૈકીનો એક મહત્વનો જિલ્લો છે. નુઆપડા જિલ્લાનું મુખ્ય મથક નુઆપડા શહેર ખાતે આવેલું છે.

ઑડિશા રાજ્યના પશ્ચિમ ભાગમાં આવેલ નૌપડા અથવા નુઆપડા જિલ્લો મધ્ય પ્રદેશના રાયપુર તેમ જ ઑડિશાના બારગઢ, બાલંગીર તેમ જ કાલાહાંડી જિલ્લાઓ વડે ઘેરાયેલ છે. ૩૪૦૭.૦૫ ચોરસ કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલ આ જિલ્લો ૧૯૯૩ના વર્ષમાં કાલાહાંડી જિલ્લામાથી અલગ કરી નવો જિલ્લો બનાવવામાં આવેલ છે. આ જિલ્લો ૨૦° ૦' ઉ० અને ૨૧° ૫' ઉ० રેખાંશ તથા ૮૨° ૨૦' પૂ० અને ૮૨° ૪૦' પૂ० અક્ષાંસ વચ્ચે આવેલ છે. પટોરા જાગેશ્વર મંદિર, રાજીવ ઉદ્યાન, પાતાલગંગા, યોગીમઠ, બુઢીકોમના, ખરિયર, ગોધુ જળધોધ વગેરે આ જિલ્લાનાં મુખ્ય પર્યટન સ્થળો છે.