લખાણ પર જાઓ

કોણાર્ક સૂર્ય મંદિર

વિકિપીડિયામાંથી
કોણાર્ક સૂર્ય મંદિર
યુનેસ્કો વિશ્વ ધરોહર સ્થળ

કોણાર્ક સૂર્ય મંદિર , ભારતના ઑડિશા (ઓરિસ્સા) રાજ્ય ના પુરી જિલ્લા ના પુરી નામક શહેર માં સ્થિત છે. આને લાલ બલુઆ પત્થર તથા કાળા ગ્રેનાઇટ પત્થર થી ઈ.સ. ૧૨૩૬– ૧૨૬૪ માં ગંગ વંશના રાજા નૃસિંહદેવ દ્વારા બંધાવવામાં આવ્યું.[૧] આ મંદિર, ભારતના સૌથી પ્રસિદ્ધ સ્થળોમાં એક છે. આને યુનેસ્કો દ્વારા સન ૧૯૮૪માં વિશ્વ ધરોહર સ્થળ ઘોષિત કરાયું છે.[૨][૩] કલિંગ શૈલી માં નિર્મિત આ મંદિર સૂર્ય દેવના રથ ના રૂપ માં નિર્મિત છે. આને પત્થર પર ઉત્કૃષ્ટ નક્શી કરીને ખૂબ જ સુંદર બનાવાયા છે. સંપૂર્ણ મંદિર સ્થળને એક બાર જોડી ચક્રોવાળા, સાત ઘોડા થી ખેંચાતા સૂર્ય દેવ ના રથના રૂપમાં બનાવ્યા છે. મંદિર પોતાની કામુક મુદ્રાઓ વાળી શિલ્પાકૃતિઓ માટે પણ પ્રસિદ્ધ છે. આજે આનો ઘણો ભાગ ધ્વસ્ત થઈ ચુક્યો છે. આનું કારણ વાસ્તુ દોષ તથા મુસ્લિમ આક્રમણો કહેવાય છે. અહીં સૂર્યને બિરંચિ-નારાયણ કહેતા હતાં.

સૂર્ય મંદિરનુ સ્થાપત્ય

[ફેરફાર કરો]

આ મંદિર સૂર્ય દેવના રથના રૂપમાં નિર્મિત છે. આને પત્થર પર ઉત્કૃષ્ટ નક્શી કરીને ખૂબ જ સુંદર બનાવાયું છે. સંપૂર્ણ મંદિર સ્થળને એક બાર જોડી ચક્રોવાળા, સાત ઘોડાથી ખેંચાતા સૂર્ય દેવના રથના રૂપમાં બનાવાયું છે. મંદિરની સંરચના, જે સૂર્યના સાત ઘોડા દ્વારા દિવ્ય રથને ખેંચવા પર આધારિત છે, પરિલક્ષિત હોય છે. હવે આમાંથી એક જ ઘોડો બચ્યો છે. આ રથના પૈડાં, જે કોણાર્કની ઓળખ બની ગયા છે, ઘણાં ચિત્રોમાં દેખાય છે. મંદિરના આધાર ને સુંદરતા પ્રદાન કરતા આ બાર ચક્ર વર્ષના બાર મહિના ને પ્રતિબિંબિત કરે છે જ્યારે પ્રત્યેક ચક્ર આઠ આરાથી મળી ને બન્યો છે જે દિવસના આઠ પહોરને દર્શાવે છે.[૧][૨][૩]

મુખ્ય મંદિર ત્રણ મંડપોમાં બનેલ છે. આમાં થી બે મંડપ પડી ચુક્યાં છે.

મુખ્ય મંદિર ત્રણ મંડપોમાં બનેલ છે. આમાંથી બે મંડપ પડી ગયા છે. ત્રીજા મંડપમાં જ્યાં મૂર્તિ હતી ત્યાં અંગ્રેજોએ ભારતીય સ્વતંત્રતા પૂર્વ જ રેતી અને પત્થર ભરાવી બધાં દ્વારોને સ્થાયી રૂપે બંધ કરાવી દીધા હતાં, જેથી તે મંદિર વધુ ક્ષતિગ્રસ્ત ના થઈ શકે.[૩] આ મંદિરમાં સૂર્ય ભગવાનની ત્રણ પ્રતિમાઓ છે:

 • બાલ્યાવસ્થા-ઉદિત સૂર્ય- ૮ ફીટ
 • યુવાવસ્થા-મધ્યાહ્ન સૂર્ય- ૯.૫ ફીટ
 • પ્રૌઢાવસ્થા-અસ્ત સૂર્ય-૩.૫ ફીટ[૩]

આના પ્રવેશ પર બે સિંહ હાથીઓ પર આક્રમક થતા રક્ષામાં તત્પર દેખાડ્યાં છે. આ સંભવતઃ તત્કાલીન બ્રાહ્મણ રૂપી સિંહોંનું બૌદ્ધ રૂપી હાથીઓ પર વર્ચસ્વનું પ્રતીક છે. બનેં હાથી, એક-એક માનવ ઊપર સ્થાપિત છે. આ પ્રતિમાઓ એક જ પત્થરની બનેલી છે. આ ૨૮ ટનની ૮.૪ ફીટ લાંબી ૪.૯ ફીટ પહોળી તથા ૯.૨ ફીટ ઊંચી છે. મંદિરના દક્ષિણી ભાગમાં બે સુસજ્જિત ઘોડા બનેલા છે, જેમને ઑડિશા સરકારે પોતાના રાજચિહ્નના રૂપમાં અંગીકાર કરી લીધા છે. ૧૦ ફીટ લાંબા અને ૭ ફીટ પહોળા છે. મંદિર સૂર્ય દેવની ભવ્ય યાત્રાને બતાવે છે. આના પ્રવેશ દ્વાર પર જ નટ મંદિર છે. આ તે સ્થાન છે, જ્યાં મંદિરની નર્તકિઓ, સૂર્યદેવ ને અર્પણ કરવા માટે નૃત્ય કરતી હતી. પૂરા મંદિરમાં જ્યાં ત્યાં ફૂલ-બેલ અને ભૌમિતીક નમૂનાની નક્શીની ગકરાઈ છે. આ સાથે જ માનવ, દેવ, ગંધર્વ, કિન્નર આદિની આકૃતિઓપણ એન્દ્રિક મુદ્રાઓમાં દર્શિત છે. આમની મુદ્રાઓ કામુક છે, અને કામસૂત્રથી લેવાઈ છે. મંદિર હવે અંશિક રૂપે ખંડેરમાં પરિવર્તિત થઈ ચુક્યો છે. અહીંની શિલ્પ કળાકૃતિઓ નો એક સંગ્રહ, ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ વિભાગ ના સૂર્ય મંદિર સંગ્રહાલય માં સુરક્ષિત છે. કવિશ્રી રવિન્દ્રનાથ ટાગોર આ મંદિર વિષે લખે છે:

કોણાર્ક - જ્યાં પથ્થરોની ભાષા મનુષ્યની ભાષાથી શ્રેષ્ઠતર છે.

તેરમી સદી નું મુખ્ય સૂર્ય મંદિર, એક મહાન રથ રૂપ માં બનેલ છે, જેના બાર જોડ઼ી સુસજ્જિત પૈડાં છે, તથા સાત ઘોડાં દ્વારા ખેંચાય છે.[૩] આ મંદિર ભારતના ઉત્કૃષ્ટ સ્મારક સ્થળોમાં એક છે. અહીંના સ્થાપત્ય અનુપાત દોષો રહિત તથા ગુણોત્તર આશ્ચર્યચકિત કરવાવાળા છે. અહીંની સ્થાપત્યકળા વૈભવ તથા માનવીય નિષ્ઠાના સૌહાર્દપૂર્ણ સંગમ છે. મંદિરની પ્રત્યેક ઇંચ, અદ્વિતીય સુંદરતા અને શોભાની શિલ્પાકૃતિઓથી પરિપૂર્ણ છે. આના વિષય પણ મોહક છે, જે સહસ્ર શિલ્પ આકૃતિઓ ભગવાનોં, દેવતાઓ, ગંધર્વોં, માનવો, વાદ્યકો, પ્રેમી યુગલો, દરબારની છબીઓ, શિકાર તથા યુદ્ધના ચિત્રો થી ભરેલ છે. આની વચ્ચે વચ્ચે પશુ-પક્ષીઓ (લગભગ બે હજાર હાથી, કેવળ મુખ્ય મંદિરના આધારની પટ્ટી પર ભ્રમણ કરતા) અને પૌરાણિક જીવો, સિવાય મહીન અને પેચીદા વેલ બૂટા તથા ભૌમિતીક નમૂના અલંકૃત છે. ઑડિયા શિલ્પકળાની હીરા જેવી ઉત્કૃષ્ત ગુણવત્તા પૂરા પરિસરમાં અલગ દેખાય છે.

કામુક મુદ્રાઓની શિલ્પ આકૃતિ

આ મંદિર પોતાની કામુક મુદ્રાઓ વાળી શિલ્પાકૃતિઓ ના માટે પણ પ્રસિદ્ધ છે.[૪]આ પ્રકારની આકૃતિઓ મુખ્યતઃ દ્વારમંડપના દ્વિતીય સ્તર પર મળે છે. હજારો માનવ, પશુ તથા દિવ્ય લોકો આ જીવન રૂપી મેળામાં કાર્યરત દેખાય છે, જેમાં આકર્ષક રૂપે એક યથાર્થવાદનો સંગમ કરેલો છે. આ ઑડિશાની સર્વોત્તમ કૃતિ છે. આની ઉત્કૃષ્ટ શિલ્પ-કળા, નક્શ, તથા પશુઓ તથા માનવ આકૃતિઓનું સટીક પ્રદર્શન, આને અન્ય મંદિરોથી ઘણું બેહતર સિદ્ધ કરે છે.

સૂર્ય મંદિર ભારતીય મંદિરોની કલિંગ શૈલીનું છે, જેમાં કોણીય અટ્ટાલિકા (મીનાર રૂપી) ની ઉપર મંડપની જેમ છત્રી ઢંકાયેલી હોય છે. આકૃતિમાં, આ મંદિર ઑડિશાના અન્ય શિખર મંદિરોથી ખાસ ભિન્ન નથી લાગતું. ૨૨૯ ફીટ ઊંચા મુખ્ય ગર્ભગૃહ ૧૨૮ ફીટ ઊંચી નાટ્યશાલા સાથે જ બનેલ છે. આમાં બાહર નિકળેલી અનેક આકૃતિઓ છે. મુખ્ય ગર્ભમાં પ્રધાન દેવતાનો વાસ હતો, કિંતુ તે હવે ધ્વસ્ત થઈ ચુક્યો છે. નાટ્યશાલા હજી પૂરી બચી છે. નટ મંદિર તથા ભોગ મંડપ ના અમુક જ ભાગ ધ્વસ્ત થયાં છે. મંદિર નું મુખ્ય પ્રાંગણ ૮૫૭ ફીટ X ૫૪૦ ફીટ નું છે. આ મંદિર પૂર્વ –પશ્ચિમ દિશા માં બનેલ છે. મંદિર પ્રાકૃતિક હરિયાળી થી ઘેરાયેલ છે. આમાં કૈજ઼ુએરિના તથા અન્ય વૃક્ષ રોપેલ છે, જે રેતીલી ભૂમિ પર ઉગે છે. અહીં ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ વિભાગ દ્વારા બનાવેલ ઉદ્યાન છે.[૧]

ઇતિહાસ

[ફેરફાર કરો]
કોણાર્કમાં પાષાણ કળા

આ ઘણાં ઇતિહાસકારો નો મત છે, કે કોણાર્ક મંદિરના નિર્માણકર્તા, રાજા લાંગૂલ નૃસિંહદેવની અકાળ મૃત્યુને કારણે, મંદિરનું નિર્માણ કાર્ય ખટાઈમાં પડ્યું. આના પરિણામસ્વરૂપ, અધૂરો ઢાંચો ધ્વસ્ત થઈ ગયો.[૫] પણ આ મત ને ઐતિહાસિક આંકડાનું સમર્થન નથી મળતું . પુરીના મદલ પંજીના આંકડા અનુસાર, અને અમુક ૧૨૭૮ ઈ. ના તામ્રપત્રોથી ખબર પડે છે, કે રાજા લાંગૂલ નૃસિંહદેવએ ૧૨૮૨ સુધી શાસન કર્યું. ઘણાં ઇતિહાસકાર, એ મત ના પણ છે, કે કોણાર્ક મંદિર નું નિર્માણ ૧૨૫૩થી ૧૨૬૦ ઈ. ની વચ્ચે થયું હતું. અતઃ મંદિરના અપૂર્ણ નિર્માણનું કારણ તેનું ધ્વસ્ત થવું તર્કસંગત નથી.

ધ્વસ્ત થવાના કારણો

[ફેરફાર કરો]

વાસ્તુ દોષ

[ફેરફાર કરો]

આ મંદિર પોતાના વાસ્તુ દોષોના કારણે માત્ર ૮૦૦ વર્ષોમાં જ ધ્વસ્ત થઈ ગયું. આ ઇમારત વાસ્તુ-નિયમોની વિરુદ્ધ બનેલ હતી. આ કારણે જ આ સમયથી પહેલા જ ઋગવેદકાળ તથા પાષાણ કળાનું અનુપમ ઉદાહરણ હોવા છતાં પણ સમયથી પૂર્વ ધરાશાયી થઈ ગયું.[૫]

આ મંદિરના મુખ્ય વાસ્તુ દોષ છે:[૩]

 • મંદિર ના નિર્માણ રથ આકૃતિ હોવાથી પૂર્વ, દિશા, તથા આગ્નેય તથા ઈશાન કોણ ખંડિત થઈ ગયાં.
 • પૂર્વથી જોતાં ખબર પડે છે, કે ઈશાન તથા આગ્નેય કોણોં ને કાપી તેને વાયવ્ય તથા નૈઋર્ત્ય કોણોં તરફ વધી ગયા છે.
 • પ્રધાન મંદિરના પૂર્વી દ્વારની સામે નૃત્યશાળા છે, જેનાથી પૂર્વી દ્વાર અવરોધિત થવાને કારણે અનુપયોગી સિદ્ધ થાય છે.
 • નૈઋર્ત્ય કોણમાં છાયાદેવી ના મંદિરનો પાયો પ્રધાનાલયથી અપેક્ષાકૃત નીચો છે. તેથી નૈઋર્ત્ય ભાગ માં માયાદેવી નું મંદિર અને નીચું છે.
 • આગ્નેય ક્ષેત્ર માં વિશાળ કુવો સ્થિત છે.
 • દક્ષિણ તથા પૂર્વ દિશાઓમાં વિશાળ દ્વાર છે, જે કારણે મંદિરનો વૈભવ તથા ખ્યાતિ ક્ષીણ થઈ ગઈ છે.

ચુમ્બક પત્થર

[ફેરફાર કરો]

ઘણી કથાઓ અનુસાર, સૂર્ય મંદિરના શિખર પર એક ચુમ્બક પત્થર લાગેલ છે. આના પ્રભાવ થી, કોણાર્ક ના સમુદ્રથી પસાર થતાં સાગરપોત, આ તરફ ખેંચાઈ આવે છે, જેથી તેને ભારી ક્ષતિ થઈ જાય છે. એક અન્ય કથા અનુસાર, આ પત્થરના કારણે પોતોં ને ચુમ્બકીય દિશા નિરુપણ યંત્ર સાચી દિશા નથી બતાવતા. આ કારણે પોતાના પોતોં ને બચાવવા હેતુ, મુસ્લિમ નાવિકો આ પત્થર ને કાઢી ગયાં. આ પત્થર એક કેન્દ્રીય શિલા નું કાર્ય કરી રહ્યો હતો, જેથી મંદિરની દીવાલો ના બધાં પત્થર સંતુલનમાં હતાં. આના હટવાથી, મંદિરની દીવાલોનું સંતુલન ખોવાઈ ગયું, અને પરિણામતઃ તે પડી ગઈ. પરન્તુ આ ઘટના નું કોઈ ઐતિહાસિક વિવરણ નથી મળતું, ન તો આવા કોઈ ચુમ્બકીય કેન્દ્રીય પત્થરનું અસ્તિત્વનું કોઈ વિવરણ ઉપલબ્ધ છે.[૨][૫]

કાલાપહાડ

[ફેરફાર કરો]
સૂર્ય દેવની એક શિલ્પાકૃતિ- કોણાર્ક માં સૂર્યદેવ

કોણાર્ક મંદિરના પડવા સંબંધી એક અતિ મહત્વપૂર્ણ સિદ્ધાંત કાલાપહાડથી જોડાયેલ છે. ઑડિશાના ઇતિહાસ અનુસાર કાલાપહાડે સન ૧૫૦૮ માં અહીં આક્રમણ કર્યું, અને કોણાર્ક મંદિર સમેત ઑડિશાના ઘણાં હિંદુ મંદિરો ધ્વસ્ત કરી દીધા. પુરીના જગન્નાથ મંદિરના મદન પંજી બતાવે છે, કે દેવી રીતે કાલાપહાડે ઑડિશા પર હુમલો કર્યો. કોણાર્ક મંદિર સહિત તેણે અધિકાંશ હિંદુ મંદિરોની પ્રતિમાઓ પણ ધ્વસ્ત કરી. જોકે કોણાર્ક મંદિરની ૨૦-૨૫ ફીટ મોટી દીવાલ ને તોડ઼વું અસમ્ભવ હતું, તેણે અમુક પ્રકારે દધિનૌતિ (મેહરાબની શિલા) ને હલાવવાનું પ્રયોજન કરી લીધું, જો કે આ મંદિરના પડવાનું કારણે બન્યું. દધિનૌતિ ના હટવાથી જ મંદિર ધીરે-ધીરે પડવા લગ્યું, અને મંદિરની છતથી ભારી પત્થર પડવાથી, મૂકશાલાની છત પણ ધ્વસ્ત થઈ ગઈ. તેણે અહીંની અધિકાંશ મૂર્તિઓ અને કોણાર્કના અન્ય ઘણાં મંદિર પણ ધ્વસ્ત કરી દીધાં.[૫]

અર્ચના બંધ થવી

[ફેરફાર કરો]

આ બાદ ૧૫૬૮ માં ઑડિશા મુસ્લિમ નિયંત્રણમાં આવી ગયું. ત્યારે પણ હિંદુ મંદિરોને તોડવાના નિરંતર પ્રયાસ થતાં રહ્યાં.[૬] આ સમયે પુરી ના જગન્નાથ મંદિર ના પંડોં એ ભગવાન જગન્નાથજીની મૂર્તિને શ્રીમંદિરથી હટાવી કોઈ ગુપ્ત સ્થાન પર છુપાડી દીધા. આ પ્રકારે, કોણાર્કના સૂર્ય મંદિર ના પંડોં એ પ્રધાન દેવતાની મૂર્તિ ને હટાવી, વર્ષોં સુધી રેતીમાં દબાવી છુપાવી રાખી. પાછળથી, આ મૂર્તિ પુરી મોકલાવી દેવાઈ, અને ત્યાં જગન્નાથ મંદિરના પ્રાંગણમાં સ્થિત, ઇંદ્ર ના મંદિરમાં રખાવી દેવાઈ. અન્ય લોકો અનુસાર, અહીંની પૂજા મૂર્તિઓ હજી પણ શોધવાની બાકી છે. પણ ઘણાં લોકોનું કહેવું છે, કે સૂર્ય દેવની મૂર્તિ, જે નવી દિલ્હીના રાષ્ટ્રીય સંગ્રહાલય માં રાખી છે, તે જ કોણાર્કની પ્રધાન પૂજ્ય મૂર્તિ છે.

તો પણ કોણાર્કમાં, સૂર્ય વંદના મંદિરથી મૂર્તિના હટવા બાદ બંધ થઈ ગઈ. આ કારણે કોણાર્કમાં તીર્થયાત્રિઓની આવન જાવન બંધ થઈ ગઈ. કોણાર્ક બંદર પણ ડાકુઓ ના હુમલા ને કારણે, બંદ થઈ ગયું. કોણાર્ક સૂર્ય વંદના ની સમાન જ વાણિજ્યિક ગતિવિધિઓ હેતુ પણ એક કીર્તિવાન નગર હતું, પરંતુ આ ગતિવિધિઓ નું બંધ થઈ જવાને ના કારણે, આ એકદમ નિર્વાસિત થઈ ગયું, અને વર્ષોં સુધી એક ગહન જંગલથી ઢંકાઈ ગયું.

સન ૧૬૨૬ માં, ખુર્દા ના રાજા, નૃસિંહ દેવ, સુપુત્ર શ્રી પુરુષોત્તમ દેવ, સૂર્યદેવની મૂર્તિને બે અન્ય સૂર્ય અને ચન્દ્રની મૂર્તિઓ સહિત પુરી લઈ ગયાં. હવે તે પુરીના મંદિરના પ્રાંગણમાં છે. પુરીના મદલ પંજીના ઇતિહાસથી જ્ઞાત થાય છે, કે સન ૧૦૨૮ માં, રાજા નૄસિંહદેવ એ કોણાર્કના બધાં મંદિરોના માપ-જોખ નો આદેશ આપ્યો હતો. માપન ના સમય સુધી, સૂર્ય મંદિર પોતાની અમલક શિલા સુધી અસ્તિત્વ માં હતું, એટલેકે લગભગ ૨૦૦ ફીટ ઊંચા. કાલાપહાડે કેવળ તેનો કલશ, પણ પદ્મ-ધ્વજા, કમલ-કિરીટ અને ઊપરી ભાગ પણ ધ્વંસ કર્યાં હતાં. પહેલાં બતાવ્યા અનુસાર, મુખશાળા સામે, એક મોટો પ્રસ્તર ખંડ – નવગ્રહ પાટ, હોતી હતી. ખુર્દાના તત્કાલીન રાજા એ તે ખંડ હટાવી દીધો, સાથે જ કોણાર્કથી ઘણાં શિલ્પ કૃત પાષાણ પણ લઈ ગયા. અને પુરીના મંદિરના નિર્માણમાં તેમનો પ્રયોગ કર્યો હતો. મરાઠા કાળમાં, પુરીના મંદિરની ચહારદીવારીના નિર્માણમાં કોણાર્કના પત્થરનો પ્રયોગ કર્યો હતો. એમ પણ બતાવાય છે, કે નટ મંદિરના બધાં ભાગ, સૌથી લાંબા કાળ સુધી, પોતાની મૂળ અવસ્થામાં રહે છે. અને આને મરાઠા કાળ માં જાણે કરી અનુપયોગી ભાગ સમજી તોડી ગયા. સન ૧૭૭૯માં એક મરાઠા સાધુ એ કોણાર્કના અરુણ સ્તંભ ને હટાવી પુરી ના સિંહદ્વાર સામે સ્થાપિત કરાવી દીધો. અઢારમી શતાબ્દી ના અન્ત સુધી, કોણાર્ક એ પોતાનો, બધો વૈભવ ખોઈ દીધો, અને એક જંગલમાં ફેરવાઈ ગયો. આ સાથે જ મંદિરનું ક્ષેત્ર પણ જંગલ બની ગયું, જ્યાં જંગલી જાનવર અને ડાકુઓના અડ્ડા હતાં. અહીં સ્થાનીય લોકો પણ દિવસના પ્રકાશમાં જવાથી પણ ડરતાં હતાં.

કોણાર્ક સૂર્ય મંદિર – ૨૦૦૬
કોણાર્ક સૂર્ય મંદિર – ૨૦૦૬
કોણાર્ક મંદિર – રાત માં

એક કથા અનુસાર, ગંગ વંશ ના રાજા નૃસિંહ દેવ પ્રથમ એ પોતાના વંશનું વર્ચસ્વ સિદ્ધ કરવા હેતુ, રાજસી ઘોષણાથી મંદિર નિર્માણનો આદેશ આપ્યો. બારસો વાસ્તુકારો અને કારીગરોની સેના એ પોતાની સૃજનાત્મક પ્રતિભા અને ઊર્જાથી પરિપૂર્ણ કળાથી બાર વર્ષોંની અથાગ મેહનતથી આનું નિર્માણ કર્યું. રાજાએ પહલાં જ પોતાના રાજ્યના બાર વર્ષોની કર-પ્રાપ્તિ બરાબર ધન વ્યય કરી દીધું હતું. પણ નિર્માણની પૂર્ણતા ક્યાંય દેખાતી ન હતી. ત્યારે રાજાએ એક નિશ્ચિત તિથિ સુધી કાર્ય પૂર્ણ કરવાનો કડક આદેશ દીધો. બિસુ મહારાણાના પર્યવેક્ષણ માં, આ વાસ્તુકારોની ટીમ એ પહલાં જ પોતાનું પૂરું કૌશલ લગાવી રાખ્યું હતું. ત્યારે બિસુ મહારાણા ના બાર વર્ષીય પુત્ર, ધર્મ પાદ આગળ આવ્યો. તેણે ત્યાં સુધી નિર્માણનું ગહન નિરીક્ષણ કર્યું, જોકે તેને મંદિર નિર્માણ નું વ્યવહારિક જ્ઞાન ન હતું, પરન્તુ તેણે મંદિર સ્થાપત્યના શાસ્ત્રોનો પૂર્ણ અધ્યયન કર્યું હતું. તેણે મંદિરના અંતિમ કેન્દ્રીય શિલાને લગાડવાની સમસ્યા સુલઝાવવાનો પ્રસ્તાવ દીધો. તેણે આ કરી સૌને આશ્ચર્યમાં નાખી દીધાં. પણ આની તુરન્ત બાદ જ આ વિલક્ષણ પ્રતિભાવાનનું શબ સાગર તટ પર મળ્યું. કહે છે, કે ધર્મપાદે પોતાની જાતિના હિતાર્થ પોતાની જાન સુદ્ધાં દઈ દીધી.[૫]

પૌરાણિક મહત્ત્વ

[ફેરફાર કરો]

આ મંદિર સૂર્યદેવ (અર્ક) ને સમર્પિત હતું, જેમને સ્થાનીય લોકો બિરંચિ-નારાયણ કહતાં હતાં. આ જે ક્ષેત્રમાં સ્થિત હતું, તેને અર્ક-ક્ષેત્ર કે પદ્મ-ક્ષેત્ર કહેવાતું હતું. પુરાણ અનુસાર, કૃષ્ણના પુત્ર સામ્બ ને તેમના શ્રાપથી કોઢ રોગ થઈ ગયો હતો. સામ્બ એ મિત્રવનમાં ચંદ્રભાગા નદીના સાગર સંગમ પર કોણાર્કમાં, બાર વર્ષ તપસ્યા કરી, અને સૂર્ય દેવને પ્રસન્ન કર્યાં. સૂર્યદેવ, જે બધાં રોગોના નાશક હતાં, તેમણે આના રોગનો પણ અંત કર્યો. તેમના સન્માનમાં, સામ્બ એ એક મંદિર નિર્માણનો નિશ્ચય કર્યો. પોતાના રોગ-નાશ પછી, ચંદ્રભાગા નદીમાં સ્નાન કરતાં, તેને સૂર્યદેવની એક મૂર્તિ મળી. આ મૂર્તિ સૂર્યદેવના શરીરના જ ભાગ થી, દેવશિલ્પી વિશ્વકર્માએ બનાવી હતી. સામ્બ એ પોતાના બનાવેલા મિત્રવનમાં એક મંદિરમાં, આ મૂર્તિની સ્થાપના કરી. ત્યારથી આ સ્થાન પવિત્ર મનાવા લાગ્યું.

આ પણ જુઓ

[ફેરફાર કરો]

સંદર્ભ

[ફેરફાર કરો]
 1. ૧.૦ ૧.૧ ૧.૨ મનીષ કુમાર. "કોણાર્ક કા સૂર્ય મંદિર : જિસકા ગુમ્બદ કભી સમુદ્રી પોતોં કા 'કાળ' હોતા થા" (હિન્દીમાં). મુસાફિર હૂં યારો. મેળવેલ ૨ નવેમ્બર ૨૦૦૮. Cite has empty unknown parameters: |month=, |accessdaymonth=, |accessmonthday=, |coauthors=, and |accessyear= (મદદ)CS1 maint: discouraged parameter (link)
 2. ૨.૦ ૨.૧ ૨.૨ "સૂર્ય મંદિર કોણાર્ક" (હિન્દીમાં). ભારતીય રાષ્ટ્રીય પોર્ટલ.
 3. ૩.૦ ૩.૧ ૩.૨ ૩.૩ ૩.૪ ૩.૫ પં.દયાનંદ શાસ્ત્રી. "વાસ્તુની નજર માં-કોણાર્ક સૂર્ય મંદિર" (હિન્દીમાં). ફ્યૂચર સમાચાર. મૂળ માંથી 2009-09-02 પર સંગ્રહિત. મેળવેલ 2009-10-29.
 4. ફુરસતિયા. "કોણાર્ક- જ્યાં પત્થરોની ભાષા મનુષ્યની ભાષાથી શ્રેષ્ઠતર છે" (હિન્દીમાં). મૂળ માંથી 2007-11-06 પર સંગ્રહિત. Cite has empty unknown parameters: |month=, |accessdaymonth=, |accessyear=, |accessmonthday=, and |coauthors= (મદદ)CS1 maint: discouraged parameter (link)
 5. ૫.૦ ૫.૧ ૫.૨ ૫.૩ ૫.૪ "ફૉલ ઑફ કોણાર્ક" (અંગ્રેજીમાં). રાષ્ટ્રીય સૂચના કેન્દ્ર. મૂળ માંથી 2009-06-19 પર સંગ્રહિત. મેળવેલ 2009-10-29.
 6. "ગ્લૂમ એણ્ડ બ્લૂમ- દ કેસ ઑફ જગન્નાથ ટેમ્પલ" (PDF). મૂળ (PDF) માંથી 2009-04-10 પર સંગ્રહિત. મેળવેલ 2009-10-29.

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]