લખાણ પર જાઓ
ગુજરાતીમાં ટાઈપ કરવા માટે ડાબી બાજુના હાંસિયામાં (કે લેખની ઉપર) ભાષાઓ કે Languages પર (કે તેની બાજુમાં રહેલા પર) ક્લિક કરી Inputમાં ગુજરાતી હેઠળ તમને અનુકૂળ કીબોર્ડ પસંદ કરો.

કમેંગ નદી

વિકિપીડિયામાંથી

Coordinates: 26°38′N 92°53′E / 26.633°N 92.883°E / 26.633; 92.883

કમેંગ નદીના કિનારા પર ભાલુકપોંગ

કમેંગ નદી (અગાઉનું નામ: ભરેલી નદી (ভৰলী নদী)), ભારત દેશના પૂર્વોત્તર રાજ્યો અરુણાચલ પ્રદેશ અને આસામમાંથી પસાર થાય છે. આ નદી પૂર્વીય હિમાલય પર્વતમાળા પૂર્વીય ભાગમાં આવેલા તવાંગ જિલ્લામાં ગોરી ચેન પર્વતની તળેટીમાં આવેલ હિમ તળાવ ખાતેથી (27°48′36″N 92°26′38″E / 27.81000°N 92.44389°E / 27.81000; 92.44389),[] તેમ જ દરિયાઈ સપાટી થી  6,300 metres (20,669 ft) ઊંચાઈ પરથી ઉદ્ભવે છે,[][] અને દક્ષિણ તિબેટ સાથેની ભારત-તિબેટ સરહદ પરથી વહેતી અરુણાચલ પ્રદેશના પશ્ચિમ કમેંગ જિલ્લાના ભાલુકપોંગ વર્તુળ અને આસામ રાજ્યના સોનિતપુર જિલ્લામાંથી પસાર થઈ તેઝપુર ખાતે કોલીઆ ભામોરા સેતુથી પૂર્વમાં બ્રહ્મપુત્રા નદીમાં મળી જાય છે. તે એક બ્રહ્મપુત્રા નદીની મુખ્ય ઉપનદીઓ પૈકીની એક નદી છે.[]

કમેંગ નદી 264 kilometres (164 mi) જેટલો લાંબો રસ્તો પસાર કરે છે. તેનો સ્ત્રાવ વિસ્તાર ૧૧૮૪૩ ચોરસ કિલોમીટર જેટલો છે.[]

કમેંગ નદી પૂર્વ કમેંગ જિલ્લા અને પશ્ચિમ કમેંગ જિલ્લાઓ વચ્ચે સરહદ બનાવે છે. આ ઉપરાંત નદીના પશ્ચિમ ભાગમાં આવેલ સેસા અને ઈગલનેસ્ટ અભયારણ્ય અને પૂર્વ ભાગમાં આવેલ પાક્કે ટાઈગર રિઝર્વ વચ્ચે પણ સરહદ બનાવે છે.[] આ નદીની પૂર્વમાં દાફલા પહાડીઓ આવેલ છે, જ્યારે પશ્ચિમમાં અકા પહાડીઓ (અકા આદિજાતિનું ઘર) આવેલ છે. પશ્ચિમ કમેંગમાં નદીના પશ્ચિમ કાંઠા પરના ભાલુકપૉંગ-બોમડાલા ધોરી માર્ગ આસપાસનો જંગલનો સમગ્ર વિસ્તાર છેલ્લા કેટલાક વર્ષોમાં અદ્રશ્ય થઇ ગયો છે, જો કે સમગ્ર નદીકાંઠાનું જંગલ તંદુરસ્ત સ્થિતિમાં રહેલ છે.[]

ઇતિહાસ

[ફેરફાર કરો]

કમેંગ નદી ઐતિહાસિક મહત્વ ધરાવતી નદી છે. મધ્યયુગીન સમયગાળા દરમિયાન એટલે કે ૧૩મી સદી થી ૧૬મી સદીના પ્રારંભ સુધીમાં, આ નદીને સુટિયા રાજ અને કામાતા રાજ વચ્ચેની સરહદ તરીકે ચિહ્નિત કરવામાં આવી હતી. પાછળથી ૧૬મી સદીમાં સુટિયા રાજ સાથે અહોમના જોડાણ પછી અને કામાતા રાજના પતન પછી, આ નદી અહોમ રાજ અને બરો-ભુયાન રાજ વચ્ચે સરહદ તરીકે વહેતી હતી.

વર્ષ ૨૦૧૧માં આ નદી પર એક તાર વડે બનેલો ઝૂલતો પુલ તુટી જવાની ઘટના બનતાં ૨૫ લોકોનાં મોત થયાં હતાં. આ ઘટના પુલ પર તારી નામના સ્થાનિક તહેવારની ઉજવણી જોવા એકઠી થયેલ ભીડના વધુ પડતા વજનને કારણે થઈ હતી.[]

ઉપનદીઓ

[ફેરફાર કરો]

સેસા અને ઈગલનેસ્ટ વન્ય અભયારણ્યના પૂર્વીય ભાગમાંથી તિપ્પી નદી ઉતરી આવે છે અને કમેંગ નદીને ભાલુકપૉંગ-બોમડાલા ધોરી માર્ગ પર આવેલા તિપ્પી ગામ પાસે મળી જાય છે. અન્ય મુખ્ય ઉપનદીઓ પશ્ચિમ કમેંગ જિલ્લામાંથી વહેતી તેંગા નદી, બિચોમ નદી અને દિરાંગ ચુ છે.[]

સંદર્ભો

[ફેરફાર કરો]
  1. આલ્પાઇન ક્લબ લાઇબ્રેરી - હિમાલયન ઇન્ડેક્સ - શોધ પરિણામો દ્વારા અક્ષાંશ/રેખાંશ સંગ્રહિત ૨૦૧૨-૦૨-૦૮ ના રોજ વેબેક મશિન
  2. (1997) ThinkQuest team, retrieved 10/1/2007 Kangto Massif સંગ્રહિત ૨૦૦૮-૦૮-૨૮ ના રોજ વેબેક મશિન
  3. પૂર્વ કમેંગ જિલ્લા પર જિલ્લા એક ઊડતી નજર, retrieved 9/15/07 સંક્ષિપ્ત ઇતિહાસ સંગ્રહિત ૨૦૦૩-૧૨-૧૦ ના રોજ વેબેક મશિન
  4. "Eaglenest જૈવવિવિધતા પ્રોજેક્ટ નકશો પશ્ચિમી અરુણાચલ પ્રદેશ". મૂળ માંથી 2007-10-18 પર સંગ્રહિત. મેળવેલ 2018-05-01.
  5. Rao, K.L. (૧૯૭૯). India's Water Wealth. Orient Blackswan. પૃષ્ઠ 78. ISBN 978-81-250-0704-3. મેળવેલ ૧ મે ૨૦૧૧.
  6. Eaglenest જૈવવિવિધતા પ્રોજેક્ટ નકશો ઈગલનેસ્ટ વન્યજીવન અભયારણ્ય
  7. Athreya, R. (2006) Eaglenest જૈવવિવિધતા પ્રોજેક્ટ − હું (2003-2006): સંરક્ષણ સાધનો માટે Eaglenest વન્યજીવન અભયારણ્ય, એક રિપોર્ટ સબમિટ કરવા માટે વન વિભાગ સરકાર અરુણાચલ પ્રદેશ, ભારત, અને Rufford-મોરિસ-Laing ફાઉન્ડેશન (UK). Kaati ટ્રસ્ટ, પુણે. 2.2.2 ભૂગોળ અને આબોહવા, p 23 સંગ્રહિત ૨૦૧૦-૦૬-૦૨ ના રોજ વેબેક મશિન
  8. ઝીન્યુઝ હિંદી તા.૨૯ ઓક્ટોબર, ૨૦૧૧
  9. Nandy. એસ. એન. જિલ્લા પ્રોફાઇલ: West Kameng જિલ્લા, જી. બી. હાંફ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હિમાલયન પર્યાવરણ અને વિકાસ, Kosi-Katarmal, અલમોરા 263643, ભારત

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]